ભવિષ્યમાં ન્યાય પ્રણાલી અને અર્થ વ્યવસ્થામાં મોટા પાયે ફેરફાર થશે
- ગુરૂ, શુક્ર, શનિનું વ્રકિ પરીભ્રમણની અસરો આપને શુફળ આપશે
- ગુરૂ ગ્રહ તારીખ ૧૪-પ થી ૧૨-૯-૨૦ સુધી વ્રકિ રહેશે
- શુક્ર ગ્રહ તારીખ ૧૩-પ થી રપ-૬-ર૦ સુધી વ્રકિ રહેશે
- શનિ ગ્રહ તારીખ ૧૧-પ થી ર૯-૯-ર૦ સુધી મકરમાં વ્રકિ રહેશે.
- ગુરૂ ગ્રહ મકર અને ધન રાશીમાં વ્રકિ રહેશે.
- શુક્ર ગહ વૃષભ રાશીમાં વ્રકિ રહેશે.
- શનિ ગ્રહ મકર રાશીમાં વ્રકિ રહેશે.
જેમાં ગુરૂ, શુક્ર જેવા ગ્રહ વ્રકિ થાય તો શુભ ફળ મળે છે અને શનિ જેવા પાપ ગ્રહ અશુભ ફળ આપનાર બને છે.
વ્રકિ એટલે ગ્રહોનું ઉલટી દિશામાં ભ્રમણ
જે ગ્રહ સુર્યની સામે આવે ત્યારે તે ઉલટી દિશામાં ભ્રમણ કરે છે આને આપણે વ્રકિ તરીકે ઓળખી છીએ.
ગુરૂને શુક્રનું વ્રકિ ભ્રમણ ભારત દેશ ભારતના ભવિષ્યના ધડતળ માટે ખુબ જ લાભદાય નીકળશે ગુરૂ સમૃઘ્ધિનો કારક છે જયારે શુક્ર આધુનિકનાનો કારક છે. આમ જોતા આવનારા સમયમાં ગુરૂ અને શુક્રનું વ્રકિ ભ્રમણ ભવિષ્યમાં ભારતને સમૃઘ્ધ બનાવે તેવું લાગે છે.
હાલ પુરતા સમયમાં જોઇએ તો કોરોનાનો પ્રકોપ શનિના વ્રકિ ભ્રમણ લીધે ભારત દેશવાસીઓને સતાવશે પરંતુ ભવિષ્યમાં ખુબ જ લાભકારક રહેશે.
ભારતનું ભવિષ્ય ઉજળુ બનશે ન્યાય પુરાણીમાં ધરખમ ફેરફાર ભવિષ્યમાં થવાના છે અર્થ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે.
કોરોનાની બીમારી માટે તારીખ ર૧-૬ ના રોજ આવનારૂ સુર્ય ગ્રહણ નિર્ણાયક રહેશે એવી મહામારીની અસર બધી જ રાશી પર એક સરખી રહેતી હોય છે. આથી સાવચેત રહી અને જીવન જીવવું જરૂરી છે.
રાશિ મુજબ અસરો
મેષ:- મે મહિનો ઉદવેગ અને ચિતા વાળો પસાર થાય ત્યારેબાદ સારૂ થાય
વૃષભ:- ભાગ્યબળમાં વધારો થાય મે મહિના બાદ નવી તક મળે તો ઝડપી લેવી
મિથુન:- વારસાકિય પ્રશ્નોનો ઉકેલ આવે કુટુંબ સાથે મેળ વધે
કર્ક:- દામ્પત્ય જીવનના પ્રશ્નો શાંતિથી અને વિચારીને ઉકેલવા
સિંહ:- સંતાનોના અભ્યાસમાં ઘ્યાન અપાવાથી ભવિષ્ય ઉજવળ બનશે શેર સટ્ટાથી દુર રહેવું
કન્યા:- જમીન, મકાનના પ્રશ્નોનો ભવિષ્યમાં ઉકેલ આવે
તુલા:- વધારે મહેનત બાદ ફળની પ્રાપ્તીની આશા રાખવી
વૃશિક:- લોકડાઉન બાદ આપના વ્યાપારમાં નવીન તક મળે
ધન:- જુન જુલાઇ મહિનો ખુબ સારો પ્રગતિકારક રહે તેવી શકયતા છે. બચત પર જોર રાખવું
મકર:- આળસથી દુર રહેવું તો જ આગળ વધારો આરોગ્યનું ઘ્યાન રાખવું
કુંભ:- આવક કરના ખર્ચા વધે બેચેની રહે
મીન:- અગત્યના નિર્ણયો સમજી વિચારીને લેવા તો જ લાભ મળશે.