૨૦૦ મિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી કંપની બની રિલાયન્સ: સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં
મુકેશ અંબાણી સંચાલીત રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રાઝ લીમીટેડ આજે નવો ર્કિતમાન હાંસલ કર્યો છે. રિલાયન્સ ૨૦૦ મીલીયન ડોલર માર્કેટ કેપ ધરાવની કંપની બની જવા પામી છે જેથી વસ્યુ ટીસીએસ અને એચડી એફસીથી વધુ થવા પામે છે. આવુ કરનાર રિલાયન્સ વિશ્ર્વની ૪૪મી કંપની બની છે. રિલાયન્સે આજે નવો કિર્તીમાન હાંસલ કર્યો હોવા છતા સપ્તાહના અંતીમ ઉછરો શેર બજારમાં ઉતાર ચઢાય જોવા મળી હતી. આજે ઉધડતી બજારે સેનસેકસ તથા નિફટી રેડ ઝોનમાં કામકાજ કરતા નજરે પડયા હતા. ગઇકાલે શેરબજારમાં ૫૫૦થી વધુ પોન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જો કે થોડીવારમાં આજે બજાર ફરી ગ્રીનઝોનમાં આવી ગયુ હતું.
ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત તનાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાને ભરડો પણ વધી રહ્યો છે. જેના કારણે શેર બજારમાં સતત ઉતર ચઢાવ જાવા મળી રહ્યો છે. આજે સપ્તાહના અંતીમ દિવસે મુંબઇ શેર બજારના બન્ને આગેવાન ઇન્ડેકસ રેડ ઝોનમાં ખુલ્યા હતા. ત્યાર બાદ બજારમાં તેજી જોવા મળી હતી. આ લખાય રહ્યુ છે ત્યારે સેનસેકસ ૨૮ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮૮૬૯ અને નીફટી ૧૧ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧૪૬૦ પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.