રિપોર્ટર: પ્રતિપાલસિંહ ઝાલા
તસવીર: શુભ આસયાણી
અબતક, રાજકોટ
દેશમાં આજે ફર્ટિલિટી રેટનો ઘટાડો ચિંતાજનક સમસ્યા છે. વ્યન્ધીત્વથી પીડાતા દંપતી પર આની અસર જોવા મળે છે ત્યારે ઘણા કારણો પણ તેની પાછળ કાર્યરત રહેતા હોય છે તેમાંનું એક પહેલાના સમયમાં પુરુષોમાં જ્યારે ખામી શુક્રાણુ ની ખામી જોવા મળતી જ્યારે આ ખામીને ના કારણો માં માદક પદાર્થ નું વ્યસન,લાઈફસ્ટાઈલ જેવી બીજી સમસ્યાઓ જવાબદાર રેહતી ત્યારે પુરુષના મનમાં આનું નિવારણ કરવા માટે સંકોચન રહેતું સ્વીકૃતિ ન હતી.ત્યારે હાલના સમયમાં TESA ,PESA, TESE જેવી ટ્રીટમેન્ટએ પુરૂષના શુક્રાણુ ની ખામીને નિર્વાણ માટેની સરળ અને ઝડપી ટ્રીટમેન્ટ બની છે. આજના સમયમાં જ્યારે પુરુષ પોતાના પોતાના શુક્રાણુના કાઉન્ટ ઓછા કે સાવ ખાલી થઇ ગયા હોય છે તેની પણ ટ્રીટમેન્ટ કરાવી શુક્રાણુના કાઉન્ટ માં વધારો કરી પોતે પિતા બની શકે છે.
તેની સ્વીકૃતિ રાખી વિના સંકોચે TESA ,PESA, TESE ટ્રીટમેન્ટની સારવાર મેળવે છે. તેમજ ફર્ટિલિટી રેટમાં ઘટાડા પાછળના અન્ય કારણોમાં ક્યાંક લાઈફ સ્ટાઈલ માં અનિયમિત નિંદ્રા ખાવા-પીવામાં જંકફૂડનો વધારો તેમજ કારકિર્દી પાછળ લગ્ન સમયસર ન કરવા અને બાળકનું પ્લાનિંગ પણ સમયસર ન કરવું એણે ઇન્ફર્ટિલિટી નો વધારો કર્યો છે અને ફર્ટિલિટી રેટમાં ઘટાડો કર્યો છે .હાલ દેશમાં આ સમસ્યાને લઇ આઇવીએફ નિષ્ણાતોએ જણાવ્યું કે લોકોએ એજ્યુકેટે થવું જોસે આપણે ઇન્ફર્ટિલિટી માં વધારો લઈ આવા જાગૃત થવું જરૂરી છે. ફર્ટિલિટી નો ઘટાડો ઘણા સમયથી જોવામાં આવે છે પરંતુ હવે તેના સોલ્યુશન માટે લોકોએ પોતાના જીવનના ફેરફારો કરવા જરૂરી છે. જેવા કે સમયસર લગ્ન કરવા જો કારકિર્દીનું વિચારતા હોય અને બાળક માટેનું પ્લાનિંગ મોળુ કરવા ઈચ્છતા હોય. એવા કપલે એગ ફ્રીઝિંગ નો વિકલ્પ પસંદ કરવો તે અતિ ઉત્તમ છે. લાઈફ સ્ટાઈલને લઈ ખાવા-પીવામાં હેલ્ધી ખોરાક નો આગ્રહ વધારે રાખવો નિયમિત નિંદ્રા કરવી તેમજ આઇવીએફ ટેકનોલોજીની પદ્ધતિ ની સારવાર વળે આવનારા દિવસો માં ફર્ટિલિટી રેટમાં વધારો કરી શકાય છે.
એગ ફ્રીસિંગ ફેમિલી પ્લાનિંગ માટેનો ઉત્તમ વિકલ્પ બન્યું છે. આજના સમયમાં જે મહિલાને પોતાના કરિયરને લઈ અને પોતાના કામમાં મહત્વકાંક્ષી બની આગળ વધવું છે. તેમજ લગ્નના થોડા સમય બાદ જો બાળકનું પ્લાનિંગ કરવા ઈચ્છતા હોય તેવા કપલ માટે એગ ફ્રીસિંગ એ ઉત્તમ વિકલ્પ છે.ખૂબ જ સરળતાથી અને માત્ર 10 મિનિટની ટ્રીટમેન્ટ દ્વારા મહિલા પોતાના સ્ત્રી બીજનું સ્ટોરેજ કરાવી અને ત્યારબાદ જ્યારે તેમની ઇચ્છા હોય ત્યારે તે એગ ફ્રીસિંગ ની ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભ ધારણ કરી માતા બની શકે છે. આ ટ્રીટમેન્ટ સ્ત્રીબીજ ને અમર્યાદિત સમય સુધી સ્ટોરેજ કરી રાખવામાં આવે છે. તેમજ દર વર્ષે આનું લેબોરેટરીમાં મેન્ટેનન્સ કરવાનું હોય છે.
પુરુષોની શુક્રાણુઓની ખામીને દૂર કરતી
TESA ,PESA, TESE ટ્રીટમેન્ટ: ડો.રૂકેશ ઘોડાસરા
આઇવીએફ સ્પેશ્યલિસ્ટ, એન્ડોસ્કોપી સર્જન
ઘણા સમયથી અમે પણ જોઈ રહ્યા છીએ ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે અને તે સારા સમાચાર ન ગણાય. પુરુષોમાં ઘણી વખત શુક્રાણું કાઉન્ટ ઓછા તેમજ સાવ ખાલી હોય એવા કેશ માં પેહલા ના સમયમાં પુરુષ રિપોર્ટ કરાવતા સંકોચતા પરંતુ હાલ પુરુષના શુક્રાણુની માં ખામી હોય તો તેને ઝઊજઅ,ઙઊજઅ,ઝઊજઊ જેવી ટ્રીટમેન્ટ વળે પિતા બનવાનું શુખ પ્રાપ્ત થઈ શકે છે.આ ટ્રીટમેન્ટ માં પુરુષના શુક્રાણુ ઓછા કે ખાલી થઈ ગયા હોય તો તેને નવસર્જન કરી તે પુરુષ સ્પર્મ ડોનેટ કરી પિતા બની શકે છે શમયફ પદ્ધતિ હવે પુરુષ શુક્રાણુઓની ખામીને હોય તોપણ પિતા સરળતાથી બની શકે છે. તેમજ અન્ય કરણો માં ફર્ટિલિટી રેટમાં ઘટાડો જોવા જાયતો લાઈફ સ્ટાઈલ માં અનિયમિત નિંદ્રા, ખાવા-પીવા માં વધુ જંગ ફૂડ લેવાથી ફર્ટિલિટી રેટમાં ઘટાડો જોવામાં આવે છે.
ફરિયાદના કારણે લેટ મેરેજ કરવા બાળકનું પ્લાનિંગ મોઢું રાખવું તેના કારણે પણ ફર્ટિલિટી રેટમાં ઘટાડો જોવા મળે છે. નાના સેન્ટરમાં ટ્રીટમેન્ટ હવે કાર્યરત છે અને ફર્ટિલિટી રેટમાં વધારો ક્યાંક ટ્રીટમેન્ટમાં ટેકનોલોજી દ્વારા લાવી શકાય છે ફર્ટિલિટી વધારવામાં પણ થોડોક સમય લાગશે થોડાક વર્ષોમાં સોશિયલ રીઝન થી પણ એક મિટિંગ હવે થવા લાગ્યું છે જે મહિલાને પોતાના લેટ મેરેજ કરવા છે કરિયરમાં આગળ વધવું છે તે એક ત્રીજો વિકલ્પ પસંદ કરે છે સોશિયલ એગ ફ્રીસિંગ નો ટ્રેન્ડ વધારે જોવા મળે છે. સિંગલ પેરેન્ટ નો કોન્સેપ્ટ મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે.
એક પ્રસંગમાં મહિલાને કોઈ જોખમ રહેતું નથી સરળતાથી આ ટ્રિટમેન્ટ કરવામાં આવે છે માત્ર 10 મિનિટ ની પ્રોસિજર આ ટ્રીટમેન્ટમાં કરવામાં આવે છે. ભારતમાં નો ફ્રેન્ડ હવે જોવા મળી રહ્યો છે.25 થી 30 વર્ષની ઉંમર મહિલા માટે એગ ફ્રીઝિંગ માટેની ઉત્તમ ઉંમર ગણી શકાય. ઇનફર્ટિલિટી સોસાયટી પ્રયત્ન કરે છે કે વ્યન્ધીત્વ ટ્રીટમેન્ટમાં મેડિકલ કવર મળે. મોટાભાગની કંપનીઓ હજુ મેડિકલ ખબર પડતી નથી અમુક કંપનીઓ લગભગ મેડિકલ કવર આપે છે.
20 થી 30 વર્ષ ની ઉંમર એગ ફ્રીઝિંગ માટે યોગ્ય
ડો.સંજય દેસાઈ (આઇવીએફ નિષ્ણાત)
ઘણા સમયથી ને અનુભવવા મળે છે કે ફર્ટિલિટી રેટમાં ઘટાડો જોવા મળ્યો છે વ્યક્તિત્વના કે શોધવાનું ઘણા સમય થયા જોવા મળી રહ્યું છે.જેમાં લાઇફસ્ટાઇલ તણાવયુક્ત થતી જાય છે. લગ્નજીવનને લઈ સમયસર ની શરૂઆત પણ ઘણી વાર શક્ય નથી બનતી. તમાકુના વ્યસનને લઈ પુરુષો માં વ્યન્ધીત્વ નું પ્રમાણ વધારે જોવા મળે છે. વ્યન્ધીત્વના કેશ વધી રહ્યા છે ફર્ટિલિટી ના રેટ ઘટી રહ્યા છે. અમારા જેવા આઇવીએફ નિષ્ણાત ટેકનોલોજી વિકસાવી રહ્યા છે અને સાથો સાથ ફર્ટિલિટી રેટ વધે તેના પ્રયાસો કરી રહ્યા છે.
આના થકી આવનારા દિવસો માં ફર્ટિલિટી રેટ માં વધારો આવી શકે છે. બેનોની શારીરિક રચના એવી હોય છે જેમાં એક ફિક્સ માત્રામાં અંડાશય કાર્યક્ષમ હોય છે બહેનોના અંદાજે 10 વર્ષથી લઈ 35 વર્ષ સુધી કાર્યરત રહેતા હોય છે 35 વર્ષ બાદ બહેનોના અંડાશયમાંથી સ્ત્રીબીજ છૂટું પડવાની પ્રક્રિયા ઝાંખી થઈ જતી હોય છે બીજ ની કોલેટી પણ નબળી પડે છે જેના કારણે ગર્ભ બનવાની શક્યતા ઓછી રહે છે. જે બહેનો કેરિયર ઓરેન્ટેડ તેમજ મહત્વકાંક્ષી છે પોતાના જીવનમાં કરવા માટે અને પોતાના લાઈફ સ્ટાઈલને લઈને પણ તેઓ આગળ વધતા હોય છે ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે તમે એગ ફ્રીઝિંગ કરાવી શકો તો સારું આપની ફર્ટિલિટી સ્ટ્રેનથ ઓછી થાય તેને લઈને વ્યન્ધીત્વનો સામનો કરવો પડે તે ન થાય તે માટે એગ ફ્રીઝિંગ કરાવવું જરૂરી. ત્યારબાદ જ્યારે પણ બહેનો છે ત્યારે તેઓ ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપી શકે છે. જે લોકો સુધી એક્ટિંગ ની માહિતી છે તેઓ અમારા નિષ્ણાતો પાસે ચોક્કસથી એક્ટિંગ કરાવતા હોય છે. મેડિકલ કેલ્મ બીમારીમાં મળતી સુવિધા છે પરંતુ હજુ એગ ફ્રીઝિંગમાં માં આવું કંઈ જોવા મળતું નથી.
ડિટોક્સીફિકેશન અને પંચક્રિયાની પ્રોસેસ એગની ક્વોલિટીમાં આપે શ્રેષ્ઠ પરિણામ: ડો.પ્રતીક્ષા દેસાઈ
(એમ.ડી ગાયનોલોજીસ્ટ આયુ)
આયુર્વેદિક ડોક્ટર ના મતે મારે એટલું જ કહેવું છે.એગ ફ્રીસિંગ કરવાની નોબત આવે ત્યારે આયુર્વેદની મદદથી જો ડિટોક્સીફિકેશન અને કેટલી પંચ ક્રિયા ની પ્રોસેસ લેડી ઉપર કરી પછી જો એમના પર ઓવમ પિક અપ કરવામાં આવે તો એગની કોલીટી શ્રેષ્ઠ મળે છે તેમાં જેનેટિક મટીરીયલ તંદુરસ્તી મેળવી શકાય છે. એગ ની કોન્ટીટી અને તેમની લાઇફ સ્ટાઇલ અને ડાયટ ચેન્જ કરવા માટે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરીએ તો શ્રેષ્ઠ પરિણામો મળે છે.
ત્રણ મહિના આ પ્રોસેસ ચાલે છે જેમાં તેમની હિસ્ટ્રી જાણવામાં આવે છે. ત્યારબાદ તેમની લાઇફ સ્ટાઇલ અને ડાયટ ને ચેન્જ કરવા માટે જે વિસ્તારમાં તે રહે છે તેની પ્રકૃતિ મુજબ ના ફેરફારો કરવામાં આવે છે. આ પ્રક્રિયા થી નવી ઓવ્યુલ્સન પ્રોસેસર માં મદદ મળે છે. બીજી પંચકર્મ ની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.જેમાં વિરેચન ટ્રીમેન્ટ દ્વારા શરીરમાં ડિટોક્સીફિકેશન ને દૂર કરવાના હોય છે.બસ્તિ ટ્રીટમેન્ટ માં મેડિસિન એનોરેકટલ રૂટ દ્વારા આપવામાં આવે છે. મહિનામાં અઠવાડિયે 8 કે 10 દિવસે એકવાર આ કોર્સ કરવાનો રહે છે. સંપૂર્ણ કોર્ષ સાથે તેમના ડાયટ પર ખૂબ ધ્યાન રાખવામાં આવે છે અને તેમને મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું હોય છે.
મહિલાઓ વગર જોખમે સરળતાથી એગ ફ્રીસિંગની ટ્રીટમેન્ટ મેળવી શકે છે
સ્ત્રીની 25 થી 30 વર્ષની ઉંમર સ્ત્રીબીજ સ્ટોરેજ માટે ઉત્તમ ગણાય છે
સિંગલ ચાઈલ્ડ પેરેન્ટ માટે એમ્બ્રિયો ફ્રીઝિંગ ખૂબ ફાયદાકારક: ડો.કૈલાસ ઓચવાણી (આઇવીએફ નિષ્ણાત)
ફર્ટિલિટી રેટ આજે નીચો જોવા મળે છે તે સમાચાર ખરાબ કહેવાય તેના કારણોમાં લાઈફસ્ટાઈલ અને લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે જોવા મળે છે. સમયસર લગ્ન ન થવા , કારકિર્દીની મહત્વકાંક્ષા માં પણ લોકો કેમ બાળક રાખવા માટે સમય લગાડે છે આવા કારણોસર ફર્ટિલિટી રેટ ઘટેલો જોવા મળે છે. લોકોને અરલી મેરેજ માટે કાઉન્સલિંગ કરવું આ કાઉન્સલિંગ માં અન્ય બીજી ચર્ચા કરવી જેથી ફર્ટિલિટી રેટ વધારવામાં ઉપયોગી બને. ભારતમાં એગ ફ્રીઝિંગ ને લઇને હજુ જાગૃતતા ઓછી છે. એગ ફ્રીઝિંગ અત્યારના સમયમાં મેડિકલ સાયન્સની ખૂબ મોટી ભેટ છે. સરળ રીતે થાય એવી પ્રોસેસ છે. મહિલાને આની પ્રોસેસ માં જોખમ રહેતું નથી. સિંગલ ચાઈલ્ડ પેરેન્ટ માટે એમ્બ્રિયો ફ્રીઝિંગ ખૂબ ઉપયોગી બને છે.લેટ મેરેજ માટે એગ ફ્રીઝિંગ ખૂબ સારો વિકલ્પ છે.
ફેમિલી પ્લાનિંગ માટે એગ ફ્રિઝિંગનો વિકલ્પ લાભદાયી નિવડે છે : ડો.ગીતા માકડીયા ગાયનોલોજીસ્ટ, આઇવીએફ નિષ્ણાંત
આજની લાઇફ સ્ટાઇલ ને લઈ ફર્ટિલિટી રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે આપણા માટે સારા સમાચાર બિલકુલ ના કરી શકાય. લાઇફસ્ટાઇલ માં વાત કરી સુવાથી માંડી ખાવા-પીવાની અને ખાસ મેદા વાળી વસ્તુઓ આરોગવા થી શરીર પર આની અસર થવાથી ફર્ટિલિટી રેટમાં ઘટાડો થાય છે મોડું લગ્નમાં થાય અને બાળક માટેનું 35 વર્ષે બાળકનું પ્લાનિંગ કરવામાં આવે ત્યારે જે એગ ની ક્વોલિટી હોય છે તે એટલી હેલ્ધી હોતી નથી. તે પણ ફર્ટિલિટી પર અસર કરે છે. જો લગ્ન મોળા કરવા હોય અને કારકિર્દીને લઈને પણ બાળકના પ્લાનિંગ મોળું કરવું હોય ત્યારે એગ ફ્રીઝિંગ ખૂબ સારો વિકલ્પ છે. 30 વર્ષ સુધીની ઉંમરમાં એગ ફ્રીઝિંગ કરાવવું હિતાવહ છે. અને તે લાભદાયી પણ નીવડે છે 11 જેટલી વીમા કંપનીઓ દ્વારા એગ ફ્રીઝિંગને મેડિકલ કવર માં સામેલ કરવામાં આવ્યું છે
સોશિયલ ગોલ પાછળ મેરિટલ અને બાળકોનો ગોલ પોસ્પોન્ડ ન કરવો જોઈએ: ડો.દર્શન સુરેજા
ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ, ટેસ્ટયુબ બેબી નિષ્ણાત
ફર્ટિલિટી નું લેવલ ઘટે એ ચિંતાજનક વિષય છે તેના માટે ટાઈમે પ્રેગ્નન્સી પ્લાન કરી લેવું જોઈએ. સોશિયલ ગોલ પાછળ મેરિટલ અને બાળકોનો ગોલ પોસ્પોન ન કરવો જોઈએ.ફેમીલી કમ્પ્લીટ કરવા ને પહેલી પાયોરિટી આપવી કારણ વગરનું સ્ટ્રેસ લેવાથી પણ ઇન્ફર્ટિલિટી માં ઘટાડો જોવા મળે છે. નકામી વસ્તુને આપણે દૂર રાખવી જરૂરી છે જેથી ફર્ટિલિટી રેટમાં ઘટાડો આવે નહીં.મહિલાઓ માં સ્ત્રી બીજ ની કોથળી ની ક્ષમતા ફિક્સ હોય છે સ્ત્રીની ઉમર માં વધારો થાય છે.તેમ એગ ની ક્વોલિટીમાં ઘટાડો જોવા મળે છે.
40 વર્ષ બાદ કોથળી ની ક્ષમતા સાવ ઘટી જાય છે. જેથી પ્રેગ્નન્સી રાખવામાં મુશ્કેલીઓ જોવા મળે છે. તેમજ કારકિર્દીને લઈને કામને મહત્વતા વધારે આપવામાં આવતી હોય અને બાળક પ્લાનિંગ કરવામાં પણ મોડુ કરવામાં આવે છે. ત્યારે એગ ફ્રીઝિંગ એ ખૂબ મહત્વનો વિકલ્પ બન્યો છે .અમારી પાસે પણ લોકો એગ ફ્રીઝિંગ નું પૂછતા આવે છે. મહિલાને એગ ફ્રીસિંગ માં આઇવીએફની પ્રોસિજર માંથી જ પસાર થવાનું હોય છે. નાની ઉંમરના બહેનો ના એગ ઘણી વખત વહેલા ખાલી થઈ જતા હોય છે. કેવી રીતે ઇન્ફર્ટિલિટી પણ નાની ઉંમરની બહેનો માં જોવા મળે છે. ત્યારે જોવા જઈએ તો 25 થી 30 વર્ષની અંદર માં એગ ફ્રીઝિંગ કરવામાં આવે તેમના માટે હિતાવહ છે.એગ ફ્રીઝિંગ ની મેડિકલ ટ્રીટમેન્ટ ખર્ચાળ હોય છે. આની પ્રોસેસ ખૂબ જ ખર્ચાળ હોય છે ત્યારે આમાં અત્યાર સુધી કોઈ વીમા કંપની મેડિકલ કવર આપતી ન હતી ત્યારે જો વીમા કંપની અમુક રૂપિયા સુધીની કવર ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ આપે તો તે ખૂબ સારી બાબત છે.
ગર્ભાશયને લઈ ગર્ભ ન રહે એવા જ કેસમાં સેરોગેસી કરવામાં આવે
છે: આઇવીએફ નિષ્ણાંતો
સ્ત્રી નું ગર્ભાશય ગર્ભ ધારણ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે તે સ્ત્રી અને તેના પતિના જેનેટિક મટીરીયલ સ્ત્રીબીજ અને પુરુષ બીજ લઈ લેબોરેટરીમાં ગર્ભ બનાવીએ અને એ ગર્ભ ને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં કે જેનું સ્વાસ્થ્ય તંદુરસ્ત છે જે પ્રેગ્નન્સી રાખવામાં સક્ષમ છે તેના ગર્ભમાં આ ગર્ભનું રોપણ કરવામાં આવે છે.નવ મહિના સુધી એ ગર્ભનો વિકાસ થાય છે.જેનેટકલી એ બાળક એ પહેલી સ્ત્રીનું છે.ડિલિવરી બાદ એ બાળક ને પેહલા કપલ ને સોંપી દેવામાં આવે છે. જે કેસમાં ગર્ભાશયને લઈ ગર્ભ નથી રહેતો એવા જ કેસમાં સેરોગેસી કરવામાં આવે છે.
એગ ફ્રીઝિંગની 15 દિવસની ટ્રીટમેન્ટ સાથે વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચ લાખથી દોઢ લાખનો રહે છે
એગ ફ્રીઝિંગ ની ટ્રીટમેન્ટ માં આઇવીએફ માં જે રીતે ઇન્જેક્શન આપવામાં આવે છે. તેવી જ રીતે એગ ફ્રીઝિંગ માં હોર્મોન્સના ઈન્જેકશન આપવામાં આવે છે.8 થી 10 દિવસનો કોર્સ કરવાનો રહે છે. માસિક સ્રાવના બીજા અથવા પાંચમા દિવસ પછી ઇન્જેકશન આપ્યા બાદ હળવા એનેસ્થેસિયા આપી સોનોગ્રાફી ના ગાઇડન્સ માં તેમના અંડાશયમાંથી બીજ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ગર્ભ મુકવા ની જે પ્રક્રિયા છે એ બાદ કરતાં બાકી નું બધું કામ આઇવીએફ ટ્રીમેન્ટ જેવું કરવામાં આવે છે. અંદાજીત 80 હજાર થી 1,00,000 લાખ નો ખર્ચ સ્ત્રીબીજ લઈ અને તેને સ્ટોરેજ કરવા માટે લાગતો હોય છે ત્યારબાદ વાર્ષિક તેનું મેન્ટેનન્સ 10 થી 20 હજાર નું રહે છે.
કેન્સર જેવી બીમારી માં સ્ત્રીબીજ અને શુક્રાણુ ફ્રીઝિંગ દંપતી ને સંતાન પ્રાપ્તિ આપી શકે
કેન્સર જેવી બીમારીથી પીડાતા મહિલાઓને કીમો થેરાપી લેતા પહેલા એગ ફ્રીસિંગ કરવું જોઈએ જેથી કેન્સરની સારવાર બાદ તે ફરી માતા બની શકે છે. સ્ટોર કરેલા તેમના એગ દ્વારા તે ફરી માતા બનવાનો પ્રભુત્વ મેળવે છે. એજ રીતે પુરુષ પણ કિમો થેરાપી પેહલા પોતાના શુક્રાણુ ફ્રીઝિંગ કરવી ત્યાર બાદ કેન્સર ની સારવાર મેળવી ફરી પિતા બની શકે છે.ઉસાઈટ અને સિમેન ફ્રીઝિંગનું આ મેડિકલ સાયન્સ ખૂબ જ સારૂ છે.