સસ્તાને સારા, પાળવામાં સહેલા હોવાથી આ બર્ડનો ક્રેઝ વઘ્યો છે: સૌથી વધુ કલરફૂલ લેડી બર્ડની માંગ વધુ જોવા મળે છે: શો બજરી અને હેલીકોપ્ટર બ્રીડનો ભાવ વધુ હોય છે
ડોગ લવરની સાથજે હવે ફીશ અને બર્ડ લવરની સંખ્યા શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધવા લાગી છે. વન્યધારા હેઠળ આપણા દેશી પોપટ પાળવાની મનાઇ બાદ લોકો એકઝોટીક (વિદેશી) બર્ડ વધુ રાખવા મંડયા છે. કોરોના કાળ બાદ ડોગ-ફીશ અને વિદેશી બર્ડમાં ભાવ ઉછાળો આવતા હવે તે પણ મોંધા થયા છે ત્યારે બાળકોને સૌથી પ્યારા નાના રંગબેરંગી ઓસ્ટ્રેલિયન પોપટ ‘બજરીગર’ના હાલ બહુ ડિમાન્ડ નીકળી છે. બર્ડલવર આ પાળવામાં સહેલા હોવાથી તેની પ્રથમ પસંદગી કરે છે. હાલનાલીલા દેશી પેરોટની પહાડી જેવી વિવિધ જાતોનું પ્રતિબંધ હોવાથી મા-બાપો સંતાનોના શોખ પુરો કરવા આ વિદેશ બર્ડ ખરીદે છે.
બજરીગર ખુબ જ આકર્ષકને સતત કલરવ કરતાં રંગબેરંગી પોપટ છે. ગોલ્ડીયન ફીંચ (લેડી બર્ડ) સૌથી કલર ફૂલ હોવાથી લોકો તે વધુ રાખે છે. 600 રૂપિયાની જોડીથી શરૂ કરીને પ હજાર રૂપિયાની જોડ આ બજરીગરની બજારમાં ઉપલબ્ધ છે. આમાં પણ મોંધી આવતી પ્રજાતિમાં શો બજરી- હેલીકોપ્ટર અને ક્રસ્ટડ બજરીગર હોય છે. રાજકોટ જેવા મોટા શહેરોમાં બર્ડ લવર તેનું બ્રિડીંગ પણ કરે છે, જેઓ એક સિઝનમાં 100 થી ર00 બચ્ચાને ઉછેરે છે. સામાન્ય રીતે માદા બજરીગર પાંચથી સાત ઇંડા મુકે છે. તે પૈકી 4 થી પ બચ્ચા ઉછેરે છે. બાકીના ઇંડા ફેલ જાય છે. આ બજરીગરને હવે આપણું વાતાવરણ પેઢી દર પેઢીના ઉછેર બાદ માફક આવી ગયું છે. ઉનાળામાં તેની દરકાર વિશેષ લેવી પડે છે.
દેશી પોપટને બદલે આવા એકઝોટીક (વિદેશી) બર્ડનું ચલણ વઘ્યું છે. તેમનો મુખ્ય ખોરાક કાંગ, નાઇજીર, હેનરીસીડસ: કોથમીર, પાલક વિગેરે હોય છે. એકલા રાજકોટમાં 10 થી 1પ હજાર બર્ડ લેવર પાસે આવા બજરીગર જોવા મળે છે. તેમની મેડીકલ ટ્રીટમેન્ટ વેટરનશી ડોકટર કરી રહ્યા છે. મલ્ટી વિટામીનનો ઉપયોગ સાથે રૂપકડા પાંજરાઓ પણ બઝારમાં જોવા મળે છે.
જેમાં હિંચકો, બેસવાની લાકડાની સ્ટીક સાથે ખોરાક પાણીના બોકસ બહારથી ખુલી શકે તેવા મળવા લાગ્યા છે. બ્રીડીંગ માટે મોટા પાંજરામાં માળો કે રાત્રે સુવા કે બચ્ચાને જન્મ આપવા માટલી પણ હોય છે. બર્ડ લવરો પોતાના આ બર્ડને કોઇ તકલીફ ન પડે તેવી માવજતથી તેનુ લાલન-પાલન કરે છે.
ઘણા ટ્રેનરો નાના બચ્ચાથી જ વિવિધ તાલિમ આપીને હેન્ડટેમ બર્ડ તૈયાર કરે છે જે તમે હાથ આપો એટલે તરત જ બેસી જાય છે સાથો સાથ નાનકડા બચ્ચાને હેન્ડ ફીડીંગ કરાવીને પણ મોટા કરાય છે. લોકડાઉનમાં મનોરંજન મેળવવા ઘણા લોકોએ શ્ર્વાસ, વિદેશી પેરોટ, કેટ વિગેરે ખરીદ કરીને નાનકડા બાળકોને આનંદીત કર્યા છે, આજકાલ મોબાઇલમાં વ્યસ્ત જીવન જીવતાં યુવા વર્ગ પણ પોતાના પશુ-પંખીને સમય ફાળવીને લાડ-પ્યારથી ઉછેર કરતાં જોવા મળે છે. આ ટબુકડા કલર ફૂલ બજરીગરમાં મુખ્યત્વે બ્લુ, વ્હાઇટ, પરપલ અને પીળો કલર કે ઘણીવાર પંચરંગી કલર પણ જોવા મળે છે. બજરીગરમાં પણ તેની પ્રજાતિ પ્રમાણે નાની મોટી સાઇઝ જોવા મળે છે.
આ બજરીગર ચબરાક હોવાથી ઘણીવાર પાંજરૂ ખુલ્લું રહી જાય તો ઉડી જાય છે તે વધુમાં વધુ ર કી.મી. દૂર ઉડી શકે છે બાદમાં ભટકાઇને મૃત્યુ પામે કા કોઇકના હાથમાં પકડાઇ જાય છે, બજરીગર બાદ લવબર્ડ- બજરીગરથી મોટા આવે છે તેથી મોટા કોકેટીલ્સ માથે કલકીવાળા મોટા હોય છે.
પેરોટની દુનિયામાં આફ્રિકન ગ્રે-મકાઉ જેવા લાખોની કિંમતના પણ આવે છે. જે માણસ જેવી ભાષા બોલે છે સાથે તમારા ઘરમાં બોલાતા નામો ટુકા અક્ષરના 400 થી વધુ શબ્દો યાદ રાખી શકે છે આ બર્ડ તેના માલિક સાથે ખુબ જ આત્મીયતા કેળવે છે. અમુક શોખીનો પોતાના કિંમતી વિદેશી પેરોટને કાજુ-બદામ પણ ખવડાવે છે. જેમ મોંઘા પોપટ લો તેમની તેની સાર સંભાળમાં વિશેષ સમય આપવો પડે છે.
અદ્યતન પાંજરાની ઉપર જ તેમને બેસવા માટે ખાસ સ્ટેન્ડ હોય ત્યાં પોપટ ખુલ્લામાં બેસે છે રાત્રે બિલાડી કે ડોગથી બચવા બર્ડ લવર તેને પાંજરામાં રાખે છે. ડોગ- બર્ડ, કેટ અને ફીશ ઘરમાં પાળવાનું ચલણ વઘ્યું છે. ત્યારે ઘરના નાના બાળકોમાં કરૂણનો ભાવ વઘ્યો છે. પોતાના પરિવારના સભ્યની જેમ જ બાળકો પોતાના પેટની સંભાળ રાખે છે. ‘લવબર્ડ’ ખરેખર પ્રેમ થઇ જાય તેવા રૂપકડા હોય છે. નાનકડા વિદેશી બર્ડનો કલરવ આખો દિવસ ઘરને ચહેકતું અને મહેકતું રાખે છે.
બજરીગરનો મુખ્ય ખોરાક
ઓસ્ટ્રેલીયન નાનકડા કલર ફૂલ બર્ડ બજરીગરનો મુખ્ય ખોરાક કાંગ, નાઇજીર, કેનરી સીડસ, કોથરીમ, પાલક વિગેરે હોય છે. મુખ્યત્વે તેના કલરોમાં બ્લુ-વ્હાઇટ, પરપલ, અને પીળો કલર વધુ જોવા મળે છે. ઘણીવાર મલ્ટી કલરના પંચરંગી પણ જોવા મળે છે. સૌને પાળવામાં પોષાતા હોવાથી બર્ડ લવરની પહેલી પસંદ આ પેરોટ હોય છે.
સામાન્ય તહ 600 રૂપિયાથી શરુ કરીને પાંચ હજાર રૂપિયાની જોડી હાલ બજારમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને ખુબ જ પ્યારા હોવાથી આ લવ-બર્ડ નું વિશેષ ઘ્યાન ટબુકડા રાખતા હોય છે.