ખેત પેદાશોની નિકાસ, રોકડીયા પાક અને કૃષિના કેન્દ્રિયકરણને બુસ્ટર ડોઝ આપવા મોદી સરકારની તૈયારી

ભારતીય ર્અતંત્રને ૫ ટ્રીલીયન  ડોલરનું બનાવવા માટે મોદી સરકાર કમરકસી રહી છે. ર્અતંત્ર ૫ર ટ્રીલીયન ડોલરનું બને તે માટે શ્રેષ્ઠ હયિાર તરીકે કૃષિનો ઉપયોગ કરવામાં આવશે. ભારતીય ર્અતંત્રમાં ખેતીનું મહત્વ સૌથી વધુ છે. ખેતપેદાશો કી ર્અતંને બુસ્ટર ડોઝ સરળતાી આપી શકાતુ હોવાની વાત મોદી સરકાર સારી રીતે જાણે છે. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ પણ ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમી માટે ખેતી ક્ષેત્ર મહત્વનું હોવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં હવે ખેત પેદાશો મુદ્દે સરકાર વધુ જાગૃત બનશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. ભારતમાં આજે પણ ૬૫ ટકા ર્અતંત્ર કૃષિ આધારિત છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ ઝડપી થાય તે માટે મોદી સરકારે વિવિધ પગલા ભર્યા છે. યોજનાની સરળતાી અમલવારી થઈ છે. વચેટીયાઓ નિકળી ગયા છે. પરિણામે ખેડૂતોને પોતાના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા લાગ્યા છે. આવી સ્થિતિએ ર્અતંત્રને બુસ્ટર ડોઝ આપવા ભારતીય ખેત પેદાશોની નિકાસ ઝડપી વધે તે જરૂરી છે. આ બાબત મોદી સરકાર પણ સારી રીતે જાણે પરિણામે ખેત પેદાશની યોગ્ય આવક મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. જેના થકી ૫ ટ્રીલીયનની ઈકોનોમી બનાવાની ઈચ્છા પણ વ્યકત થઈ રહી છે. સેન્સેકસ ૨૦૨૦ દરમિયાન ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચે તેવી શકયતાઓ સેવવામાં આવી રહી છે. સેન્સેકસ ૫૦,૦૦૦ની સપાટીને ટચ કરશે તો તેની પાછળ સૌથી વધુ ફાળો કૃષિ ક્ષેત્રનો રહેશે તેવું માની શકાય. કૃષિ ક્ષેત્રમાં વિકાસ થકી આ ટાર્ગેટ સરળતાી મેળવી શકાય તેવી સ્તિથિ  છે.

તાજેતરમાં તુમકુર ખાતે કૃષિ કરમાળ એવોર્ડ કાર્યક્રમ વખતે સંબોધતા સમયે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં મસાલાનું ઉત્પાદન અને તેની નિકાસ વધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે. ભારતને ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે એગ્રીકલ્ચર સેકટરનો મહત્વનો ફાળો છે. જેથી ભારત સરકાર રોકડીયા પાક અને કૃષિ ક્ષેત્રના કેન્દ્રીયકરણ ઉપર વધુ ધ્યાન આપી રહી છે.

7537d2f3 2

ચાલુ વર્ષે મસાલાનું ઉત્પાદન ૫૦ લાખ ટની વધુ ગયું છે. જ્યારે તેની નિકાસ પણ રૂપિયા ૧૫૦૦૦ કરોડ થી વધી ને ૧૯૦૦૦ કરોડે પહોંચી છે. કેન્દ્ર સરકાર માત્ર ખેડૂતોની તકલીફો દૂર કરવામાં માનતી નથી પરંતુ તેમના સારા ભવિષ્ય માટે પણ કામ કરી રહી છે. આખા દેશમાં ખેડૂતોની પેદાશ સારી કિંમતે વેંચાય તે માટે ઈ-મંડીનો પ્રારંભ મોદી સરકારે કર્યો છે. ઈ-મંડીનું સંચાલન ઈ-નામ નેટવર્કના માધ્યમી થઈ રહ્યું છે. ખેડૂતો ખેતી કરે અને તેની સો વીજળીનું ઉત્પાદન કરે તે માટે પ્રધાનમંત્રી કિશાન ઉર્જા સુરક્ષા એવમ ઉતન યોજના શરૂ કરાઈહોવાનોઉલ્લેખપણ વડાપ્રધાન મોદીએ કર્યો હતો.

સાગર ખેડૂતોને પણ રાહત થાય તે માટેના પ્રયાસો મોદી સરકાર દ્વારા થયા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ રૂપિયા ૭૫૦૦ કરોડનું ભંડોળ માછીમારીના ઈન્ફાસ્ટ્રકચર ને અત્યાધુનિક બનાવવા માટે અલગ થી ફાળવ્યું હતું. આ ઉપરાંત ફીશીંગ ટ્રેડને પણ કિશાન ક્રેડીટકાર્ડ સાથે સાંકળવાની તૈયારી મોદી સરકારે કરી હતી. ફીશીંગ બોટસ અત્યાધુનિક બનાવવા માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. આ ઉપરાંત ઈશરોની સહાયી ઉંડાદરીયામાં પણ સરળતા થી માછીમારી કરી શકે તેવી વ્યવસ મોદી સરકાર ગોઠવવા જઈ રહી છે. એકંદરે ખેતીને અયિાર બનાવી આગામી સમયમાં ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન મોદી સરકાર સાકાર કરશે તેવું જણાય રહ્યું છે.

  • લ્યો કરો વાત…હવે ડુંગળીનો કોઇ ખરીદદાર નથી!!!

થોડા સમય પહેલા મોંઘીદાટ બનેલી ડુંગળીનું હવે કોઈ લેવાલ ની ! યોગ્ય આયોજનના અભાવે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. જેથી સરકારે વિદેશ માંથી ડુંગળી મંગાવવાનું શરૂ કર્યું હતું . હવે વિદેશી ડુંગળી બજારમાં આવવા તરફ છે તેવી સ્થિતિમાં સનિક ડુંગળી પણ બજારમાં આવવાની તૈયારી કરી રહી છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે, ડુંગળીનો ભરાવો થશે.  પરિણામે ડુંગળી ખુબજ તળીયાના ભાવે બજારમાં વેંચાશે. એકાએક ભાવમાં કડાકો બોલી જશે. કેન્દ્ર સરકારે ૪૫ હજાર ટન ડુંગળી ઈમ્પોર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.જે પૈકીની ૫૦૦૦ ટન ડુંગળી બજારમાં આવી ગઈ છે. પરંતુ ઈમ્પોર્ટનો ઓર્ડર આપતા પહેલા રાજ્યોએ જેટલા પ્રમાણમાં ડુંગળી ખરીદવાની તૈયારી બતાવી હતી તેટલી ડુંગળી હવે ખરીદવાની ઈચ્છા નથી. કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા રાજ્ય સરકારેને ડુંગળીની જરૂરીયાત કેટલી છે તે મુદ્દે વારંવાર જણાવાયું છે. પરંતુ હવે રાજ્યોને આ ડુંગળી ખરીદવામાં રસ નથી. ચાલુ વર્ષે બફર સ્ટોક માટે નો નિર્ણય પણ લીધો છે. ડુંગળી ને સઘરી રાખવી મુશ્કેલ છે. પરિણામે સરકારે ગત વર્ષે ૫૦ ટકા ડુંગળી બગડી ગઈ હોવાી નુકશાન સહન કર્યું હતું. હવે ચાલુ વર્ષે ડુંગળીના ભાવ આસમાને રહ્યાં બાદ સનિક ડુંગળીનો પાક બજારમાં આવવા લાગ્યો છે. રીટેલ માર્કેટમાં આ ડુંગળી આવશે એટલે ભાવ એકાએક ગગડી જશે તેવી શકયતા છે.

  • બજારમાં રૂપિયાને ધમધમતો કરવા સોમવારે આરબીઆઇ બોન્ડની ‘રોકડી’ કરશે

બજારમાં રૂપિયા ને ધમધમતો કરવા માટે હવે આરબીઆઈ રૂપિયા ૧૦,૦૦૦ કરોડના સરકારી બોન્ડની ખરીદ વેંચાણ કરવાની મંજૂરી આપશે. આગામી સોમવારે ઓપન માર્કેટમાં આ કામગીરી થશે. આ મામલે આરબીઆઈએ તાજેતરમાં જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, બજારમાં હાલની તરલતા,પરિસ્થિતીનો ચિતાર મેળવીને આરબીઆઈ દ્વારા નક્કી કરાયું છે કે, સરકારી સિક્યુરીટી બોન્ડને ઓપન માર્કેટ ઓપરેશન્સ (ઓએમઓ)માં મુકાશે. જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ કરોડ હશે.આ બોન્ડ માટે અરજદારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈ-કુબેર સીસ્ટમમાં તા.૬ જાન્યુઆરીએ સવારે ૧૦:૩૦ થી  ૧૨:૦૦ સુધીમાં અરજી કરવાની રહેશે. બજારમાં તરલતા લાવવા રૂપિયા ને ધમધમતો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અસર લાંબા ગાળે બજારમાં જોવા મળશે.

  • લઘુત્તમ ટેકાના ભાવ મુખ્ય ફેક્ટર સાબિત થશે

૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે મોદી સરકાર ખેતીની પેદાશો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીએ સત્તામાં આવ્યા બાદ ખેડૂતોની આવક ડબલ કરવાના પગલા લેવાનો નિર્ણય લીધો હતો. જેના અનુસંધાને ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવ ખેડૂતોને મળે તે નિર્ધારીત કરવામાં આવ્યું હતું. પ્રારંભીક તબક્કે આ નિર્ણય ખેડૂતોના હિત માટે સંકળાયેલો છે પરંતુ આ નિર્ણયી બજારમાં ખેત પેદાશોનું ખરીદ વેંચાણ ઉંચી કિંમતે થાય અને તરલતા જળવાઈ રહે તેની સો પણ સંબંધ છે.

બીજી તરફ સસ્તી કિંમતે ભારતમાંથી બહાર ચાલી જતી ખેત પેદાશો પણ અટકશે. લઘુતમ ટેકાના ભાવ કી સરકારે ખેત પેદાશોના ભાવનું એક સ્તર નક્કી કર્યું છે. જે સપાટીની ઉપર ખરીદ વેંચાણ થશે. પરિણામે ખેડૂતોને સારા ભાવ મળશે અને ર્અતંત્રને પણ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.