રાજકોટના જંગલેશ્વરમાં કર્ફ્યુ હટાવાયો અમદાવાદ, સુરતમાં પણ અપાઇ રાહત
રાજ્યમાં વધુ એક દિવસમાં ૨૧૭ પોઝિટિવ કેસ : ૯ લોકોના મોત
રાજકોટમાં છેલ્લા ૪૮ કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહિં
કોરોના કોવિડ ૧૯ વાયરસના વધતા જતા સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. સેમ્પલોની સંખ્યા વધતા પોઝિટિવ કેસની સંખ્યમાં પણ વધારો થયો હતો. ત્યાર બાદ કોરોના પોઝિટિવ કેસ પર રોક લાગતા આજ રોજ વહેલી સવારથી ત્રણેય મહાનગરો માંથી આજ રોજ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં ગઈ કાલે વધુ ૨૧૭ પોઝિટિવ કેસ અને ૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. પરંતુ રાજકોટમાં છેલ્લા ૪૮ કલાકમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા રાહતનો શ્વાસ અનુભયો છે. ગઈ કાલે આવેલી કેન્દ્રીય આરોગ્યની ટીમે પણ રાજકોટ શહેરની કોરોનાને લગતી કામગીરીને બિરદાવી છે.
રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે અને વધતા જતા લોકલ ટ્રાન્સમિશન ના અને કલ્સટર ના કેસ પર કાબુ મેળવવા માટે અમદાવાદ, સુરત અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ તમામ હોટસ્પોટ વિસ્તારમાં તથા કારફ્યુગ્રસ્ત વિસ્તારમાં ટેસ્ટનું પ્રમાણ નહિવત જેટલું હોવાથી આજ રોજ વહેલી સવારથી કરફ્યુ હટાવવામાં આવ્યું છે. જ્યારે ત્રણેય મહાનગરો સહિત રાજ્યમાં લોક ડાઉનની અમલીકરણ યથાવત રહેશે.
રાજકોટમાં સતત ૯ દિવસ સુધી પોઝિટિવ કેસ આવ્યા બાદ છેલ્લા ૪૮ કલાકમાં શહેર, ગ્રામ્ય કે હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં પણ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. શહેરમાં રેપીડ ટેસ્ટ કિટના ઉપયોગથી પોઝિટિવ કેસમાં વધારો થશે તે વાત પણ ખોટી પુરવાર થઈ છે. રેપીડ ટેસ્ટ કિટમાં કરાયેલા ૩૬ સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા. જેથી આજ રોજ વહેલી સવારે હોટસ્પોટ જંગલેશ્વરમાંથી કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે.રાજ્યમાં ગઈ કાલે વધુ ૨૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાએ વધુ ૯ લોકોના મોત નિપજ્યા છે.જેમાં સૌથી વધુ એપિસેન્ટર અમદાવાદમાં ૧૫૧, સુરતમાં ૪૧ અને વડોદરામાં વધુ ૧૦ પોઝિટિવ કેસ સાથે રાજ્યના ૧૧ જિલ્લાઓમાંથી વધુ ૨૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ૨૬૨૪ પર પહોંચી છે. જ્યારે વધુ ૯ દર્દીઓના મોત નિપજતા રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૧૨ પર પહોંચ્યો છે.અને ગઈ કાલે વધુ ૭૯ કોરોનાગ્રસ્ત દર્દીઓને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધી ૧૬૫૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં ૪૫૬, વડોદરામાં ૨૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.ગઈ કાલે પાટણમાં કોરોનાને મ્હાત આપી ઘર વાપસી થયેલા ૨ દર્દીઓને એક સપ્તાહના કોરેઇટાઇન બાદ ફોલોઉપ મેળવવા માટે ફરીથી સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવતા તેમના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યા હતા. જો કે ૨ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ અંગે તજજ્ઞોએ તેઓને ફરીથી ચેપ લાગ્યો હોવાની ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં જણાવ્યું હતું કે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં સહેજ વધઘટ થાય તો ડેડ વાયરસ ડિટેકટ થઈ શકે છે, પરંતુ બન્ને દર્દીઓને ફરીથી ચેપ લાગ્યો તેમ કહી ના શકાય.
રાજકોટમાં આઇશોલેસન વોર્ડમાં સારવાર લઇ ચૂકેલા ૧૨ નો કોરોના રિટેસ્ટ નહિ કરાઈ
સાજા થયેલા તમામ દર્દીઓમાં હજુ સુધી કોઈ પણ કોરોનાના લક્ષણ ફરી દેખાયા નથી
પાટણમાં કોરોનામાં સાજા થયેલા ૨ દર્દીઓના સેમ્પલ મેળવી ટેસ્ટ કરાતા તેમને ફરી પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી પામી છે.જ્યારે રાજકોટમાં અત્યાર સુધી ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૨ કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાયરસને મ્હાત આપી સાજા થયા છે. જેઓને ૨૮ દિવસ સુધી હોમ કોરેન્ટાઇન કરી આરોગ્યતંત્રની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે તમામ ૧૨ સાજા થયેલા લોકોમાં ફરી પાછા કોઈ કોરોનાના લક્ષણો નહિ દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા નથી. ભવિષ્યમાં કોઈ લક્ષણ જણાવશે તો ફરીથી સેમ્પલ મેળવી ટેસ્ટ કરવામાં આવશે. સાથે જે પોઝિટિવ દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે તેઓના પણ એક અઠવાડિયાના સમયગાળા બાદ રિટેસ્ટિંગ માટે લેબોરેટરી માં મોકલવામાં આવે છે.