હાલમાં કોરોના વાયરસ કોવિડ 19 ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડ લાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જુનાગઢ શહેરમા રાત્રી કરફ્યુ રાખવામાં આવેલ છે, અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ કરાવવા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં 921 ઈસમોને પકડી પાડી, રૂ. 9,21,000 નો દંડ કરવામાં આવેલ છે તેમજ 171 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ એન.આર.પટેલ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, એ.કે.પરમાર, વી.આર.ચાવડા, કે.કે.મારુ, આર.પી.ચુડાસમા, એમ.આર.ગોહેલ, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા, સહિતના અધિકારીઓ તથા વિશાળ પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
જૂનાગઢના લોકોમાં ગંભીરતા આવેલ છે, અને કરફ્યુનો અમલ પણ ચાલુ છે, છતાં અમુક લોકો હજુ પણ સમજતા ના હોય તેવા લોકોને પાઠ ભણાવી, કાયદાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી, જૂનાગઢ ડિવિઝનમાં રાત્રી કકરફ્યુ જાહેર થયા બાદ તા. 7 એપ્રિલથી આજદિન સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કરફ્યુ ભંગના કુલ 405 ગુન્હાઓ દાખલ કરી, આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરાંત, માસ્ક ના પહેરનાર 921 ઈસમોને પકડી પાડી, રૂ. 9,21,000 નો દંડ કરવામાં આવેલ છે તેમજ 171 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.