સમર કેમ્પમાં ભાગ લીધેલ બહેનોને ભેટ અને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવશે
કાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૯ દિવસથી સમર ટ્રેનીંગ કલાસનું મહિલા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે આ સમર ટ્રેનીંગનો છેલ્લો દિવસ છે અને ૨૦ મેના રોજ કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, કાર્તિક પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિદ્યાર્થીઓને ભેટ અને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ભેટ બાન લેબવાળા મૌલેશભાઈ ઉકાણી તરફથી આપવામાં આવશે.
આ કલાસીસમાં બ્યુટીકેર અને હર્બલ બ્યુટીકેર, મહેંદી, મેકઅપ, હેર સ્ટાઈલ, સ્પોકન ઈંગ્લીશ, દાંડીયારાસના સ્ટેપ, કુકીંગ, આઈસ્ક્રીમ, સરબત, ગ્રીટીંગ અને લગ્નોત્સવની વસ્તુઓનો શણગાર જેવી ૫૭૦ બહેનોને ટ્રેનીંગ આપવામાં આવી હતી. બહેનોને તાલીમ આપનાર ધારાબેન પટેલ, નિરાલીબેન કાનાણી, ભાવનાબેન ડોડીયા, મધુબેન પટેલ, યાસ્મીન શાહીકોટ વગેરેએ તાલીમ આપી હતી.
આગામી ૨૦ મેના રોજ સમર ટ્રેનીંગ કલાસનું સમાપન થવા જઈ રહ્યું છે જે માટે સમર કલાસ ઈન્ચાર્જ જેન્તીભાઈ લીંબાસીયા, મલકેશ પરમાર, હરેશભાઈ ભાગીયા, ભગવાનજીભાઈ વેકરીયા, ઘેલાભાઈ ટોળીયા, રસિકભાઈ રૈયાણી, વિજયભાઈ વોરા, ચંદ્રેશ ડોબરીયા, સંજયભાઈ હિરાણી, પરેશ પીપળીયા તથા મહિલા સંકલન સમિતિ દિપ્તીબેન હિરાણી, તૃપ્તીબેન અકબરી, આરતીબેન ઠુંમર, મધુબેન કાકડીયા, સવિતાબેન તળપદા, ભારતીબેન વિરડીયા, કિન્નરીબેન ચૌહાણ, ની‚બેન ડોબરીયા, મુકતાબેન કયાડા, શોભનાબેન મોતીયા, રંજનબેન હિરાણી, જયોત્સનાબેન લીંબાસીયા, હંસાબેન હાપલીયા, પુજાબેન ખુંટ, મંજુબેન ગૌસ્વામીએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com