જામનગર કસ્ટમના અધિકારીઓ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ: અડધો ડઝનથી પણ વધુ સ્થળો પર તવાઈ બોલાવામાં આવી
અબતક, રાજકોટ
છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા વેપારીઓ ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. એવી જ રીતે જ દિવસો પહેલા રાજકોટ સહિત સમગ્ર દેશમાં મોબાઇલ વિક્રેતાઓ ઉપર જીએસટી વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત રાજકોટ ખાતે જે નવા જુના મોબાઇલનું વેચાણ કરતા હોય અથવા તો મોબાઇલ એસેસરીઝનું વેચાણ કરતા હોય તેવા છ સ્થળો ઉપર જામનગર કસ્ટમ્સ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલા જાગનાથ પ્લોટ વિસ્તાર પંચનાથ પ્લોટ સહિત અન્ય વિસ્તારોમાં કે જ્યાં આ પ્રકારના મોબાઈલ વિક્રેતા આવો પોતાનો વ્યવહાર ચલાવી રહ્યા છે સર્ચ અને સરવે હાથ ધરવામાં આવ્યો હતો.
આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી પરંતુ એ વાત ચોક્કસપણે સામે આવી રહી છે કે જે કસ્ટમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં અનેક બેનામી વ્યવહારો પણ સામે આવશે. દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે આ તમામ પ્રકારના વેપારીઓ દ્વારા અનેકવિધ રીતે કરચોરી આચરવામાં આવતી હોય છે અથવા તો ડુપ્લીકેટ માલ લોકોને આપી દેવામાં આવતો હોય ત્યારે આ પ્રકારની ગતિવિધિ આગામી સમયમાં ન થાય તેને ધ્યાને લઈ હાલ વિભાગ દ્વારા આગરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ એ વાત ઉપર પણ હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે આ તમામ વેપારીઓ બે પ્રકારના છે કે જેઓએ કસ્ટમ્સ ડ્યુટી ભરવાનું ચૂક્યા હોય.
જામનગર કસ્ટમ્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં જ અન્ય મોબાઇલ વેચાણ કરતાં વ્યાપાર યોગ ફફડાટમાં આવી ગયા છે અને તેઓ પોતાનો ધંધો રોજગાર બંધ કરીને નાશિક ગયેલા હોવાનું પણ સામે આવ્યું છે. એ તરફ આ