દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેસની ગતિ અતિ ઝડપથી વધી રહી છે. જે ખતરાની ઘંટડી સમાન છે. વધી જઈ રહેલા કોરોનાની ચેઈન તોડવા મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ આજથી કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે. આજથી સોમવાર સુધી 144 કલમ લાદી દેવાઈ છે. આજ સાંજે 6 વાગ્યાથી સોમવાર સવાર પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.
સરકારે સાંજ સુધીમાં રાજ્યના તમામ શહેરોમાં કર્ફ્યુ લગાવવાની ઘોષણા કરી છે. કોરોનાને રોકવા 12 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય કફક નિયમો પણ લાદવામાં આવ્યા છે. જેમાં લગ્ન સમારોહમાં વધુમાં વધુ 50 લોકો ઉપસ્થિત રહી શકશે, અગાઉ આ સંખ્યા 100 હતી. ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા આદેશ જારી કરાયા છે.
જણાવી દઈએ કે, રાજસ્થાનમાં પણ કોરોનાનો ભરડો દિનપ્રતિદિન કસાઈ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં 6000 થી વધુ કેસ નોંધાયા હતા. એમ પણ
સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજસ્થાનની રાજધાની જયપુરમાં છે જ્યાં 1325 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં, કોરોના પોઝિટિવિટી રેટમાં પણ પાછલા મહિનાની તુલનામાં બે ટકાનો વધારો થયો છે અને તે હવે આઠ ટકાએ પહોંચી ગયો છે.