• જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1267 ખેડૂતો જણશ વેંચવા આવ્યા હતા 
  •  જામનગર યાર્ડમાં 38,769 મણ ખેત પેદાશોની આવક થઈ

જામનગર ન્યૂઝ :  જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરૂના ભાવમાં મોટો કડાકો નોંધાતા ખેડૂતોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. આ ઉપરાંત કપાસના ભાવમાં લાંબા સમય બાદ મહદ અંશે વધારો નોંધાતા ખેડૂતોમાં કપાસને લઈને હજુ પણ ભાવ વધારો આવે તેવી સોનેરી આશા અકબંધ રહી છે. આજની જ વાત કરવામાં આવે તો આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1267 ખેડૂતો જુદી જુદી વેચવા માટે આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં 38,769 મણ ખેત પેદાશોની આવક થઈ હતી.

આજે જામનગર યાર્ડમાં 336 ખેડૂતો જીરું વેચવા માટે આવતા 10284 ની આવક થઈ હતી જે આ સીઝનની સૌથી વધુ ગણવામાં આવી રહી છે આ ઉપરાંત તેના ભાવ 3,500 થી માંડી 4,890 જેવા રહ્યા હતા. તેમજ કપાસના ભાવમાં આજે વધારો નોંધાયો છે આજે કપાસના ભાવ 1100 રૂપિયાથી માંડી 1620 રૂપિયા જેવા રહ્યા હતા અને 335 ખેડૂતો કપાસ વેચવા માટે આવતા યાર્ડમાં 7950 મણ કપાસ ઠલવાયો હતો. તે જ રીતે 1500 રૂપિયાથી માંડી 2740 ના ભાવે લસણના સોદા પડ્યા હતા. તો 2580 રૂપિયાથી 4,580 રૂપિયાના ભાવે અજમોની હરાજી થઈ હતી.WhatsApp Image 2024 02 28 at 09.35.02 6a4a099f

બીજી તરફ મગફળીના ભાવ રૂપિયા 1,000 થી લઈ 1,245 જેવા રહ્યા હતા. તો એરંડાના ભાવ 1100 રૂપિયાથી 1106 અને રાયડોના ભાવ 800 થી 945 તેમજ રાયના ભાવ 1,000 થી 1,234 રૂપિયા જેવા રહ્યા હતા આમ સમગ્ર જણશોની વાત કરીએ તો 1267 ખેડૂતો જામનગર યાર્ડમાં જણસ વેચવા માટે આવતા 15,370 ગુણી જણસોની આવક થઈ હતી.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.