ક્રિપટો પર સરકારી કન્ટ્રોલ કેટલા અંશે શક્ય ? ખુબજ ગંભીરતાથી સરકારે વિચારવું જરૂરી
ક્રિપટો પર ભરોસો ક્યારે ?
અબતક, નવીદિલ્હી
છેલ્લા લાંબા સમયથી ડિજિટલ કરન્સી ઉપર સતત ચર્ચા ભાઈ છે ત્યારે છેલ્લે સરકારે બજેટમાં ક્રિપટોકરન્સી ને લઇ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપટોકરન્સી બજારમાં લાવશે. આ નિર્ણય બાદ ડિજિટલ કરન્સી માં જે રોકાણ કરતા લોકો છે તેમને ખૂબ જ હાશકારો થયો હતો. ત્યારે ફરી એક વખત ડિજિટલ કરન્સી ક્રિપટોને લઇ પ્રશ્નો ઉભા થયા છે. ઇન્ડિયન બેંક એસોસિએશન ની 17મી એન્યુલ બેન્કિંગ ટેકનોલોજી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી.શંકરે જણાવતા કહ્યું હતું કે, ક્રિપ્ટકરન્સી એક પોનજી સ્કીમ છે, જે નાણાકીય સર્વસત્તા માટે જોખમ ઊભું કરી શકે છે ત્યારે હવે પ્રશ્ન ઉદભવે એ થયો કે ક્રિપટો પર ભરોસો તો કેવી રીતે મૂકી શકાય ?
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે ક્રિપટોકરન્સી માટે જે ટેકનોલોજી હાલ પ્રવર્તે છે તેનાથી સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ તેના પર રહી શકશે નહીં અને તે નાણાકીય ગતિવિધિને ખૂબ જ અસર કરતાં સાબિત થશે જેથી ભારતમાં ક્રિપટો ને સંપૂર્ણ બેન કરવું જ જરૂરી છે. શ્રી તરફ તેઓએ જણાવ્યું હતું કે ડિજિટલ કરન્સી સિસ્ટમ દેશની મોનેટરી ઓથોરિટી, બેન્કિંગ સિસ્ટમ અને સરકારનું જે અર્થવ્યવસ્થા પર જે કાબુ હોવો જોઈએ તે ગુમાવી દેશે. હાલ આ તમામ જે પડકારો ક્રિપટો એ લઈ સામે આવ્યા છે તેને ધ્યાને લેતાં હાલ ભારત માટે સૌથી સારો વિકલ્પ એ જ છે કે દેશમાં ડિજિટલ કરન્સી ને બેન કરવામાં આવે.
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એમ પણ જણાવ્યું હતું કે ડિજિટલ કરન્સી ને કોઈ મુદ્રા અથવા તો મિલકત અથવા કોમોડિટીમાં આવરી લેવામાં આવશે નહીં જેથી ક્રિપટો એક કોનજી કેમ છે જેનાથી ભારતે બચવું ખૂબ જ જરૂરી છે જો દેશ નાણાકીય સ્થિરતા ઇચ્છતું હોય તો ક્રિપટો ને લઇ તેમનો નિર્ણય બદલાવો પડશે. બીજી તરફ ક્રિપટો દેશની નાણાકીય સર્વ સત્તાને પણ જોખમી છે. ડિજિટલ કરન્સી ક્રિપટો રોકાણકારોમાં સૌથી વધુ પ્રચલિત છે અને વધુ ને વધુ રોકાણકારો આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ઇચ્છતા હોય છે. જેનું મુખ્ય કારણ એ છે કે, અને રોકાણકારોને ખૂબ મોટો ફાયદો પણ મળતો હોય છે.
બ્લોકચેઇન અને ક્રિપટો વચ્ચેનો તફાવત શું ?
ક્રિપટો માં જે રોકાણ કરતા રોકાણકારો છે તેઓએ ક્રિપટો અને બ્લોકચેઇન વચ્ચેનો તફાવત જાણવો એટલું જ જરૂરી છે.
બ્લોકચેઇન એક ટેકનોલોજી છે, જે ક્રિપટોકરન્સીના ઓટોમેટિક વ્યવહારોનો સંગ્રહ કરે છે. જ્યારે ક્રિપટો ડિજિટલ કરન્સી હોવાથી તેનું એકચેન્જ પણ શક્ય બને છે અને તેમાં રોકાણ પણ થાય છે .
ક્રિપટો ખરીદી, વહેચી અને તેમાં ટ્રેડ કરી શકાય, જ્યારે બ્લોકચેઇનમાં કોઈ ટ્રેડ થઈ શકતું નથી.
બ્લોકચેઇન ટેકનોલોજી વિવિધ ક્ષેત્ર જેવી કે લોજિસ્ટિક સપ્લાઈ ચેઇન , હેલ્થ કેર અને બેન્કિંગમાં થઈ શકે છે જ્યાં તેઓ આ તમામ વસ્તુ ના વ્યવહારો નો ડેટા સંગ્રહ કરે છે.
ક્રિપટો મુખ્યત્વે રોકાણ અને પરચેસિંગની ચીજ વસ્તુઓ માં ઉપયોગમાં લેવાય છે.
બ્લોકચેઇન ટેકનોલોજી ડિસેન્ટ્રલાઈઝ પદ્ધતિ અને સમગ્ર વિશ્વમાં વિવિધ જગ્યાઓ પર ફેલાયેલી છે જ્યારે ક્રિપટો ટ્રેડિંગ અને તેનું એક્સ્ચેન્જ મોબાઇલ અથવા તો ડેસ્કટોપ મારફતે પણ થઈ શકે છે.