- 14 મહિનામાં બે લાખ ઉપરાંત સાધર્મિકોએ લાભ લીધો
સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી રાજકોટ મધ્યે જૈન ભોજનાલય ચાલી રહ્યું છે. જેમાં દરરોજ 500 ઉપરાંત સાધર્મિકો જમવાનો અને ટિફિનનો લાભ લઈ રહ્યા છે. 14 મહિનાથી રાજકોટ બસ પોર્ટમાં ચાલતા આ જૈન ભોજનાલયમાં 2,01,682 ઉપરાંત સાધર્મિકોની ભક્તિનો લાભ પ્રાપ્ત થયો, તે માટે ટ્રસ્ટીઓ ધન્યતા અનુભવે છે એમ જણાવેલ છે.
ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણા અને ટ્રસ્ટી શ્રી મયુરભાઈ શાહના અથાગ પુરુષાર્થથી વિનોદભાઈ હરિલાલ જેચંદ દોશી, હસ્તે દેવેનભાઈ, પારસભાઈ, અમિતાબેન, અભયભાઈ, મિહિરભાઈ, એચ. જે. દોશી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સી.એસ.આર. ફાઉન્ડેશન તરફથી જૈન ભોજનાલય રાજકોટને ભગવાન મહાવીર સ્વામીના 2623 માં જન્મ કલ્યાણક અવસરે રુપિયા 1 કરોડ નું અનુદાન કાયમી સ્મૃતિ સ્તંભ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે. આ રકમ કાયમ માટે ફિક્સ ડિપોઝિટમાં રાખીને તેનું વ્યાજ વાપરવાનું છે. જૈન ભોજનાલયનાં ટ્રસ્ટીઓ દોશી પરિવાર પ્રત્યે આભારની લાગણી
વ્યક્ત કરે છે. ચેક સ્વીકારતા મનેષભાઈ માદેકા, વસંતભાઈ તુરખીયા, હરેશભાઈ વોરા, નિપુણભાઈ દોશી, તથા ટ્રસ્ટી મયુરભાઈ શાહ, અશોકભાઈ કોઠારી, અજયભાઈ ભીમાણી, મેહુલભાઈ રવાણી આદિ ગણ માન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ અને ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયેલ.