- માતા-પુત્રીએ એસિડ પી લેતા પરિણીતાનું મોત, માસુમ ગંભીર
- માસુમ બાળકીને ઉપલેટાની હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર હેઠળ
રાજકોટ ન્યુઝ
ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે પરિણીતાએ પોતે અને માસુમ પુત્રીને એસિડ પીવડાવી દેવાની ઘટનામાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. જ્યારે માસુમ બાળકીને ઉપલેટાની હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.
પોલીસે મૃતક સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાશમાં ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે રહેતા મનિષાબેન ઉર્ફે સુમિબેન જગાભાઇ મકવાણા નામની પરિણીતાએ નવ માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવી પોતે ગટગટાવ્યાની પતિ જગાભાઇ ગોડાભાઇ મકવાણાને મોબાઇલ ફોન કરતા દોડી આવી સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા મનીષાબેન મકવાણાનું મોત નિપજ્યું હતું.
જ્યારે નવ માસની માસુમ પુત્રી ધાર્મીને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતક મનીષાબેનના પતિ જગાભાઇએ પોલીસને જણાવ્યું હતું કે પત્ની મનીષાબેનનો મગજ વધારે તીખો હતો. ક્યારેક બહારગામ જવા બાબતે કહે તો મારે તેને બહાર ગામ જવા દેવી પડતી હતી. પોલીસે કાગળો કરી વિશેષ તપાશ પાટણવાવ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. આર.વી.ભીમાણી સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.
પોલીસની પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે રહેતા જગાભાઇ ગોડાભાઇ મકવાણાએ પત્ની મનીષાબેન ઉર્ફે સુમિબેન મકવાણાએ એસિડ પી અને નવ માસની માસુમ પુત્રી ધાર્મીને મારી નાખવાની કોશિષ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મનીષાબેન સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.