ડ્રેગન ફ્રુટ એ થોરની પ્રજાતિ છે. આ ડ્રેગન ફ્રુટના ફાયદા અનેક છે. હૃદય, હાઈ બ્લડ પ્રેશર, લોહીની ઉણપ દૂર કરવા માટે ડ્રેગન ફ્રુટ ઉપયોગી છે. રોગ પ્રતિકારક શકિત વધારવા સાથે ડેન્ગયુ, મેલેરિયા જેવી બીમારીઓમાં ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે.
વિસાવદરના ખંભાળિયા (ઓજત) ગામે રહેતા કરશનભાઈ દુધાત્રાએ પોતાની વાડીએ ૧૨ વિઘામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યુ છે.