કંપનીના સીઈઓ અને ફાઉન્ડરે રાજીનામુ આપ્યું : બીનાન્સ એફટીએક્સને ખરીદે તેવી શક્યતા
ક્રિપટો કરન્સી હાલ વિશ્વને હચમચાવી રહી છે. એટલુંજ નહીં રિસ્કની સાથે સારું એવું વળતર મળવાના પગલે રોકાણકારો વધુને વધુ ક્રિપટો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પરંતુ સાચી વાસ્તવિક્તા એ છે કે, ક્રિપટો એક્સચેન્જ સાથે જોડાયેલી કંપનીઓની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. સરકાર જ્યાં સુધી ક્રિપટો ઉપર અંકુશ નહીં મૂકે ત્યાં સુધી ક્રિપટોનો અતિરેક થતો જોવા મળશે. જે ન થાય તેના માટે રોકાણકારોએ પણ ચેતવું એટલુંજ જરૂરી છે.
મળતી માહિતી મુજબ ક્રિપટો એક્સચેન્જ સાથે જોડાયેલી એફટીએક્સે નાદારી નોંધાવા અરજી કરી છે. એટલુંજ નહીં કંપનીને ખુબજ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. જે બાદ કંપનીના સીઇઓ અને સ્થાપકે પોતાનું રાજીનામુ આપી દીધું છે. આ મુદા સાથે જોડાયેલા વક સૂત્રએ માહિતી આપી હતી કે, જસ્ટિસ એન્ડ સિક્યુરિટી એક્સચેન્જ કમિશન વિભાગ હાલ એ વાતની ખરાઈ કરી રહ્યું છે કે, કંપની દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે સુરક્ષાને લઇ કોઈ ગુનોતો આચરવામાં આવ્યો નથી ને ? હાલ કંપની ઉપર ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે કોઈ વિગતવાર માહિતી સામે આવી નથી. તપાસ કરતી એજેન્સી એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે, એફટીએક્સ દ્વારા જે ગ્રાહકોના નાણાં મળ્યા હતા તેનું કોઈ અન્ય જગ્યા પર રોકાણ તો નથી કરવામાં આવ્યું .
જો એ પ્રકારનો ગુનો કંપની દ્વારા આચરવામાં આવ્યો હશે તો તેને સજા પણ ફટકારવામાં આવશે. ગત સપ્તાહમાં એફટીએક્સે પોતાને તેનાથી મોટી કંપની બીનાન્સને વહેંચવા માટેની માહિતી આપી હતી. રોકાણકારો અને ક્રિપટોની દુનિયામાં હજુ પણ એ આશાવાદ છે કે, વિશ્વની સૌથી મોટી ક્રિપટો એક્સચેન્જ કંપની બીનાન્સ એફટીએક્સને નાદારી માંથી બચાવી શકશે કે કેમ? જે માટે બિનનાસ દ્વારા એફટીએક્સ કંપની સાથે જોડાયેલા તમામ નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહ્યું છે.