ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટના વિઘાર્થીઓએ રાષ્ટ્રીય તેમજ આતંરરાષ્ટ્રીય સિઘ્ધિઓ દ્વારા સમગ્ર શહેરનું નામ રોશન કર્યુ છે. તાજેતરમાં વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ભારતના યજમાન પદે યોજાયેલ આતંતરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટ જેમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભુટાન, નેપાલ, બાંગ્લાદેશ, ઇગ્લેન્ડ (લંડન)ના ૬૫૦ ખેલાડીઓએ અલગ અલગ વેઇટ કેટેગરીમાં ભાગ લીધો હતો. તેમાં કાતા અને ફાઇટ કેટેગરીમાં સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતા ક્રિસ્ટલ સ્કૂલ્સના વિઘાર્થી પશાયા મલ્કેશ કાતામાં ગોલ્ડ તેમજ ફાઇટમાં સિલ્વર મેડલ તેમજ પંડયા પ્રથમ કાતા અને ફાઇટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સ્કૂલ્સ તેમજ સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યુ હતું.
તેમની આ ભવ્ય સફળતા બદલ શાળાના ચેરમેન ડો. આર.ડોડીયા તેમજ મેનેજમેન્ટ ટીમે બન્ને વિઘાથી તેમજ કરાટે હેડ કોચ સચિન ચૌહાણને બીરદાવ્યા હતા.