ફેસબુકની “લિબ્રા પહેલા બીટકોઈન ૧૧,૦૦૦ ડોલરને પાર!

૧૫ માસમાં બિટકોઈનમાં જોવા મળ્યો સૌથી વધુ ઉછાળો

છેલ્લા ઘણા સમયથી દેશના ચલણની જગ્યા બિટકોઈન લઈ રહ્યું છે. કારણ કે તેમાં સૌથી વધુ નફો લોકોને મળતો રહે છે. બિટકોઈન પર ઘણા બધાં પ્રશ્ર્નો ઉઠયાં છે. છતાં પણ લોકો તેને સ્વીકારી રહ્યાં છે અને તેમાંથી નફો રળે છે. દિવસે ને દિવસે બિટકોઈનમાં નવી-નવી ક્રિપ્ટોકરન્સી આવતી જ રહે છે. ડિજીટલ કરન્સી હોવાી તેમાં વ્યવહાર કરવો સરળ છે અને સારો એવો નફો પણ રળી શકાય છે.

છેલ્લા થોડા સમયમાં સમગ્ર વિશ્વ બિટકોઈન પર કેન્દ્રીત યું છે ત્યારે સામે બિટકોઈનની સપાટી પણ ઉપરને ઉપર વધતી રહે છે. છેલ્લા ૧૫ મહિનામાં આ છેલ્લા અઠવાડિયામાં ૧૦% થી પણ વધુનો કુદકો મારી ઉચ્ચત્તમ સપાટીએ પહોંચ્યું છે. જેમાં વિશ્ર્લેષકોએ કહ્યું કે ફેસબુકની ‘લિબ્રા’ ડિજીટલ ક્રિપ્ટોકરન્સી આવવાી લોકો હસતાં-હસતાં આ કરન્સીને અપનાવશે તેવો આશાવાદ જાગ્યો છે અને ફેસબુકની આ જાહેરાતી બિટકોઈનમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.

રવિવારે બિટસ્ટેમ્પ એક્ષ્ચેન્જમાં સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ૧૧,૨૪૭.૬૨ ડોલર એટલે કે ૭.૮ લાખને પાર ગઈ હતી. આ સૌથી મોટો આંકડો આ વર્ષનો છે જે પાછળી ફેરવીને ૦.૭ % એટલે કે ૧૦,૯૧૭ ડોલરની ઉપર દર્શાવવામાં આવ્યો હતો.

ફેસબુકે ગયા અઠવાડિયે જાહેર કર્યું હતું કે, તે ‘લિબ્રા’ નામની નવી ક્રિપ્ટોકરન્સીની શરૂઆત કરવાની યોજનામાં છે. આ જાહેરાતી સમગ્ર વિશ્વમાં નિયમનકારો અને તેને લગતા રાજકારણના પ્રશ્ર્નો ઉભા યા છે.

ઈટોરોના વિશ્ર્લેષક માટી ગ્રીનસ્વેને જણાવ્યું હતું કે, બિટકોઈનના  ફાયદાએ રિટેલ રોકાણકારોમાં વધતી જતા આશાવાદ પર વધુ ભાર આપ્યો છે કે ફેસબુકની નવી ક્રિપ્ટોકરન્સી ‘લિબ્રા’ની યોજનામાં અપનાવતી કંપનીઓ આ કરન્સીમાં એક ભાગ ભજવશે. જેથી રિટેલ રોકારકારોને સારૂ એવું વળતર આ કરન્સી દ્વારા મળી શકશે.

તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, વેપારીઓ ફેસબુક જેવા મોટા ખેલાડીઓ સો પોતાનું ભવિષ્ય જોડતા હોય છે અને આગળના અનુમાન લગાવતા હોય છે. તેઓ એમ પણ માને છે કે, “તુલા રાશી (લિબ્રો) ક્રિપ્ટોકરન્સીમાં સામૂહિક જાગરૂતતા બનશે અને તેને સ્વીકારવાના એક દરવાજા તરીકેનું કાર્ય કરશે.

અન્ય વેપારીઓ જણાવે છે કે ખાડી પ્રદેશમાં ભૌગોલિક રાજકીય પરિબળોનો ઉલ્લેખ કર્યો છે. જે બિટકોઈનમાં રસ વધારવા માટે યુએસ અને ચીનની વેપારીક યુદ્ધ જેવી સ્થિતિ સર્જશે જે માર્ચી આંશીક પળે બમણી જેવી થઈ જશે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક રોકાણકારોએ બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીને ઘરેલું કરન્સીમાં સંભવિત ઘટાડા સામે એક વાડ સમાન બની રહેશે.  ક્રિપ્ટો કરન્સીનું બજાર જોઈ ન શકાય તેવું છે અને ભાવ શું ચાલે છે અને શું હશે તેનું ચોકકસ તાગ મેળવવો પણ અઘરો છે. શુક્રવારે ૨૨૦૦ જીએમટી અને ૦૩૦૦ જીએમટી શનિવારે વચ્ચે રહ્યો હતો. જ્યારે આ ગાળામાં બિટકોઈન ૧૦% થી વધ્યું હતું.

લંડન સ્તિ થોમસ ટયુચ ઓફ ઈનીગ્મા સિક્યોરીટી આ કંપની ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં પડતા સોદામાં સૌથી વધુ નિષ્ણાંત છે. તેમણે કહ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતી જતી તકો બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી માટે ‘ગેસ’ હતી.

જ્યારે માર્ચના અંતમાં બિટકોઈન મર્યાદિત ભાવોની જોડાણમાંથી છૂટી ગયું હતું. ત્યારી તે ૧૬૦% થી વધ્યું છે જે ડબલ-ડિજીટલ ભાવના સ્વીંગ્સ દ્વારા તીવ્ર વધ્યું છે. જેણે ૨૦૧૭માં ભાવમાં બે આંકડાને પાર કરી રીટેલ ઈન્વેસ્ટરને તેજી આવી હતી જે રોકાણકારો વિશાળ રોકાણ ધરાવે છે તેમના માટે બિટકોઈન એક વરદાન સમાન છે અને વિશ્વની અન્ય મધ્યસ્થ બેંકો તરીકે વળતર શોધતા અન્ય રોકાણકારો નીચા વ્યાજદર તરફ વળ્યા છે.

સોમવારે સોનાના ભાવ છ વર્ષની ઉંચી સપાટી પર પહોંચ્યો હતો. જેમાં વધુ પડતી મધ્યસ્થ બેંકો દ્વારા સલામતીની માંગ ઉઠી હતી. બિટકોઈન જે બજારનો અત્યારે અડધાી વધુ હિસ્સો ક્રિપ્ટોકરન્સીમાં ધરાવે છે. બિટકોઈન જાન્યુઆરીમાં સૌથી નીચી સપાટીએ પહોંચ્યા પછી છેલ્લા સપ્તાહમાં તીવ્ર વધારો થયો છે.

સાથે સાથે ફેસબુકની ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સીની જાહેરાત બાદ બજારમાં એક આશા જન્મી છે કે ક્રિપ્ટોકરન્સી લિગલાઈઝ બનશે અને આગળ જતાં કંપનીઓ, રોકાણકારોને સારૂ વળતર મળી રહેશે અને આગળ જતાં સમાજના લોકોને તેનો ફાયદો મળી રહેશે.

છેલ્લા કેટલાક સમયથી જો બજારની પરિસ્થિતિ જોઈએ તો ક્રિપ્ટોકરન્સી એક મોટો હિસ્સો બની ગયું છે અને વૈશ્વિક સ્તરે ધૂમ મચાવી રહ્યું છે. હા એ વાત અલગ છે કે હજુ ક્રિપ્ટોકરન્સીને લઈ કોઈ કાયદેસરની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. પરંતુ રોકાણકારો માટે તો ક્રિપ્ટોકરન્સી પ્લેટીનમ જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.