બૉલીવુડની એક્ટ્રેસ યામિ ગૌતમ તેના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. યામી ગૌતમના અચાનક લગ્ન કરવાના ન્યૂઝે સમગ્ર બૉલીવુડ ઈન્ડસ્ટ્રી તથા મીડિયાને અચંભીત કરી દીધા હતા. તેમણે 4 જૂને ડાયરેક્ટર-રાઇટર આદિત્ય સાથે લગ્ન સંબંધમાં જોડાઈ હતી. તેમના લગ્ન એક પ્રાઇવેટ સેરેમનીમાં કરવામાં આવ્યા હતા જેમાં ફેમેલી મેમ્બર અને ક્લોઝ ફ્રેન્ડસને જ બોલાવવામાં આવ્યા હતા.
વેડિંગ પ્લાનર ગિતેશ શર્માની તેમના લગ્નની ડીટલ્સ સોશિયલ મીડિયા પર શેર કરી છે. યામીની લગ્ન હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં થયા હતા. લગ્નના ફંકશન બે દિવસ સુધી ચાલ્યા હતા. તેમણે કહ્યું કે યામિના પપ્પાએ એક દિવસ પહેલા જ ગીતેશનો સંપર્ક કર્યો હતો અને તે પોતાની ફૈમિલીને લઈને બિલાસપુર અથવા હમીરપુર લઈને આવી ગયા હતા.
યામિનો પરિવાર તથા યામિ ગ્લેમરેસ મેરેજ કરવા ઇચ્છતી નહોતી. તેના બદલે, તેઓ ઇચ્છતા હતા કે લગ્ન વિધિ પરંપરાગત રીતે થાય. ‘આંગણમાં મહેંદી સેરેમની પણ રાખવામા આવી હતી. તેમણે દેવધર વૃક્ષની સામે લગ્ન કર્યા હતા. યામિના લગ્નમંડપને ગેંદાના ફૂલ અને કેળાના પાનથી શણગારવામાં આવ્યો હતો. ડેકોરેશનની થીમ ગોલ્ડ અને વાઈટ કલરની હતી.
‘લગ્ન બાદ પરિવારના સભ્યો સાથે સાંજે એક નાનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. લગ્ન બાદ મંડીધામમાં પરંપરાગત રીતે લંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . યામી અને આદિત્યએ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા ત્યારે યામીએ લાલ રંગની સાડી પહેરી હતી, જ્યારે આદિત્ય સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો.