સમગ્ર મોઢવણિક જ્ઞાતિ સિનિયર સિટીઝન ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા પાંચ વર્ષ પુરા થતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વિનુભાઈ મહેતા, રસિકભાઈ પારેખ સહિતનાની આગેવાનીમાં સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેનું સફળ સંચાલન કોરીયોગ્રાફી, સ્ક્રીપ્ટ રાઈટર, દિગ્દર્શન અનુબેન જસવંતરાય દોશીએ કરેલ. જેમાં ૬૦ વર્ષથી ઉપરની ઉમરવાળા બહેનોએ રાસ, એકાંકી નાટક, ધની માસીની ધુન ડાન્સ તેમજ વાંસળી વાદન રજુ કર્યા હતા.
નાટકનો સંદેશ સમાજમાં સ્ત્રીભુણ હત્યા સામે રેડલાઈટ, બેટી બચાવો તેમજ વહુને દિકરી તરીકે અપનાવવી આ કાર્યક્રમમાં અનુબેન દોશી, જસુભાઈ દોશી, શીલાબેન પારેખ, રેખાબેન મહેતા, હિનાબેન મહેતા ,માધુરીબેન મહેતા, આશાબેન દેસાઈ, બીનાબેન પરીખ, ઉષાબેન પરીખ, વનિતાબેન, ઉષાબેન પી.પરીખ વગેરેએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ રશ્મીનભાઈ મહેતા, અશ્ર્વિનભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.