શું તમે ક્યારેય ખાટી અને કાકડીની ચટણી બનાવી છે બહુજ સ્વાદિસ્ટ અને મજેદાર એવી કાકડીની ચટણી તમે સેન્ડવિચ અને પકોડા કે વાદપાઉં સાથે ખાઈ શકો છો આ ચટણીને બનાવવામાં બહુજ ઓછો સમય લાગે છે અને તેને તમે સાચવીને 2 થી 3 દિવસ રાખી શકો છો.
સામગ્રી
– કાકડી : ૨૫૦ ગ્રામ
– કેરી : બે નંગ
– કોમીર : ૧૦૦ ગ્રામ
– લીલા મરચાં : નંગ ૫-૧૦
– મીઠું : બે ચમચા
– ડુંગળી : નંગ એક
બનાવવાની રીત :
– સૌથી પહેલા કાકડીની ધોઇ નાંખો. એક કાકડીને એક બાજુ મૂકી રાખો. બાકી રહેલી કાકડીને બારીક કાપી નાંખો.
– સાથે-સાથે કેરીને કાપીને લીલા મરચાં અને પાણી સાથે થોડું મીઠું નાંખી પ્રેશર કુકરમાં એક સીટી વાગે ત્યાં સુધી રાખો.
– ત્યાર પછી કુકર ખોલીને કોથમીર અને કાપેલી ડુંગળી નાંખી મિક્સરમાં ફેરવો.
– હવે મિક્સરમાંથી કાઢી કાકડીના ટુકડામાં મેળવો. ખાટી ચટણી તૈયાર.