કંડલાની કસ્ટમ કમિશનરની કચેરીના સંકુલમાં કસ્ટમના જ વર્ગ-૧ ના મહીલા અધિકારી પાસેથી રૂ ૪ હજારની લાંચ માગનારા આ કચેરીના કર્મચારી એવા કર સહાયક મુળ રાજસ્થાનના સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તાને ને પૂર્વ કચ્છ એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતો. કસ્ટમનો કર્મી આબાદ ઝડપાઇ જતાં આવા લાંચીયા કર્મચારી, અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
આ એંગે મળતી વિગતો મુજબ વડોદરાથી એકાદ વર્ષ અગાઉ બદલીને કંડલા કસ્ટમ હાઉસ કચેરીમાં આવેલા વર્ગ ૧ ના મહીલા અધીકારીએ એસીબીમાં ફરીયાદ કરી હતી. આ મહીલા અધિકારી અહી બદલીને આવ્યા બદ તેમના ટીટીએ (ટ્રાન્સફર એલાઉન્સ) આપવા તેમને હેરાનગતિ કરાતી હતી.
દરમ્યાન કંડલા કસ્ટમ કમિશનરની કચેરીમાં કર સહાયક તરીકે નોકરી કરતા અને ગોપાલપુરી રહેતા સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તાએ આ મહીલા અધિકારી પાસેથી ત્રણેક દિવસ અગાઉ લાંચ મગી હતી. તેમના ટીટીએના રૂ ૪૧,૭૦૦ ની અવેજીમાં ૧૦ ટકા લેખે આ લાંચીયા કર્મીએ રૂ ચાર હજારની માંગ કરી હતી. પરિણામે આ મહીલા અધિકારીએ એસીબીમાં ફરીયાદ કરી હતી.
દરમ્યાન એસીબીએ ડીજીટલ વોઇસ રેકોર્ડર સાથે છટકુ ગોઠવ્યું હતું. આ ફરીયાદી મહીલા સવારે કચેરીએ જઇ લાંચીયા કર્મીને ફોન કરતા તે લાંચની રકમ સ્વીકારવા વાહન પાકિંગવાળી જગ્યા પાસે આવ્યો હતો.
તેણે રૂ ચાર હજારની લાંચ સ્વીકારતાની સાથે જેએસીબીએ આ લાંચીયા કર્મીને રંગે હાથે ઝડપી લીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com