- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને સમરસ પેનલના પ્રણેતા દિલીપ પટેલ નો હાથ ઉપર રહ્યો
- જ્યારે શહેર ભાજપ લીગલ સેલના ચેરમેનના બે હોદ્દેદારો અને બે કારોબારી સભ્યોનો વિજય
- સમરસ પેનલન ફાળે પ્રમુખ, ઉપપ્રમુખ ,લાયબેરી સેક્રેટરી ,મહિલ અનામત મળી સાત કારોબારી પર કબ્જો કાર્યદક્ષ પેનલના ફાળે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને બે કારોબારી સભ્યો વિજય
- રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી વર્ષ 2025 ની ચૂંટણી શહેરના જામનગર રોડ ઉપર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે પ્રથમ વખત યોજાઈ હતી. પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં આ વર્ષે
ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ મેદાનમાં આવતા બાર એસોસીએશનની ચૂંટણીનો માહોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવો જામ્યો હતો. રાજકોટ બાર એસોસીએશનનીના પ્રમુખ પદ સહિત જુદા જુદા 16 હોદા પર 51 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાન નીરસ રહ્યું હોય તેમ 7 ટકા મતદાનનો ઘટાડો થયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં 57.37 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સમરસ પેનલન ફાળે પ્રમુખ, ઉપપ્રમુખ ,લાયબેરી સેક્રેટરી ,મહિલ અનામત મળી સાત કારોબારી કબજામા અને કાર્યદક્ષ ના ફાળે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને બે કારોબારી સભ્યો વિજેતા બન્યા છે જ્યારે એક્ટિવ પેનલનો સફાયો થયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ચૂંટણીની તારીખ જાહેર કરતા વકીલો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી પહેલા ભાઈચારાના ભાવે યોજાતી હતી. બાદમાં રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત વકીલો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપ પ્રેરિત વકીલોની એકતા તૂટી હોય તેમ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ સામસામે ટકરાય છે. ત્યારે આ વર્ષે જામનગર રોડ ઉપર નવનિર્માણ પામેલી નવી કોર્ટમાં પ્રથમ વખત યોજાયેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ સહિત સ્વતંત્ર મળી51 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવ્યા હતા. જેમાં પરેશ મારૂની સમરસ પેનલ, પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ વચ્ચે ખરા-ખરીનો જંગ જોવા મળ્યો હતો બાદ
રાજકોટ બાર એસોસીએશનની આજે યોજાયેલી ચૂંટણીમાં કોર્ટ કમ્પાઉન્ડમાં સવાર 9 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થયો હતો. વકીલો મતદાન કરી પોતાના ઉમેદવારને જીતાડવા બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં 3699 મતદાર વકીલોમાંથી 2122 જેટલા વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાન ઘટ્યું હોય તેમ 57.37% મતદાન નોંધાયું હતું. બાદમાં બપોર બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે મત ગણતરીમાં મોડી રાત સુધી મત ગણતરી ચાલી હતી. બંને પેનલે જીતના વિશ્વાસ સાથે વિજ્યોત્સવની તૈયારી કરી હતી. મતગણતરી દરમિયાન મોડી રાત સુધી વકીલો ચૂંટણી પરિણામ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાન નીરસ રહ્યું હોય તેમ 7 ટકા મતદાનનો ઘટાડો થયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં 57.37 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સમરસ પેનલન ફાળે પ્રમુખ, ઉપપ્રમુખ ,લાયબેરી સેક્રેટરી ,મહિલ અનામત મળી સાત કારોબારી કબજામા અને કાર્યદક્ષ ના ફાળે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને બે કારોબારી સભ્યો વિજેતા બન્યા છે જ્યારે એક્ટિવ પેનલનો સફાયો થયો છે. બાર એસોસેશનની ચૂંટણીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને સમરસ પેનલના પ્રણેતા દિલીપ પટેલ નો હાથ ઉપર રહ્યો છે જ્યારે શહેર ભાજપ લીગલ સેલના ચેરમેનના ફાળે બે હોદ્દેદારો અને બે કારોબારી સભ્યો વિજય બન્યા છે જ્યારે વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી ની પેનલ પરાજય થયો છે. બાર ની ચૂંટણી ના સમીકરણો બદલાયા છે જેની અસર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં
એક્ટિવ પેનલને વકીલોએ નિષ્ક્રીય કરી નાખી
બાર એસોશીએસનની ગત તા.20 ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણી મોડી રાત્રે પરિણામ આવતા વકીલ આલમમાં આંચકાજનક ગણાવય રહ્યું છે. જેમાં એક્ટિવ પેનલનો સફાયો થતા વકીલોમાં ચર્ચાતી વિગત મુજબ એક્ટિવ પેનલને વકીલોએ નિષ્ક્રીય કરી નાખી છે. નવા કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ બાદ ટેબલ પ્રશ્ર્નનો થયેલા વિવાદના કારણે પણ એક્ટિવ પેનલને નડી ગયાનું ચર્ચાય રહ્યું છે.
વિજેતા હોદ્દેદારો
- પ્રમુખ પરેશ મારુ 799 સમરસ
- ઉપપ્રમુખ સુમિત વોરા 1152 સમરસ
- સેક્રેટરી સંદીપ વેકરીયા 999 કાર્યદક્ષ
- જો. સેક્રેટરી જીતેન્દ્ર પારેખ 756 કાર્યદક્ષ
- લાયબ્રેરીસેક્રેટરી કેતન મંડ 1129 સમરસ
- ટ્રેઝરર પદે પંકજ દોંગા 884 સમરસ
મહિલા અનામત કારોબારી સભ્ય
- રક્ષાબેન ઉપાધ્યાય 868 સમરસ
9 સામાન્ય કારોબારી સભ્યો
- 1 પ્રગતિ કાપડિયા 1081 સમરસ
- 2 તુષાર દવે 940 સમરસ
- 3 નિકુંજ શુક્લ 892 સમરસ
- 4 સંજય ડાંગર 881 સમરસ
- 5 પરેશ પાદરીયા 849 સમરસ
- 6 અશ્વિન રામાણી 849 સમરસ
- 7 કિશન રાજાણી 809 કાર્યદક્ષ
- 8 મુનીસ સોનપાલ 776 સમરસ
- 9 હિરેન ડોબરીયા 757 કાર્યદક્ષ