ગ્લોબલ એનર્જી એવોર્ડ પ્રોગ્રામના માધ્યમથી ઊર્જા ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતી અનેક કંપનીઓ અને વ્યક્તિઓને સન્માનિત કરાઈ
અબતક-રાજકોટ
નવા યુગની ડાઉનસ્ટીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની ન્યારા એનર્જીને સામાજીક જવાબદારી, ગ્રાહક પ્રતિબદ્ધતા, પર્યાવરણીય સુરક્ષા અને કર્મચારી સંભાળ પ્રત્યેની તેની પહેલો અંગે પ્લે 23મી વાર્ષિક ગ્લોબલ એનર્જી એવોર્ડ સમિટમાં સીએસઆર કેમ્પઈન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ન્યુયોર્કમાં આયોજિત એક ઝળહળતા એવોર્ડ સમારોહમાં નયારા એનર્જીને કેટલીક પ્રસિદ્ધ વૈશ્વિક ઊર્જા કંપનીઓમાંથી પસંદ કરવામાં આવી હતી. એસ એન્ડ પી ગ્લોબલ પ્લેટ્સ દ્વારા આયોજિત આ એવોર્ડ અવિશ્વસનીય સફળતાની વાર્તાઓ અને સામાજિક પ્રભાવોને ગતિશીલ ઊર્જા કંપનીઓ દ્વારા માન્યતા આપવામાં આવે છે.
નારા એનર્જીએ ખેતીની પદ્ધતિઓમાં કાયમી કૃષિ સમાધાન આપવા તરફના તેના નિરંતર પ્રયાસોનું નિદર્શન કરીને આગામી વર્ષોમાં પ્રદેશની 11000 હેક્ટર જમીનને જળ તટસ્થ બનાવવાના પ્રયાસ સાથે તેમાં નવા ઉકેલો શોધવા વર્ષ 2019માં ગુજરાત સરકાર સાથે જાહેર-ખાનગી ભાગીદારીમાં હાથ મિલાવ્યા હતાં. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સપાટી પર વ્યાપક જળ સંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ અને ટપક સિંચાઈ પદ્ધતિને રજૂ કરીને 5,000 હેક્ટર જમીનમાં પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે, જેનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15 ગામોમાં અનેક મહિલાઓ સહિત 10,000 લાભાર્થીઓને ફાયદો થયો છે.
એવોર્ડ પસંદગી અંગે નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોઈસ વિરાગે જણાવ્યું હતું કે, “ઉત્તરદાયિત્વ માટે નયારા એનર્જીના અભિગમે રિફાઇનરી અને તેની આસપાસના સમુદાયો પર સકારાત્મક પ્રભાવ ઉભો કર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અમારી શક્તિઓને કાયમી વિકાસ કાર્યક્રમો તરફ કેન્દ્રિત કરી છે જે સમાજમાં નક્કર, સકારાત્મક અસર પહોંચાડે તેવા પરિણામો લાવવા માટે રચાયેલી છે. અમે આ વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત કરીને ઉત્સાહિત છીએ જે સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવા તરફના અમારા સતત પ્રયાસોને સમર્થન આપે છે. અમે વિકાસના અમારા આગલા તબક્કાનો ચાર્ટ જયારે બનાવીએ છીએ ત્યારે સ્થિરતા અને સમૃદ્ધ સ્થાનિક સમુદાયોનું નિર્માણ અમારી સંસ્થાના કેન્દ્રમાં રહે છે.”
ગુજરાતના વાડીનારમાં કંપની ભારતની બીજી સૌથી મોટી સિંગલ-સાઇટ રિફાઇનરીની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે જેની વર્તમાન ક્ષમતા વાર્ષિક 20 મિલિયન મેટ્રિક ટન છે અને તે ભારતના રિફાઇનિંગ આઉટપુટના આશરે 8% ઉત્પાદન કરે છે. રિફાઈનરી અને ડેપોની આજુબાજુના સમાજ માટે તેમની પસંદગીનો પાડોશી’ હોવાને કારણે કંપનીએ સમુદાયોને મદદ કરવા અને સશક્તિકરણ કરવા માટે અનુકૂળ ટકાઉ ઉકેલો વિકસાવ્યા છે.
કૃષિ સમુદાયને ટેકો આપવા માટે નયારા એનર્જીએ આબોહવા-સ્માર્ટ કૃષિ પદ્ધતિઓ, સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન, પશુપાલન અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે જેણે આજીવિકા પૂરી પાડવા અને પ્રદેશની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કાયમી આજીવિકા, પર્યાવરણ, શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રોમાં નયારા એનર્જી દ્વારા પ્રોત્સાહિત કરાયેલી સામાજિક પહેલો ફેલાયેલી છે.