- ‘અબતક’ સાથેની મુલાકાતમાં ‘ક્રિસ્ટલ સ્કિલ એકસ્પો’ના આયોજકોએ સમગ્ર માહિતી આપી
- બાળકના સર્વાગી વિકાસ અર્થે શુક્રવારથી ‘ક્રિસ્ટલ સ્કિલ એકસ્પો’નો પ્રારંભ
‘શિખવે તે શિક્ષણ’ અને ‘કેળવે તે કેળવણી’ ઉકિતને ચરિતાર્થ કરતી રાજકોટ શહેરની નામાંકિત શૈક્ષણીક સંસ્થા ક્રિસ્ટલ સ્કૂલ્સ બાળકના સર્વાગી વિસકા માટે સતત પ્રયત્નશીલ હોય છે.
દરેક બાળક શ્રેષ્ઠ છે આ પાયાના સિઘ્ધાંત પર છેલ્લા 16 વર્ષથી કાર્યરત આ શાળાએ બાળકોની સ્કિલ (આવડત) ને ખિલવવા વિશેષ પ્રયત્ન કર્યો. તેના પરિણામ આજે અનેક રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય રેકોર્ડ આ શાળાના બાળકો ધરાવે છે. બોર્ડના પરિણામોમાં ટોપર વિદ્યાર્થી આપતી આ શાળા પ્રવૃતિ અને રમતગમતમાં પણ બાળકોને સિઘ્ધીઓ અપાવે છે. તેનું કારણ શાળાના વાર્ષિક આયોજનમાં જ બાળકના શારિરીક, માનસિક અને બૌઘ્ધિકવિકાસને અગ્રીમતા આપવામાં આવે છે. શાળા સમગ્ર વર્ષ દરમિયાન પ્રવૃતિલક્ષી શિક્ષણની સાથે મેગા ઇવેન્ટ દ્વારા દરેક બાળક વાલી અને શિક્ષકોને સાથે જોડવાનો પ્રયત્ન કરે છે.
‘અબતક’ સાથેની મુલાકાતમાં ક્રિસ્ટલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી કેતન પ્રજાપતિ, સંગીતામેડમ, જલ્પા, હેમાંશી, પ્રિયા અને શ્રેયાએ કાર્યક્રમની વધુ વિગતો આપી હતી.
ક્રિસ્ટલ સ્કુલમાં બાળકની આવડતને આવકાર આપવા તા. 20,21,22 ત્રિદિવસીય બપોરે 3 થી 7 દરમિયાન ક્રિસ્ટલ સ્કિલ એકસ્પોનું આયોજન કરેલ છે.
શાળાના જ બાળકો વિશાળ સંખ્યામાં રોબોટિકસ એન્ડ એઆઇ એકિટવીટી ઝોન, વોટર એનિમલ શો, ઇનોવેટિવ શો, ટ્રેડિશનલ પપેર ધો, ધ ગ્રેટ ગોલ્ડન ફેરીલેન્ડ, સ્કલી ઝોન, પેરેન્ટીંગ ઝોન, મેથ્સ ઝોન, સાયન્સ ઝોન, લેગ્વેજ ઝોન, હેલ્થ ઝોન, લાઇવ પરફોર્મન્સ, કિડસ ઝોન એન્ડ ફુડ ઝોન, ગેમ ઝોન યુનિવર્સ થીમ, માર્કેટ (બાઝાર) થીમ, ફલાવર વેલી, સાંસ્કૃતિક ઝોન ટાઇટલ અંતર્ગત પોતાની આવડત રજુ કરશે.
શાળાના ચેરમેન રણજીત સરે જણાવ્યું કે કોઇપણ શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીના વાલીએ પોતાના સંતાન સાથે આ એકસ્પોની મુલાકાત અચુક પણે લેવી જોઇએ. અહીં દરેક વ્યકિતને શીખવવા મળે તેવું શ્રેષ્ઠ આયોજન કર્યુ છે.
ગામડાઓના વિકાસ અર્થે ‘સ્માર્ટ વિલેજ’ પ્રોજેકટ પ્રદર્શીત કરીશું: હેમાંશી કાનાબાર
‘અબતક’ સાથેની મુલાકાતમાં વિદ્યાર્થીની હેમાંશી કાનાબારે જણાવ્યું હતું કે, ક્રિસ્ટલ સ્કિલ એકસ્પો- 2024માં અમારો પ્રોજેકટ સ્માર્ટ વિલેજનો છે. ગામડાના વિકાસને અનુલક્ષીને તથા ગામડામાં પ્રાથમિક જરુરીયાત જેવી ક, લાઇટ, પાણી સહિત સમસ્યાનો ઉકેલ લાવવા તથા લોકોને જાગૃત કરવા અમારી ટીમ દ્વારા સ્માર્ટ વિલેજનો પ્રોજેકટ રજુ કરવામાં આવશે.
ક્રિસ્ટલ સ્કિલ એકસ્પોમાં 1700 બાળકો પોતાનું હુન્નર બતાવશે: મેનેજીંગ ટ્રસ્ટી કેતન પ્રજાપતિ
‘અબતક’ સાથેની મુલાકાતમાં ક્રિસ્ટલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી કેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ક્રિસ્ટલ સ્કુલ બાળકોની આવડતને ખિલવવા માટે અવાર નવાર કાર્યક્રમો કરે છે પરંતુ આ વખતે પ્રતિભાશકિત ખિલવવા તેમજ નવું જ્ઞાન મેળે તે માટે કે.જી.પી. ધો. 1ર સુધી વિદ્યાર્થીઓ દ્વારા ક્રિસ્ટલ સ્કિલ એકસ્પો નું આયોજન કરેલ છે. લગભગ 1700 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. વિવિધ ક્ષેત્રને આવરી લેતા થીમ પર બાળ વૈજ્ઞાનિકો પોતાનો હુન્નર બતાવશે. આ ઉપરાંત વિશેષ એક પરિવારજનોના તોરણ અંગેનું અનોખું આયોજન કરેલ છે. જે એક નવનતર પ્રયોગ રુપે સાબિત થશે.