કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસી સિંહે ભારતને 12મો ગોલ્ડ અપાવ્યો છે. શ્રેયસી સિંહે મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટર ઓમ મિથારવલે બુધવારે 50મીટર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો છે. ભારતને 50 મીટર એર પિસ્ટલમાં જીતૂ રાય પાસે ગોલ્ડની આશા હતી, પરંતુ તેઓ આઠમા ક્રમે છે. મિથારવલે આ પહેલાં 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ પર નિશાન લગાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપેકોલીએ ગોલ્ડ અને બાંગ્લાદેશના એસ અહમદે સિલ્વર જીત્યો છે. બીજી બાજુ બોક્સિંગમાં મેરીકોમ ફાઈનલમાં પહોંચી છે.
ભારતની એમસી મેરીકોમ બુધવારે બોક્સિંગના 48 કિલો કેટેગરીમાં શ્રીલંકાની અનુષાને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. મેરીકોમે અનુષાને 5-0થી હરાવી છે.હવે મેરીકોમ ફાઈનલમાં નોર્ધન આયરલેન્ડનની ક્રિસ્ટીન ઓહરા સાથે રમશે. નોંધનીય છે કે, મેરીકોમ પહેલી વખત કોમનવેલ્થ ગેમમાં રમી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com