આજે આપણે જાણીશું કે કેવી રીતે કડવી કાકડીની કડવાશને દૂર કરી શકાય, એક તો કાકડી ખાઇએ અને એમાં પણ જો કાકડી નીકડે તો સલાડની મજાજ બગડી જાય છે તો આવો જાણીએ કે કેવી રીતે કાકડીની કડવાશ થાય છે દૂર કાકડી સુધારવા સમયે ધ્યાન રાખવું કે તેને સીધી નીચેથી કાપવી અથવા વચ્ચેથી ચાકુથી પણ કાપી શકાય છે જેનાથી તેની કડવાશ દૂર થાય છે આ ઉપરાંત કાકડીને ઉપરથી થોડી કાપી ત્યાં જ તેને રગડો જેથી તેની કડવાશ દૂર થાય છે.
તેમજ કાકડીને સલાડમાં વધુ ટેસ્ટી બનાવવા તેમાં લીંબુ અને ચાટ મસાલો છાંટો. સામાન્ય રીતે દિવસમાં કોઇ પણ સમયે કાકડી ખાઇ શકાય છે પરંતુ રાત્રે ખાવાનું ટાળવુ જોઇએ જે અન્ય ખોરાકને તો પચાવી શકે છે પરંતુ રાત્રીના મસયે કાકડી ખુદ પચવામાં લાંબો સમય લ્યે છે કાકડીના ફાયદા જોઇએ તો તે ભુખ વધારવામાં મદદ કરે છે એટલે જ સલાડમાં કાકડી અહમ ભૂમિકા ભજવે છે. કાકડીને છાલ સાથે ખાવી એ ખૂબ લાભદાઇ નિવડે છે. તજજ્ઞોનું માનીએ તો જે પથરીના દર્દીઓ છે તેના માટે કાકડી ખાવી એ અક્ષીર ઇલાજ છે આ ઉ૫રાંત ડ્રિંક કર્યા બાદ રાત્રે હેંગઓવર થાય છે તો સુતા પહેલાં કાકડી આવી હિતકારી રહે છે જેનાથી હેંગ ઓવર ઓછુ થાય છે.