હિતેશ રાવલ, સાબરકાંઠા

જાણે હવે કળિયુગ આવી ગયો હોય તેમ લૂંટ, મારમારીના બનાવો સામે આવી રહ્યા છે. અજાણ્યા કે અન્ય લોકો તો ઠીક પણ પરિવારના લોકો પર પણ એકાબીજા હીચકારી હુમલો કરતાં પણ અચકાતાં નથી. સાબરકાંઠામાં વધુ એક કળિયુગી કપૂત છ્તો થયો છે. માતા-પિતા પણ જીવલેણ હુમલો કરતાં કપાતર પુત્રનો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામે માતા-પિતા ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો છે. હુમલો કરી પુત્ર ફરાર થઈ ગયો છે. હુમલો કરી કપૂતે માતાનો જીવ લીધો છે જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપી પુત્રને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.