IPL-11 ચેમ્પિયન CSK દ્વારા ખાસ ઉજવણીના એકક્ષક્લુસિવ દ્રશ્યો.
IPL 11માં ધોનીએ 15 મેચમાં 150ના સ્ટ્રાઈક રેટથી 455 રન કર્યા અને 15 મેચમાં 30 સિક્સ મારી સાથે જ બે મેચને સિક્સ મારીને જીતડ્યા હતા.
IPL માં ત્રીજી વખત ચેન્નાઇ સુપર કિંગ્સ વિજેતા થયું છે ત્યારે ટ્રોફી જીત્યા બાદ ટીમ સેલીબ્રેશનના ફોટોસ અને વિડિયો વાઇરલ થયા છે. અને IPL ની ટ્રોફી CSK એ જીતી છે. જેના માલીક BCCI પૂર્વના પ્રમુખ શ્રીનવાસન છે અને સાઉથ ભારતમાંથી આવે છે માટે તેઓ ખાસ મંદિરમાં આસ્થા ધરાવે છે. ટીનગરના પેરામુલ મંદિરમાં ટ્રોફીને લઇ જવાઇ હતી અને મંદિરમાં પુજારીઓ દ્વારા ટ્રોફીને ખાસ પુજામાં મુકાઇ હતી. જેના માટે મંદિરના પુજારીઓએ ખાસ પૂજા અર્ચનાની તૈયારી કરીને ભવ્યતાથી સ્વાગત કર્યુ હતું. પેરામૂલ મંદીરમાં ભગવાનના ચરણોમાં ટ્રોફીને મુકાઇ હતી. મંદીરના પૂજારીઓ આર્શિવાદ આપ્યાયા હતા. ટ્રોફીને હાર પણ પહેરાવાયો હતો.
N.શ્રી નિવાસનએ ઇન્ડિયા સિમેન્ટ લીમીટેડના માલીક છે અને ICC ના પ્રથમ ચેરમેન પણ હતા અને ક્રિકેટ બોર્ડમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ ICC અને BCCI પર સારુ એવું પ્રભુત્વ ધરાવે છે.
જેટ એરવેઝની ફ્લાઇટમાં ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખાસ તૈયારી કરાઇ હતી અને એર હોસ્ટેઝ,ફ્લાઇટ ક્રૂ મેમ્બર, ફ્લાઇટના પાઇલોટએ ખાસ ટ્રોફી સથે ફોટા પડાવાયાં હતાં. જેથી ટીમના સેલિબ્રેશનમાં વધારો કર્યો હતો.
જ્યારે ફ્લાઇટના પાઇલોટએ ધોની સાથે સેલ્ફી લીધી હતી અને ધોનીએ Ray-Ban કુલ ચશ્મા સાથે ફોટો આપ્યો હતો.
ફ્લાઇટના પાઇલોટએ ટ્રોફી સાથે પણ ફોટો લીધા હતા.
કેપ્ટન કુલ આ જીતને એન્જોય કરીને થાકી ગયા હતા અને પ્લેનનું ખુરશી પર જ જપકી લગાવી દીધી હતી.
શેન વોટસન (ઓસ્ટ્રેલીયના ખેલાડી)ની મહત્વની ભુમિકા ફાઇનલમાં હતી. અણનમ ૧૦૦થી વધુ રન કર્યા હતા જેથી ખાસ જીત અપાવી હતી.
જ્યારે સેન વોટસનને ખાસ માન આપતા જેટ એરવેસ દ્વારા ફ્લાઇટમાં “CHAMPIONS WELCOME HOME JET AIRWAYS” લખેલ કેકનું કટીંગ કરાવ્યું હતું.
જ્યારે સુરેશ રૈનાની સાથે પણ એરહોસ્ટેસે ખાસ ફોટો લીધા હતા.
ત્રણ એરહોસ્ટેસ દ્વારા IPL-૧૧ ની ટ્રોફી પકડીને ફોટો પડાવ્યો હતો.