આયાત નિકાસ જાળવવા સાથે રૂ.૨૮૮૧૦ કરોડની આવક રળી
દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશના કસ્ટમ વિભાગે ૨.૧૪ લાખ કરોડ રૂપિયા આયાતી ઓર્ડરને મંજુરી સહિતની બહાલી આપીને લોકડાઉન દરમ્યાન રૂ ૨૮૮૧૦ કરોડની ડયુટીના રુપમાં આવક મેળવી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટર ટેક્ષીસ વિભાગે આપેલી વિગતો મુજબ ર૩મી માર્ચથી ૧૦ મે દરમિયાન કુલ ૨.૯૦ લાખ કરોડના આયાતકારી બિલની અને ૨.૮૫ લાખ નિકાસ લક્ષી શીપીંગ બિલનું કામકાજ થયું હતું. આ સમયગાળા દરમિયાન ૨.૧૪ લાખ કરોડ રૂ ની કિંમતની આયાતને પગલે રૂ.૨૮૮૧૦ કરોડ રૂ. ની ડયુટી વસુલવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ૨.૪૧ લાખના એક્ષપોર્ટ ઓર્ડર અને નિકાસનું કુલ ૭.૦૫ કરોડ રૂ નું કામ નોંધાયું હતું.
સીબીઆઇસી દ્વારા દેશભરમાં ચાલી રહેલા કોવિડ-૧૯ મહામારીથી કટોકટી દરમિયાન પોતાનું કામકાજ ઝડપી અને સરળ બનાવવા મહત્તમ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી વેપાર વ્યહવારને મંજુરી સરળ બનાવી કોઇપણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે વિભાગે નેશનલ ટેકનોલોજી દિવસની અસરકારક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉજવણી સાર્થક બનાવી હોવાનું સીબીઆઇસીએ જણાવ્યું હતું.ચીનના વુઆનમાંથી શરુ થયેલી કોરોના મહામારી સમગ્ર વિશ્ર્વમાં ભરડો લઇ ચુકી છે. ત્યારે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની ૧૩૦ કરોડની જનતાને આબાદ બચાવવામાં દેશમાં સોશિયલ ડિન્ટન્સીંગ અને લોકોને ઘરમાં સુરક્ષિત રાખવા માટે રરમી માર્ચે જનતા કફર્યુ, ર૩મી માર્ચે શરુ થયેલા લોકડાઉનને રપમી માર્ચથી શરુ કરી બે વખત લંબાવવામાં આવ્યું હતું. લાંબા ગાળાના લોકડાઉનના પગલે બંધ રહેલા વ્યાપાર ઉઘોગના સમયગાળા દરમિયાન કસ્ટમ વિભાગે ૨.૧૪ લાખ કરોડ રૂ પિયાના આયાતી ઓર્ડરોની મંજુરી અને બહાલીની સાથે માત્ર ૪૯ જ દિવસમાં રૂ .૨૮૮૧૦ કરોડ રૂ ની ડયુટીના ભાગ રુપે કમાણી નોંધાવીને વિક્રમ સર્જયો હતો.લોકડાઉન દરમિયાન દેશની આવશ્યક ચીજવસ્તુઓની માંગ જળવાય રહે અને વિદેશ સાથેનો વ્યવહાર યથાવત રાખી આયાતીને ધમધમતુ રહ્યું હતું. અને ૪૯ દિવસમાં જ ૨૮૮૧૦ કરોડ રૂ પિયાની સરકારને મહેસુલી આવક થઇ હોવાનું સૃીબીઆઇસીએ જાહેર કર્યુ હતું.