ધો.૧૦ના પરિણામમાં ક્રિસ્ટલ સ્કૂલના ૪ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું ૬૭.૫૦ ટકા પરીણામ જાહેર થયું છે ત્યારે રાજકોટની ક્રિસ્ટલ સ્કૂલનું પણ ધમાકેદાર પરીણામ આવ્યું છે.

ક્રિસ્ટલ સ્કૂલમાં ધો.૧૦ના ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી સ્કુલનું માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.

ભવિષ્યમાં ડોકટર બનવાની ઈચ્છા: દિક્ષિત ચૌહાણ

chauhan dixitકોડીનાર તાલુકાનું નાનું એવું ગામ ચૌહાણની ખાણમાં ખુબ જ ટુંકી ખેતી લાયક જમીન ધરાવતા અને સંયુકત પરીવાર સાથે રહેતા જયેન્દ્રભાઈ ચૌહાણનો પુત્ર દિક્ષિત હાલ ક્રિસ્ટલ સ્કૂલ-રાજકોટમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં જાહેર થયેલ પરીણામમાં ૯૯.૮૬ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી સ્કુલ તેમજ પરીવારનું ગૌરવ વધાર્યું.

દિક્ષિત પોતાની આ સિદ્ધિ અંગે વર્ણવતા જણાવે છે કે, ‘મને સ્કૂલમાંથી જે આયોજન મળ્યું તે પ્રમાણે જ મહેનત કરી’ જેના પરીણામે મેં મારા સ્વપ્નનું પ્રથમ કદમ મજબુતીથી મુકયુને ભવિષ્યમાં એમબીબીએસ કરી પોતાના માતાપિતા, ગામનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.

ભણાવવાની સંપૂર્ણ જવાબદારી શાળાના ચેરમેને ઉઠાવી: જવલિત મોરી

mori jvalitમનની મજબુતીનો કોઈ વિકલ્પ નથી- તે ઉકિતને સાર્થક કરી કોડીનારના સિંધાજ ગામના વતની મોરી જવલિત જગુભાઈએ, તાજેતરમાં જાહેર થયેલ એસ.એસ.સી. બોર્ડ ૨૦૧૮નાં પરીણામમાં ૯૯.૬૬ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી તેના પરીવારનું ગૌરવ વધાર્યું.

વર્ષ ૨૦૦૯માં તેના પિતાનું કેન્સરની બિમારીથી નિધન થયા બાદ બાળકોની સંપુર્ણ જવાબદારી તેના માતુશ્રી વનિતાબેન પર આવી. શાળાનાં ચેરમેનના મુક આશીર્વાદને રિઝલ્ટ દ્વારા વધાવવાનું નકકી કર્યું હોય તેમ અથાગ પ્રયત્ન દ્વારા એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી તેના પિતાજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

મહેનત કરવાથી શ્રેષ્ઠ અને ચોકકસ પરિણામ મેળવી શકાય: જાદવ ભયદીપ

jadav bhavdeepક્રિસ્ટલ સ્કૂલ્સ-રાજકોટમાં અભ્યાસ કરતા કોડીનાર તાલુકાના ગીરદેવળી ગામના વતની ભાવસિંહભાઈનો પુત્ર ભવદિપ પોતાની અપેક્ષા કરતા ઓછા માર્કસ મેળવવાના રંજ સાથે જણાવે છે કે મારી શાળામાં યોજાતા માર્ગદર્શન સેમીનારથી કોઈપણ વિદ્યાર્થીને અભ્યાસ કરવાની પ્રેરણા મળે છે.

તેમજ અમારી શાળાનું એચ.એસ.સી. અને એસ.એસ.સી. બંનેનું પરીણામ શ્રેષ્ઠ આવે છે. બોર્ડમાં ૯૮.૬૭ પીઆર પ્રાપ્ત કરતા વિદ્યાર્થી પોતાના શેડયુલ્સ વિશે જણાવે છે કે રોજનું કામ રોજ પુરુ કરવું આ સુત્રથી મહેનત કરવાથી જ શ્રેષ્ઠ અને ચોકકસ પરીણામ પ્રાપ્ત કરી શકાય.

૧૧-૧૨ સાયન્સ ક્રિસ્ટલ સ્કૂલમાં જ કરવું છે: ભાવેશ પરમાર

parmar bhaveshક્રિસ્ટલ સ્કૂલ્સ-રાજકોટમાં ધો.૧૦માં ૯૯.૭૬ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનાર ગીર સોમનાથ જિલ્લાના સારસવા ગામના વતની ખેડુતપુત્ર ભરતભાઈનાં પુત્ર ભાવેશ પોતાની સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય શાળાની પઘ્ધતિને આપતા જણાવે છે કે અમારી સ્કૂલનો રેકોર્ડ છે કે જે વિદ્યાથીએ ધો.૧૦માં શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કર્યું હોય તે ૧૨ સાયન્સમાં પણ શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરે છે.

અન્ય શાળાનો સર્વે કરતા જણાવ્યું કે ધો.૧૦માં ૯૯.૯૯ પીઆર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ધો.૧૨નું પરીણામ આવે ત્યારે તેના ટોપ-૨૦ની યાદીમાં પણ નામ હોતું નથી. તેથી મારું સ્પષ્ટ માનવું છે કે અમારી શાળાની પઘ્ધતિ અને વાતાવરણ વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે સતત પ્રેરણા પુરી પાડે છે. આ વાતાવરણમાં હું મારા માતા-પિતાના સ્વપ્નને આકાર આપી શકીશ તેનો મને ૧૦૦% વિશ્ર્વાસ છે.

ક્રિસ્ટલ સ્કુલે જ મને હિરો બનાવ્યો: સોલંકી નવનીત

solanki navneetkumarરાજકોટમાં જામનગર રોડ પર આવેલી ક્રિસ્ટલ સ્કૂલનો વિદ્યાર્થી સોલંકી નવનીત ૯૯.૮૨ પીઆર સાથે ઉતીર્ણ થયો છે. દિકરાની આ અનેરી સિદિધ વિશે સાંભળીને તેના માતા-પિતાએ ભાવુક બનીને પોતાનું જીવતર સાર્થક થયાનો સંતોષ વ્યકત કર્યો હતો.

પિતા નારણભાઈએ કહ્યું કે, આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અમારા દીકરાની આ ઝળહળતી સિદ્ધિ એક રેકોર્ડ સમાન છે. નવનીત આ સિદ્ધિનો યશ તેના માતા-પિતાના આશીર્વાદ ઉપરાંત ક્રિસ્ટલ સ્કૂલનાં શ્રેષ્ઠ શિક્ષણ તેમજ શ્રેષ્ઠ સંચાલનનો આપ્યો હતો.

સંચાલક રણજીતભાઈ, તમામ શિક્ષકો તેમજ સમગ્ર સ્ટાફની પ્રત્યેક વિદ્યાર્થી પોતાના પરિવારનો જ એક સભ્ય હોય તેવી ભાવનાને તેણે બિરદાવી હતી. આ જ કારણથી પોતે હોસ્ટેલમાં એક પરીવાર જેવા જ માહોલમાં શાંત તેમજ સ્વસ્થ ચીતે રહીને શ્રેષ્ઠ રીતે અભ્યાસ કરી શકયો હોવાનું તેણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.