હજુ ડિજિટલ કરન્સી સંપૂર્ણપણે લીગલાઈઝ થઈ પણ નથી ત્યાં પૂરતી સાયબર સુરક્ષાના અભાવે હેકિંગના બનાવો વધ્યા છે. તાજેતરમાં ક્રિપ્ટોકરન્સીની ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે. જેમાં હેકર્સે રૂપિયા 5 હજાર કરોડની કિમંતની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી છે. જો કે, હેકર્સે દયાભાવ રાખ્યો હોય તેમ તેમાંથી અડધોઅડધ કિંમતની ડિજિટલ કરન્સી પાછી આપી છે.

ડીજીટલાઈઝેશન: ‘રૂપિયા’ વિનાની બેકિંગ વ્યવસ્થા થઈ જશે..!!

અહેવાલ અનુસાર, હેકર્સે એથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 600 મિલિયન ડોલરથી વધુની ચોરી કરી હતી. હેકરોએ બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પોલી નેટવર્કનો ભંગ કરીને આ કર્યું હતું. કંપનીએ ટ્વીટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે વિકેન્દ્રિત ફાઇનાન્સ અથવા ડેફાઇ સ્પેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. પોલી નેટવર્ક એક પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ક્રિપ્ટો ટોકનનું વિનિમય કરવાની મંજૂરી આપે છે. તેમણે પુષ્ટિ કરી છે કે આ ક્રિપ્ટો ચોરીથી હજારો રોકાણકારો પ્રભાવિત થયા છે. હેકરોએ પોલિગોન નેટવર્કમાંથી $ 273 મિલિયન મૂલ્યનું ઇથેરિયમ, $ 253 મિલિયન મૂલ્યનું બિનેન્સ સ્માર્ટ ચેઇન અને $ 85 યુએસ ડોલર સિક્કા (USDC) ટોકન ચોરી લીધા હતા.

કંપનીએ ટ્વિટ કર્યું કે પોલીનેટવર્ક પર હુમલો થયો છે. 

આ ટ્વિટમાં હુમલાખોરોનું સરનામું પણ શેર કરવામાં આવ્યું છે, જેના પર ચોરાયેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓન્ટોલોજી અને સ્વિચિયોના નિયોએ કહ્યું કે હેકરોએ તેને પરત આપવું જોઈએ અન્યથા તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.  આ ચેતવણી બાદ હેકર્સે ટોકન પરત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.