૨૦૦૧ ની સાલમાં ભૂકંપ આવ્યા બાદ જામનગર કસ્ટમ્સને સોંપ્યું હતું: ગાયબ થયું ૨૦૧૬માં ને ફરિયાદ નોંધાઈ ૨૦૨૦માં

કરછમાં ૨૦૦૧ ની સાલમાં ભૂકંપ આવ્યા બાદ કસ્ટમ્સની ઇમારત જર્જરિત થઈ જતા ઝડપી પડેલ સોનાનો કસરોડોનો માલ જામનગર શિફ્ટ કરવામાં આવ્યો હતો દરમ્યાન ૨૦૧૬ ની સાલમાં સોનાનો જથ્થો પરત સોપાયા બાદ તેમાંથી એક કરોડ ઉપરાંતના સોનાના માલની ચોરી થયાની ફરિયાદ કસ્ટમના અધિકારીએ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

જામનગર સસ્ટમમાં ખળભળાટ મચાવનાર ચોરીના આ બનાવની વિગત એવી છે કે ભુજ કસ્ટમે વર્ષ ૧૯૮૨ થી ૧૯૮૬ દરમ્યાન ભુજ કસ્ટમ ડિવિઝને રેડ કરી માતબર જથ્થો પકડી પડ્યો હતો.દરમ્યાન ૨૦૦૧ ની સાલમાં ભૂકંપ આવતા કસ્ટમની ઇમારત જર્જરિત થઈ જતા સોનાનો જથ્થો જામનગર રાખવાનો નિર્ણય લેવાયો હતો અને જે તે વખતે જામનગર અને ભુજ કસ્ટમના અધિકારીઓની વચ્ચે જુદી જુદી સૂટકેશમાં સોનાનો જથ્થો સીલ કરી જામનગર કસ્ટમને સોપી દેવાયો હતો.બાદમાં ભુજ કસ્ટમની ઓફિસ થઈ જતા વર્ષ ૨૦૧૬ માં જામનગર કસ્ટમે ભુજ કસ્ટમ વિભાગને પરત સોંપી દીધો હતો.દરમ્યાન ભુજ કસ્ટમ દ્વારા ચેક કરવામાં આવ્યા સોનાના જથ્થામાંથી ૨.૧૫૬ કિલો ગ્રામ સોનુ ગાયબ થઈ ગયું છે જે અંગે ભુજ કસ્ટમે પાત્ર વ્યવહાર દ્વારા જામનગર કસ્ટમને જાણ કરી હતી અને બંને વિભાગ દ્વારા પાત્ર વ્યવહારની કાર્યવાહી ચાલતી હતી પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા અંતે સમગ્ર મામલો અમદાવાદ કસ્ટમની હેડ ઓફિસમાં પહોંચ્યો હતો.

દરમ્યાન અમદાવાદ હેડ ઓફિસથી જામનગર કસ્ટમને સૂચના અપાઈ કે આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવા માટે જેથી જામનગર કસ્ટમના કર્મચારી રામસિંગ શિવકુમાર સોનીએ જામનગર સીટી બી પોલીસ મથકમાં કસ્ટમના અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.