મનની શુદ્ધિ માટે વિપશ્યના શિબિરનો લાભ લેતા અનેક લોકો
ક્રુરતાથી કરૂણા તરફ જવા માટે વિપશ્યના લાભદાયી હોવાનું રાજકોટમાં ૨૭ વર્ષથી વિપશ્યના શિબિરનું આયોજન કરતા રાજુભાઈ મહેતાએ જણાવ્યું હતું. આજરોજ એરપોર્ટ રોડ, ગીતગુર્જરી સોસાયટી ખાતે વિપશ્યના શિબિરનું આયોજન થયું હતું. જેમાં અનેક લોકો હાજર રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન રાજુભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વિપશ્યના એક મનને શુઘ્ધ કરવાની સરળ પઘ્ધતિ છે. જેના કારણે આપણે જીવનમાં ખુબ સુખ-શાંતી અનુભવી શકીએ. રાજકોટમાં લગભગ ૨૭ વર્ષથી આનુ આયોજન કરીએ છીએ પણ ભારતમાં આ સાધનાનું ૫૦મું વર્ષ ૩જી જુલાઈએ બેઠું. ભારત અને વિશ્વમાં લગભગ ૧૦૦થી વધુ દેશોમાં આ સાધનાનું પ્રશિક્ષણ થઈ રહ્યું છે.
લગભગ સંપ્રદાયના સાધુ-સંતો આ શિબિરમાં આવ્યા છે અને અનેક લોકો કહે છે અને સંતો કહે છે કે અમે થીયરી શિખવાડી છીએ. તમે પ્રેકટીસ કરાવો છો લોકોને વિપશ્યનાના મુખ્ય લાભ એ છે કે માણસ દુ:ખમય જીવનમાંથી સુખમય તરફ જાય. ક્રુરતામાંથી કરૂણા તરફ જાય અને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ જાય. આપણે બધાના રોગ સાર્વજનિક છે. જેમ કે ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ એનાથી બધા જ પીડાય છે.
એવું કોઈ નથી કેતા કે ક્રોધ હિંદુ છે કે બૌઘ્ધ છે. બધા જ આનાથી પીડાઈ રહ્યા છે. તેનાથી બહાર નીકળવાની પઘ્ધતિ છે. અંતરમનમાં બહુ સારી શકિતઓ ભરેલી છે તો તેનો વિકાસ નથી કર્યો કહી વિપશ્યના અંતર મન સુધી લઈ જવાની પઘ્ધતિ છે અને એ પણ વૈજ્ઞાનિક છે. આમાં કોઈ સંપ્રદાયનો રંગ નથી. આમા કોઈને પુજા નથી કરવાની કે કોઈને નમન નથી કરવાનું. ફકત પોતાની જાત સાથે ૧૦ દિવસ રહેવાનું છે.
તેનો ફાયદો બહુ છે તેથી ભારત અને વિશ્ર્વમાં કોઈ એવો દેશ બાકી નથી. જયાં આ શિબિર ન થતી હોય. અમે બધાને પુછીએ કે કેવું લાગ્યું ત્યારે બહુ સહજતાથી વાત કરે છે કે અમે અમારા સમાજમાં થિયરી શિખવાડી છે. તમે પ્રેકટીસ કરાવો છો. બધા લોકો કહે છે કે અમે મોડા પડયા. આપણે ભગવાનનું નામ બુદ્ધિથી લઈ રહ્યા છીએ. જે અંતર મન સુધી પહોંચતું નથી. આ સાધનામાં અંતર મન તો સારું કોન્સીયસ છે પણ તેને કોન્સિયસ કરવાની પઘ્ધતિ છે.
વિપશ્યના એ સાધના છે કે આસાનીથી તે કોન્સીયસથી સુપર કોન્સિયસ સુધી પહોંચવાની સફર છે અને આવનાર દરેક વ્યકિત પોતાના જીવનમાં બદલાવ અનુભવે છે. દેવતાઓને પણ રેવાનું કયાં ગમે જયાં કજીયા ન હોય, રોકડ ન હોય, મૈત્રી ભાવ હોય, આમાં પહેલા સાડા ત્રણ દિવસ પોતાના શ્વાસનું ધ્યાન કરવાનું અને પછીના સાડા છ દિવસ પોતાના શરીરની સંવેદનાનો અનુભવ કરવામાં આ સાડા ત્રણ દિવસ ધ્યાન કરવાથી આસાનીથી ક્રોધ, ભય, ચિંતા પર કાબુ મેળવી લે છે. ગરમી પર ક્ષમતા રાખવી એ ક્ષમતાની સાધના છે અને તેનાથી સાચા અર્થમાં સુખ-શાંતિનું જીવન વિતાવી શકે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન પુષ્પાબહેને જણાવ્યું હતું કે, હું આ શિબિર ૧૯૮૨માં પહેલી જ વાર ગુરુજીએ સહાયક આચાર્યની નિમણુક કરી તેમાં થોડાના અમે છીએ. વિપશ્યના એટલે પશ્યાના એટલે જેમ ખુલ્લી આંખે બહારની વાતો જાણીએ તેમ હવે બહાર જે ઈન્ડિયોથી બહારના વિષય સાથે સંપર્ક થાય છે અને તેને આપણા મનના ઉંડાણમાં શું અસર થાય છે.
એ અસરને લીધે આપણો સ્વભાવ ઘડાય છે. તેને લીધે આપણે પ્રતિક્રિયા કરીએ સુખી થઈએ, દુ:ખી થઈએ સામાન્ય રીતે આપણે દુ:ખમય જીવન વિતાવીએ છીએ તો તેમાંથી કેવી રીતે બહાર આવીએ. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે સમતોલ પણે જીવી શકીએ. આપણે જે પ્રતિક્રિયાવાળુ જીવન જીવીએ છીએ તે પ્રતિક્રિયાઓમાંથી બહાર આવીએ અને ખુબ હાર્મની, સુખ-શાંતીથી સમાજમાં દેશ અને દુનિયામાં જીવી શકીએ તે તેનો પહેલો હેતુ છે અને પછી આજે જે દુ:ખમય જીવન પ્રાપ્ત કરતા જાય છે.
એક પછી એક વગર કારણે તેમાંથી કેમ પરમભકત, પરમ નિર્માણ મુકિત સાધી શકીએ તેનો મુખ્ય આદર્શ છે. લોકો દુ:ખી છે જેથી તેમાંથી બહાર આવવાનો રસ્તો કે પ્રયોગ કરતા હોય છે. વિપશ્યનામાં સુખ શાંતિની ખોજ પુરી થાય છે. આજે જોઈએ તો સત્યનારાયણ યોગેન્કાજી જે પ્રમુખ આચાર્ય છે. વિશ્ર્વમાં જે બર્માથી ભારત આવ્યા તેમના ૪૯ વર્ષ પુરા થાય તેના ઘણા સેન્ટરો જોવા મળે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન વિપશ્યના શિબિરમાં ભાગ લેનાર અમિત સંઘવીએ જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી હું આ શિબિરમાં એકટીવ છું અને કરાવું પણ છું. વિપશ્યતાએ પ્રેકટીકલ અનુભવ કરવા જેવુ છે પણ મારી લાઈફમાં ઘણા બધા ફેરફારો તેને લીધે જોય શકાય છે. બિમારી તો ઠીક છે પણ યાદશકિત તમારે ડિઝીસન પાવર અને જે બીજા પ્રત્યેના વ્યવહારો છે તે તમારા મનને સ્ટેબર કરે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન વિપશ્યના શિબિરમાં ભાગ લેનાર જયોત્સનાબેન પારેખે જણાવ્યું કે, હું લગભગ ૧૦ થી ૧૨ વર્ષથી કરુ છું અને જીવનમાં ન ધારેલુ સરસ રિઝલ્ટ મળે છે. તેનાથી મારામાં ઉંડી સમજ આવી. મારા અંગત જીવનમાં સુખી છું અને આજુબાજુના વાતાવરણમાં પણ સુધારો જોવા મળ્યો છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વિપશ્યના શિબિરમાં ભાગ લેનાર ઉમાબેન પટેલે જણાવ્યું હતું કે, હું આ શિબિર ૨૦૦૬થી કરી રહી છું અને આમ જોઈએ તો આ સાધના સંજીવની રૂપ છે. હું તેનાથી વર્તમાનમાં રહી શકું છું તો મારા કામમા પણ આ સાધના દ્વારા સરખી રીતે ધ્યાન આપી શકુ છું.