હસાયરો સંગીત સંઘ્યા, હિન્દી હાસ્ય કવિ સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે
રાજકોટની ઉત્સવપ્રિય જનતાને દર વરસે અલગ અલગ કાર્યક્રમોની ભેટ આપતા સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબે આ વખતે પણ નોરતા પછીના પાંચ દિવસ માટે જાહેર જનતા માટે સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન કર્યુ છે.. તા.ર૦થી ઓકટોબરથી શરુ થનારા આ સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સરગમી રાસોત્સવ, સરગમી હાસયરો, લોકડાયરો, સંગીત સંઘ્યા અને મ્યુઝીકલ નાઇટ તેમજ હિન્દી હાસ્ય કવિ સંમેલનનો સમાવેશ થાય છે. જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાનારા આ કાર્યક્રમો માટે ડી.એચ. કોલેજના મેદાનમાં સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ કાર્યક્રમ માટે શહેરની વિવિધ કંપનીઓ તેમજ દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.
આ સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમમાં અનેક કલાકારો અને કસબીઓ રાજકોટની જનતાનું મનોરંજન કરશે. તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું છે.
સરગમ કલબ અને મારવાડી એજયુકેશન ટ્રસ્ટના ઉપક્રમે સરગમ કપલ કલબ, લેડીઝ કલબ, સરગમ જેન્ટસ કલબ, સીનીયર સીટીઝન કલબ અને ઇવનીંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે તા. ૧૯ ને શુક્રવારના રોજ રાત્રે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં સરગમી રાસોત્સવ યોજાશે. આ રાસોત્સવમાં સરગમ પરિવારના સભ્યો રાસે રમશે.
આ રાસોત્સવ માણવા માટે જાહેર જનતાને મારવાર એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન કેતનભાઇ મારવાડી અને વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણાએ આમંત્રણ પાઠવ્યું છે.
તેમજ સરગક કલબ અને કૃણાલ સ્ટ્રકચર્સ પ્રા.લી. તેમજ કેરફોર હોમના સહયોગથી તા. ર૦ ને શનિવારે રાત્રે ૮ કલાકે ભવ્ય મ્યુઝીકલ નાઇટનું આયોજન કરાયું છે. આ મ્યુઝીકલ નાઇટમાં જાણીતા સીંગર અભિજીત ઘોષાલ, મુદુલા દેસાઇ, હેમંતભાઇ પંડયા, નફીસ આનંદ, મોહસીન શેખ, પરાગી પારેખ, સોનલ ગઢવી, જેવા ખ્યાતનામ કલાકારોના ગીતોની રમઝટ બોલાવશે. જયારે ઓરકેસ્ટ્રામાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઇ ત્રિવેદી અને તેમની ટીમ ગાયક કલાકારોનો સાથ આપશે.
તેમજ બાન પ્રા.લી. તેમજ જે.પી. સ્ટ્રકચર પ્રા.લી. ના સહયોગથી તા. ર૧ ને રવિવારના રોજ રાત્રે ૮ ડી.એચ. કોલેજના મેદાનમાં ભવ્ય લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં માયાભાઇ આહિર, ઓસમાણ મીર, ધીરુભાઇ સરવૈયા, અભેસિંહ રાઠોડ, ફરીયદાબેન મીર, બિહારીભાઇ ગઢવી, તેમજ બેન્જો વાદક મુકુંદભાઇ જાની સહીતના કલાકારો લોક કલા પીરસશે.
તથા વૈભવ જીનીંગ સ્પીનીંગ મી પ્રા.લી. અને એચ.બી. રાજયગુરુ ના સંગુકત ઉપક્રમે તા. રર ને સોમવારે રાત્રે ૮ કલાકે ડી.એચ. કોલેજના મેદાનમાં સરગમી હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંઇરામ દવે, ધીરુભાઇ સરવૈયા, ગુણવંત ચુડાસમા, સુખદેવ ધામેલીયા સહીતના કલાકારો હાસ્યરસ પીરસશે.
કલાસીસ નેટવર્ક પ્રા.લી. ના સહયોગથી તા. ર૩ ને મંગળવારના રોજ રાત્રે ૮ કલાકે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સરગમી સંગીત સંઘ્યા કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો દેવ્યાની બેન્દ્રે, મુખ્તર શાહ, આનંદ પલવરકર, ઝમીર દરબાર, સોનલ ગઢવી, મોહસીન શેખ, જુના નવા ગીતો સાથે મીમીક્રીની રમઝટ બોલાવશે અને મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી અને તેમની ટીમ એસ્કેસ્ટ્રા તેમના સાથ આપશે.
કલાસીક નેટવર્ક પ્રા.લી. ના સ્મીતભાઇ પટેલ, સીતેષભાઇ ત્રાંબડીયા, ઘનશ્યામભાઇ મારડીયા આ જાહેર કાર્યક્રમનો લાભ લેવા સરગમ પરિવારના તમામ સભ્યો તથા સંગીત પ્રિય જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.
તેમજ સરગમ કલબના ઉપક્રમે અને સન ફોર્જ પ્રા. લી. ના સહયોગથી તા. ર૪ ને બુધવારના રોજ રાત્રે ૮ વાગ્યે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં ખ્યાતનામ કવિઓ સુરેન્દ્ર શર્મા, અરુણ જેમીની, શીખર શંભુ, ચિરાગ જૈન, હિન્દી કવિતાઓ અને મીમીક્રીની રમઝટ બોલાવી હાસ્યરસ પીરસશે.
આ સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમમાં યુરા ટોમ સોલાર સિસ્ટમ, ભવાના ઇન્ડસ્ટ્રીઝ, આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, મારવાડીગ્રુપ, બીઝ હોટેલ, બાન લેબ્સ પ્રા. લી., ૭૭ ગ્રીન, રાજમોતી કપાસીયા તેલ, ડેકોરા ગ્રુપ, અમીધારા ડેવલોપર્સ, વરમોરા ગ્રુપ, વડાલીયા, ફુડસ આર.કે. યુનિવર્સિટી, પુજારા ટેલીફોન, એન્જલ ગ્રુપનો સહયોગ મળેલ છે.
ઉપરોકત કાર્યક્રમો જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજેલ છે. કાર્યક્રમ તેના નિર્ધારીત સમયે દરરોજ રાત્રે ૮ કલાકે શરુ થઇ જશે જેથી કાર્યકમ માણવા આવનારે કાર્યક્રમના સ્થળ ડો. યાજ્ઞીક રોડ પર ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે પહોંચી જવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, સ્મીતભાઇ પટેલે ખાસ અનુરોધ કર્યો છે.આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, સ્મીતભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, નાથાભાઇ કાલરીયા, લલીતભાઇ રામજીયાણી, જયસુખભાઇ ડાભી, રમેશભાઇ અકબરી, રાજેન્દ્ર શેઠ તેમજ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, જયશ્રીબેન રાવલ, ગીતાબેન હિરાણી વગેરે જહેમત ઉઠાવી છે