પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના સ્ટાફની પ્રામાણિકતા
કિરણબેન ડોડીયા અને કમળાબેન ખાંડવીએ સીસીટીવી મારફત ગ્રાહકની ઓળખ મેળવી તેઓને વધારાના પૈસા રૂબરૂ પરત આપ્યા
પ્રદ્યુમ્નનગર સબ ડિવિઝનમાં એક બેડીનાકા સબડીવીઝનના ગ્રાહક વીજ બિલની રકમ ભરવા માટે આવ્યા અને ઉતાવળમાં રૂ. 5280ની બદલે 50,500 આપીને જતા રહ્યા હતા. બાદમાં સ્ટાફે તેઓને શોધીને રૂ. 45000ની રકમ પરત આપી હતી. આ બાબતની જાણ કીરણબેન ડોડીયા એ રેવન્યુના સુપ્રીટેનન્ડન્ટને કરી. અને મહેનતુ પ્રમાણીક એવા કમળાબેન ખાંડવી એ કેશ બારીના કેમેરાના ફુટેજ મેળવીને આગળ પાછળની રસીદોનો હીસાબ મેળવીને માધાપર સબ ડિવિઝનના ગ્રાહક , બેડીનાકા સબડીવીઝનના ગ્રાહકનું સરનામું મેળવી નાયબ ઈજનેર જે. યુ.ભટ્ટ ને સાથે રાખી ખરેખર જે વ્યક્તિના વધારે પૈસા ભરાયેલા હતા તેમનો સંપર્ક કરી, બેન્ક માંથી ઉપાડ કરીને તે વ્યક્તિ દ્વારા ચુકવાયેલ વધુ નાણાં ખરેખર તેમના જ છે તેની ખાતરી કર્યા બાદ આપ્યા હતા. પ્રકાશભાઈ ચગ નામના આ ગ્રાહકને વધારાના રૂ.45000 પરત આપી ને આજના સમયમાં પ્રમાણીકતાનું તથા ફરજ પર ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડેલ છે
આવા પ્રમાણીક કર્મચારીઓ કમળાબેન ખંડવી તથા કીરણબેન ડોડીયા ને તેઓની સુંદર કામગીરી અંગે ડે. ઈજનેર જે.યુ.ભટ્ટ સહિતના અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.