પીપાવાવ, મુંદરા અને દહેજમાં પણ આયાતકારો માટે ૨૪ કલાકમાં કલીયરન્સ શકય
હંમેશા જુનવાણી રીતે નિર્ણય અને અમલ માટે કસ્ટમ ઈન્ડસ્ટ્રીની ફરિયાદો જોવા મળે છે. ત્યારે આ બાબતે સારા સમાચાર છે કે કસ્ટમ વિભાગ દ્વારા હવે આયાતકારો માટે એસ.એમ.એસ. સર્વિસ શ‚કરવામાં આવશે.
આ અંગે માત્ર ભારતમાં જ નહીં એશિયાના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા મુંબઈ નજીકના જવાહરલાલ નહેરુ પોર્ટ (ન્હાવાશેવા) પર ચીફ કમિશનર ઓફ કસ્ટમ ઝોન જોસેફના પ્રયાસોથી દેશમાં સૌપ્રથમ ડાયરેકટ પોર્ટ ડીલીવરી (ડીપીઓ) સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ સિસ્ટમ અમલી બનાવવાથી દેશનું કરોડોનું કિંમતી વિદેશી હુંડિયામણ કે જે વિદેશની શીપીંગ કંપનીઓ લઈ જાય છે. તેને બ્રેક લાગશે અને કારગો કલીયરન્સ ઝડપથી કલીયર થવાના કારણે આયતકારોને સરવાળે ‚ા.૧૦ થી ૨૦ હજાર જેટલો ખર્ચ બચી જશે. આ સિસ્ટમ પીપાવાવ, મુંદરા અને દહેજમાં પણ અમલી બનાવવા માટે બોર્ડ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.
ન્હાવાશેવાપોર્ટ પર હાલ દેશના સૌથી વધુ ક્ધટેનર કારગોની મુવવેન્ટ થઈ રહી છે અને હંમેશા માટે આ પોર્ટ પર કારગોનું ભારણ રહેતું હોય છે. સામે, કસ્ટમ કલીયરન્સ પણ સચોટ કરવાનું હોવાથી કસ્ટન સ્ટાફ કારગોની તપાસ સંપૂર્ણરીતે કરી ગુડઝ રીલીઝ કરતા હોય છે. કારણકે આટલી મોટી માત્રામાં કારગોની મુવમેન્ટ થતી હોય ત્યાં આગળ કોઈપણ થઈ શકે છે. ન્હાવાશેવા કસ્ટમ આયાતી ક્ધટેનરની પુરેપુરી ચકાસણી કરીને જ કારગો રિલીઝ કરી રહ્યું છે ત્યારે ક્ધટેનર કલીયરન્સ ઝડપી બને તે માટે ચીફ કમિશનર દ્વારા એક સિસ્ટમ અમલી બનાવવામાંઆવે છે.
દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈપણ માટે આવી સિસ્ટમ હાથ ધરવામાં આવી હોય. આ સિસ્ટમનું નામ ડાયરેકટ પોર્ટ ડીલેવરી છે (ડીઓપી). તેમાં કોઈપણ દેશમાંથી આવતા ક્ધટેનર બીલ ઓફ એન્ટ્રી કસ્ટમમાં આવતાની સાથે જ ઓટોમેટિક ક્ધટેનર પાર્ટી પર જ કસ્ટમ દ્વારા સ્કેનર પર ચકાસણી કરીને જો કોઈ મીસ ડીકલેરેશન કે અન્ય કોઈ પ્રતિબંધિત કારગો ન હોય તો ક્ધટેનરપોર્ટ ઉતર્યું હોય તે જ દિવસે આયાતકારને સુચના આપી દેવામાં આવી છે.
ડયુટીભરી આપો અને ત્યાંથી એટલે કે પોર્ટ પરથી ડાયરેકટર ડીલેવરી કરી દેવામાં આવે છે. તેના કારણે ક્ધટેનરને સી.એફ.એસ.માં લઈ જવાની જ‚રીયાત રહેતી નથી અને ટ્રાન્સપોર્ટેશન બચી જાય છે. તેથી આયાતકારોને સરવાળે ક્ધટેનરદીઠ ‚ા.૧૦ થી ૨૦ હજારનો ફાયદો થાય છે અને ૨૪ કલાકમાં ઝડપી કલીયરન્સ થકી ડમરેજ ચાર્જ નીલ થઈ જતા આયાતકારોમાં ઉત્સાહ વધીરહ્યો છે.