ઓસ્ટ્રેલિયાનામાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત દ્વારા મેડલ મેળવવાનું ખાતુ ખોલી દેવામાં આવ્યું છે. ભારતના વેઇટલિફટર ગુરૂરાજાએ પ્રથમ મેડલ જીતી લીધો છે. ગુરૂરાજાએ 249 કિલોગ્રામ ઉઠાવીને સિલ્વર મેડલ જીતી લીધો છે અને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મલેશિયાના ઇઝહાર અહમદે જીત્યો હતો જ્યારે શ્રીલંકાના ચતરંગા લકમલે બ્રોન્ઝ મેડલ જીત્યો.
CWG 2018: બેડમિન્ટનમાં જીત સાથે શરૂઆત
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના બેડમિન્ટન ટીમ ઇવેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતના પ્રણવ ચોપડા અને ઋત્વિકાની જોડીએ શ્રીલંકાની જોડીને પરાજય આપ્યો છે. તે સિવાય પુરૂષ સિંગલ્સ મેચમાં ભારતના શ્રીકાંતે બીજી જીત મેળવી છે. જ્યારે ભારતીય મહિલા હોકી ટીમને પ્રથમ મેચમાં જ પરાજય મળ્યો હતો.
આજે દેશની નજર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ પર રહેશે. તેને ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ રમતમાં ચાનૂને 48 કિલો વર્ગમાં દેશ માટે રજત મેડલ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 11 દિવસ સુધી ચાલનારી આ રમતમાં ભારતના 200થી વધારે એથ્લેટીકોએ ભાગ લીધો છે. 2014માં ભારતે ગ્લાસ્ગો કોમનવેલ્થ રમતમાં 64 પદક મેળવ્યા હતા. આ વખતે જો કે વધારે મેડલ જીતવાનો પડકાર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com