ભગવત સાધના સંઘ રોડ પર મહીલા બની શિકાર:અન્ય લતામાં પણ રંજાડ

શહેર ના સ્ટેશન પ્લોટ મા ભગવત સાધના સંઘ રોડ પર સાંજના સુમારે પસાર થઈ રહેલા પ્રૌઢ મહીલા ને બાઇક લઇ પુરઝડપે નિકળેલા શખ્સે છાતી ના ભાગે જોરથી ધબ્બો મારતા મહીલા ને તમ્મર ચડતા પડી ગયા હતા.દરમ્યાન ધબ્બો મારી શખ્સ પલવાર માં પલાયન થઈ ગયો હતો.બાદ માં સ્વસ્થ થયેલા મહીલા એ મોબાઇલ દ્વારા તેમના પતિ ને જાણ કરી હતી.

કોઈ મનોવિકૃત શખ્સ દ્વારા મહીલાઓ ને નિશાન બનાવી રંજાડ કરાતી હોવા ની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. બનાવ ના પગલે આ વિસ્તાર મા દહેશત ફેલાઇ છે.સ્ટેશનપ્લોટ ના ભગવત સાધના સંઘ ઉપરાંત ડો.અંબાણી હોસ્પિટલ રોડ પર આવી ઘટનાઓ બની રહીછે.ઉપરાંત રણછોડનગર રોડ તથા રામ હોસ્પિટલ નજીક પણ આવી ઘટનાઓ બન્યા નુ બહાર આવ્યુ છે.

વિકૃત માનસ ધરાવતો શખ્સ મોડી સાંજ ના સમયે જ ઓછી અવરજવર વાળી ગલી કે રોડ પર જઈ રહેલી મહીલા ને નિશાન બનાવે છે.ફુલસ્પિડ મા બાઇક પર ઘસી આવી મહીલાઓ ને ધબ્બો મારી પલવાર માં નાશી છુટે છે.સ્ટેશનપ્લોટ માં ચાર વર્ષ પુર્વે પણ આવી ઘટનાઓ બની હતી.અચાનક હુમલા થી મહીલા અવાચક બની જતી હોય આ શખ્સ નો ચહેરો જોવા મળતો નથી.અલબત્તની ઘટના રોડ પર ના સીસીટીવી કેમેરા માં કેદ થઈ હોવા નુ ભોગ બનનારા મહીલાએ જણાવ્યું હતુ. આવા બનાવ અંગે પત્રકાર સંઘ ને તુરંત જાણ કરવા યાદી મા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.