મારૂતીના ચેરમેન ભાર્ગવે કહ્યું કે કારની પસંદગી ગ્રાહક પર નિર્ભર
ઈ-વ્હીકલ ખરીદવા માટે ગ્રાહકોને દબાણ ન કરી શકાય તેમ મા‚તીના ચેરમેન આર.સી. ભાર્ગવે જણાવ્યું છે.
મા‚તી સુઝુકીનાં ચેરમેન ભાર્ગવે આગળ જણાવ્યું હતુ કે સરકારે ભારતનાં રસ્તા પર વધુને વધુ ઈ-વ્હીકલ એટલે કે ઈલેકટ્રોનિક કાર ઉતારવાની જે પહેલ કરી છે. તેની અમે સરાહના કરીએ છીએ પરંતુ ગ્રાહકને ધરાર ઈ વ્હીકલ જ ખરીદવા માટે દબાણ ન કરી શકાય. ગ્રાહકની પસંદગી, અનુકૂળતા,બજેટ પર નિર્ભર કરે છે કે તે ઈંધણયુકત વાહન ખરીદે અથવા ઈલેકટ્રીક વ્હીકલ (બેટરીવાળુ વાહન) ખરીદે તેને ચોકકસ વ્હીકલ ખરીદવા કંપની ફરજ ન પાડી શકે.
તેમણે આગળ જણાવ્યું હતુ કે અત્યારે ટેકનોલોજી અને ટેકનોસેવી લોકોનો યુગ છે. તેનાથી ઈનકાર કરી શકાય તેમ નથી. અમે ટેકનોલોજીની સાથે છીએ. અમારી હરીફાઈ ટોયોટા જેવી કંપની સાથે છે. આ જાપાની કંપની અત્યારે ટેકનોલોજી યુકત ઉત્પાદનો કાર બહાર પાડે છે. અગર સમયની માંગ હશે તો અમે ઈ-વ્હીકલ પણ ગ્રાહકોને આપવા તૈયાર છીએ. અમે ગ્રાહકો જે અપેક્ષા રાખે છે તેને પૂરી કરવા તત્પર છીએ. તેના પર ખરા ઉતરવા માગીએ છીએ.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર નીતિન ગડકરીએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનાં માર્ગો પર માત્ર ને માત્ર ઈલેકટ્રીક વ્હીકલ જ દોડાવવાનો પ્લાન જાહેર કર્યો હતો.
ભાર્ગવે અંતમાં કહ્યું કે સરકારનાં પ્લાનથી કાંઈ ઈંધણ યુકત કારનું બજાર ખતમ થઈ જવાનું નથી પરંતુ તેઓ આ ઉદ્યોગને નવી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેથી અમે ગંભીરતાથી વિચારતા થઈ ગયા છીએ.