CWG 2018માં શનિવારે શૂટર સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ કેટેગરીનો સિલ્વર કેનેડાના જોર્જ સેશ અને બ્રોન્ઝ ઇંગલેન્ડના ડીન બેલે જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટે થયેલા મુકાબલામાં ભારતીય મહિલા હોકી ટીમ ઇંગ્લેન્ડથી 6-0થી હારી ગઇ. આ રીતે તે મેડલ ટેલીમાં જગ્યા ન બનાવી શકી. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અત્યાર સુધી 47 મેડલ થઇ ગયા છે. તેમાં 20 ગોલ્ડ છે. ભારતે સૌથી વધુ 16 મેડલ શૂટિંગમાં જીત્યા છે.
#CommonwealthGames2018: Shooter Sanjeev Rajput clinches gold in men’s 50m rifle 3 positions event.
— ANI (@ANI) April 14, 2018
સંજીવે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ પણ બનાવ્યો
સંજીવ રાજપૂતે નીલિંગ (150.5), પ્રોન (156.4) અને સ્ટેન્ડિંગ એલિમિનેશન (147.6) મળીને કુલ 454.5નો સ્કોર બનાવ્યો. આ કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ છે.
સંજીવ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ડેનિયલ રિવર્સના નામે હતો. તેમણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 452.9 અંક હાંસલ કર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com