રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-Vની એક ડોઝની કિંમત ભારતમાં 995.40 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જુલાઈમાં તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે, ત્યારબાદ તેના ભાવ નીચે આવશે. ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મહિનાના અંતમાં આ વેક્સિનના વધુ 30 લાખ ડોઝ રશિયાથી આવશે. ભારત પાસે હાલમાં ત્રણ કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-V કોરોના વેક્સિન છે. સ્પુતનિક-વીના 1.50 લાખ ડોઝ ભારતમાં ઉપલબ્ધ છે.

કેન્દ્ર સરકાર હાલમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન 250 રૂપિયામાં ખરીદી રહી છે અને તેનો ઉપયોગ રસીકરણ અભિયાનમાં કરે છે. જો કે રાજ્યો અને બજારમાં તેના જુદા જુદા ભાવો છે. 1 મેથી શરૂ થતાં 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને પણ આ રસી ખરીદવાની મંજૂરી આપી હતી. હાલમાં બંને કોવિશિલ્ડ અને કોવાક્સિન કંપનીઓ તેમના કુલ ઉત્પાદનનો અડધો ભાગ કેન્દ્રને આપે છે.

સ્પુતનિક–Vને આ દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે

ભારત સિવાય આ વેક્સિનને પડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશ તેમજ તુર્કી, ચીલી અને અલ્બેનિયા, રશિયા, બેલારુસ, આર્જેન્ટિના, બોલિવિયા, સર્બિયા, અલ્જેરિયા, પેલેસ્ટાઇન, વેનેઝુએલા, પેરાગ્વે, તુર્કમેનિસ્તાન, હંગેરી, યુએઈ, ઈરાન, રિપબ્લિક ઓફ ગિની, ટ્યુનિશિયા,આર્મેનિયા, મેક્સિકો, નિકારાગુઆ, રેપબ્લિકા શ્રીપસ્કા, લેબનોન, મ્યાનમાર, પાકિસ્તાન, મંગોલિયા, બહેરિન, મોન્ટેનેગ્રો, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ગેબોન, સેન-મેરિનો, ઘાના, સીરિયા, કિર્ગીસ્તાન, ગુયાના, ઇજિપ્ત, હોરાસુરા, ગ્વાટેમાલા, મોલ્ડોવા, સ્લોવાકિયા, અંગોલા, રિપબ્લિક ઓફ કોંગો, જીબૌતી, શ્રીલંકા, લાઓસ, ઇરાક, ઉત્તરી મેસેડોનીયા, કેન્યા, મોરોક્કો, જોર્ડન, નામીબીઆ, અઝરબૈજાન, ફિલિપાઇન્સ, કેમરૂન, સેશેલ્સ, મોરેશિયસ, વિયેટનામ, એન્ટિગુઆ અને બાર્બુડા, માલી અને પનામા ઇમરજન્સી મંજૂરી મળી ગઈ છે.

1 મેથી વેક્સિનેશનનું મહાઅભિયાન

લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે, રસીકરણનો કાર્યક્રમ 1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે.

તાજેતરમાં સ્પુતનિક-વીને મંજૂરી મળી

ભારતમાં તાજેતરમાં જ આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હતી. ભારતમાં રશિયાના નાયબ રાજદૂત રોમન બાબુશ્કિનના જણાવ્યા મુજબ ભારતે સ્પુતનિક રસીને ઈમરજનસી મંજૂરી આપીને બંને દેશો વચ્ચે વિશેષ ભાગીદારી માટે નવા દરવાજા ખોલ્યા છે. ભારતમાં સ્પુતનિક વી રસી બનાવતા ડો. રેડ્ડી લેબએ રસીના તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી માંગી હતી. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) એજન્સીએ જણાવ્યું હતું કે,ભારત સ્પુતનિક વી કોરોના વેક્સિન આપવામાં આવેલો 60 મો દેશ છે. RDIFના સીઇઓ કિરીલ દિમિત્રીવે જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આ રસીના 850 મિલિયન ડોઝ બનાવવામાં આવી રહ્યા છે. આ વિશ્વભરના લગભગ 425 મિલિયન લોકો માટે પૂરતું છે. આ રસી માટે 10 દેશો વચ્ચે ભાગીદારી થઈ છે.

શું હોય છે ઈમરજન્સી મંજૂરી?

વેક્સિન, દાવાઓ,ડાયગ્નોસ્ટિક ટેસ્ટ્સ અને મેડિકલ ડિવાઈસેસ માટે ઈમરજન્સી યૂઝ ઓથોરાઈજેશન લેવામાં આવે છે. ભારતમાં તેના માટે સેન્ટ્રેલ ડ્રગ્સ સ્ટેડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈજેશન (CDSCO) રેગ્યુલેટરી બોડી છે.CDSCO વેક્સિન અને દવાઓ માટે તેની સેફ્ટી અને અરસના આકલન બાદ મજુરી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.