આઇફોન, લકઝરી કાર, એલઇડી અને ઓડીયોના ઇમ્પોર્ટેડ પાર્ટસ ઉપર પણ વધુ કસ્ટમ ડ્યુટી લાગશે
નાણા પ્રધાન અરૂણ જેટલીએ જાહેર કરેલુ બજેટ મેઈક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે અનુકુળ બની રહેશે તેવું માનવામાં આવે છે. બજેટમાં ઘરેલુ ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં સનિક ઉદ્યોગોને વેગ આપવા આઈફોન તા ઓડિયો-વિડિયો સહિતની આયાતી ઈલેકટ્રોનિક વસ્તુ પરની કસ્ટમ ડયૂટી ૧૫ ટકાથી વધારી ૨૦ ટકા કરવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત લકઝરી કાર પર પણ ડયૂટી વધારવામાં આવી છે. જેટલીએ બજેટ જાહેર કરતા કહ્યું હતું કે, હું કસ્ટમ ડયૂટીમાં ઘટાડો કરવાની સામાન્ય પરંપરાથી વિરુધ્ધ દિશામાં જઈ રહ્યો છું. ફૂડ પ્રોસેસીંગ, ઈલેકટ્રોનિક, ઓટો-પાર્ટસ અને ફૂટવેર જેવા સેકટરોમાં ઘર આંગણે ઉત્પાદન વધે તે માટે કસ્ટમ ડયૂટીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાનો દાવો કરાયો છે.
સરકાર મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા ચોકકસ આઈટમો પરની કસ્ટમ ડયૂટીમાં હવેી વખતો વખત વધારો કરે તેવી શકયતા પણ છે. મોબાઈલ ફોન પરની કસ્ટમ ડયૂટી ૨૦ ટકા કરાઈ છે. ઉપરાંત કેટલાક પાર્ટસ અને એસેસરીઝ પર ૧૫ ટકા કસ્ટમ ડયૂટી લાદવાનો નિર્ણય લેવાયો છે. ટેલિવિઝનના પાર્ટસ પર ૧૫ ટકા કસ્ટમ ડયૂટી રાખવાનો નિર્ણય લીધો છે.
કાર, મોટરસાયકલ સહિતની ઈમ્પોટેડ વસ્તુઓ પર પણ કસ્ટમ ડયૂટીનો વધારો કરવાના નિર્ણયી મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે તેવું સરકારનું માનવું છે. ઓડી અને મર્સીડીઝ બેન્જ સહિતની કંપનીઓની લકઝરી કાર દોઢ થી દસ લાખ સુધી મોંઘી પડશે તેવી શકયતા છે. ઈમ્પોટેડ પ્રોડકટ પર સોશ્યલ વેલફેર પર સરચાર્જ નાખવાનો નિર્ણય લેવાયો છે. જે કંપનીઓ ભારતમાં પોતાનું ઉત્પાદન એકમ સપશે તે કંપનીઓને બહોળી રાહત આપવામાં આવશે. જે કંપનીઓ બહારી પાર્ટસ મંગાવીને વેપાર કરવાની ઈચ્છા રાખશે તેમને ઉંચી કસ્ટમ ડયૂટી ભરવી પડશે. એકંદરે મેઈક ઈન ઈન્ડિયાને બહોળુ પ્રોત્સાહન મળશે.
અગાઉ પણ સરકારે મેઈક ઈન ઈન્ડિયા યોજના હેઠળ ઉત્પાદન એકમો નાખનાર કંપનીઓને ઘણા પ્રોત્સાહનો આપ્યા છે. ટેકસમાં રાહત તેમજ વન વિન્ડો કલીયરન્સ તેમજ માળખાગત સુવિધાઓ પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ જે કંપનીઓ મેઈક ઈન ઈન્ડિયા અનુસરશે નહીં અને બહારી પાર્ટસ મંગાવશે તેવી કંપનીઓને ઉંચુ ડયૂટી ભરવી પડશે.
તમારે કેટલો આવક વેરો ભરવો પડશે?
નાણા પ્રધાન જેટલીએ પગારદાર વર્ગને રાહત આપી ની. જો કે, ૪૦ હજાર રૂપિયાના સ્ટાડર્ડ ડિડકશનની જાહેરાત કરી છે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ રિએમ્બર્સમેન્ટની સુવિધા આંચકી લીધી છે. ૪૦ હજાર સુધીની સ્ટાડર્ડ ડિડકશન જાહેર યું હોવા છતાં પગારદાર વર્ગને માત્ર રૂ.૫૮૦૦ પર જ વેરાકીય છૂટ મળશે.
જો કે કોને કેટલો લાભ મળશે તે હકીકત કરદાતા કયાં સ્લેબમાં આવે છે તે બાબત પર નિર્ભર રહેશે. ૫ ટકાના સ્લેબમાં આવનારને રૂ.૨૯૦, ૨૦ ટકા સ્લેબમાં આવનારને રૂ.૧૧૬૦ તો ૩૦ ટકાના સ્લેબમાં આવનારને રૂ.૧૭૪૦નો લાભ થશે. વાર્ષિક ૫ લાખ સુધીની આવક ધરાવનારને બાદ કરતા બાકીનાને આ લાભ પણ ની મળવાનો કારણ કે આવક વેરા પરના સેસના દરને ૩ ટકાથી વધારી ૪ ટકા કરાયો છે.
રેલવે સીસીટીવી અને વાઇફાઇ સાથે આધુનિક ‘વાઘા’ ધારણ કરશે
આગામી વર્ષોમાં રેલવે ટેકનોલોજી અને સુરક્ષા ઉપર વધુ ભાર મુકશે. નાણા પ્રધાન અ‚ણ જેટલીએ રૂ.૨૦૨૫ કરોડ સીગ્નલ અને ટેલીકોમ્યુનિકેશન સીસ્ટમ વિકસાવવા માટે ફાળવ્યા છે. આ ઉપરાંત રૂ.૧૧૪૫૦ કરોડને ટ્રેક રિન્યુઅલ કરવા આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રેલ સંરક્ષા કોશમાં રૂ.૭૩૦૬૫ કરોડ મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત રેલવે સ્ટેશનો તેમજ ટ્રેનોમાં વાઈફાઈ, સીસીટીવી કેમેરા, એસ્કીલેટર સહિતની સુવિધાઓ મુકાશે. સમગ્ર રેલવેને આધુનિક વાઘા પહેરાવાશે.
ભણતરને ડિજિટલાઇઝડ કરવા ૧ લાખ કરોડનો બુસ્ટર ડોઝ
નાણા પ્રધાન અરૂણ જેટલીએ દેશમાં શિક્ષણને ડિજીટલાઈઝ કરવા માટે રૂ.૧ લાખ કરોડ વાપરવાની તૈયારી દર્શાવી છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં તમામ શાળાઓમાં બ્લેક બોર્ડની જગ્યાએ ડિજીટલ બોર્ડ મુકવાની ગણતરી સરકારની છે.
આ ઉપરાંત પ્લાનીંગ અને આર્કિટેકચર માટે બે નવી શાળા તા ૧૮ આઈઆઈટી અને એનઆઈટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં શિક્ષણ પાછળ ફાળવાતા નાણામાં ૭.૮૬ ટકાનો ધરખમ વધારો યો છે. સમગ્ર શિક્ષણને ડિજીટલાઈઝ કરવાના હેતુી સરકારે કુલ ૧ લાખ કરોડની યોજના શરૂ કરી છે.
જંત્રી કરતા પાંચ ગણા ઓછી કિંમતની મિલકતોના દસ્તાવેજોને માન્યતા
ઘણા શહેરોમાં રીયલ એસ્ટેટના ભાવ ગગડી રહ્યાં હોવાથી કયારેક મિલકત જંત્રી કરતા નીચી કિંમતે વેંચાતી હોવાથી કર માળખાની મુશ્કેલીઓને નિવારવા સર્કલ રેટ પધ્ધતિ અમલમાં મુકવામાં આવશે. ખરીદનાર અને વેંચનારને પાંચ ટકા સુધીનું સર્કલ રેટ કેલ્યુકેલેશનનો લાભ સ્ટેમ્પ ડયૂટી અને કેપીટલ ગેઈન ટેકસમાં મળશે.
સરકારના આ નિર્ણયના પરિણામે અનેક મિલકતોના દસ્તાવેજોને માન્યતા મળશે. એકંદરે રીયાલીટી સેકટરને બુસ્ટર ડોઝ મળશે.