ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018 હજી સુધી ભારતીય એથલીટોએ સારી શરૂઆત કરી છે. રમતના ત્રીજા દિવસે વેઇટલિફટર સતીશ શિવલિંગમે મેન્સની 77 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત કુલ પાંચ મેડલ જીત્યા છે. ભારતે આ બધા મેડલ વેઇટલિફટિંગમાં જીત્યા છે.
આ સાથે ભારત મેડલ જીતનાર દેશમાં ત્રીજા સ્થાને છે. આવામાં ભારતીય એથલેટિકોની આશા વધી રહી છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતે મલેશિયાને 3-0થી પરાજય આપ્યો હતો. ભારતીય હોકી મેન્સ ટીમ પૂલ બીમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. જ્યારે મહિલા 63 કિગ્રામાં વંદન ગુપ્તા, જ્યારે મેન્સમાં 85 કેજીમાં આર. વેંકટ રાહુલ ઉતરશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત તરફથી વેઇટલિફટિંગમાં સંજીતા ચાનુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે મીરા ચાનુએ પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com