રાજકોટમાં ૨૫ પૈસાના વધારાની સાથે પેટ્રોલના ભાવ ૭૧.૩૯ રૂપિયાએ જયારે ૨૩ પૈસાના વધારાની સાથે ડીઝલના ભાવ ૬૭.૩૯ એ પહોંચ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ઘટવા છતા ભારતમાં વધ્યા છે. રાજકોટમાં ઈંધણની કિમંતની વાત કરીએ તો, પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા જયારે ડીઝલનાં ભાવમાં ૨૩ પૈસાનો વધારો થયો છે.
શુક્રવારે પેટ્રોલનો એક લીટરનો ભાવ ૭૧.૧૪ રૂ. હતા જે હાલ વધીને ૭૧.૩૯ થયા છે. જયારે ડીઝલનો ભાવ રૂ. ૬૭.૧૬ હતા જેમાં ૨૩ પૈસાનો વધારો થઈ રૂ.૬૭.૩૯ નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણનાં ભાવમાં વધઘટ થતા તેની સીધી અસર લોકલ માર્કેટ પર જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રઉડના ભાવ ઘટવા છતા ભારતમાં વધ્યા છે. રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવો પર નજર કરીએ તો, દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમતમાં દર લીટરે ૧૮ થી ૧૯ પૈસાનો વધારો થયો છે. જયારે ડીઝલની કિંમતમાં ૨૩ થી ૨૪ પૈસા વધ્યા છે.
શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ.૭૧.૭૫ અને ડીઝલના ભાવ ૬૨.૪૮ નોંધાયા હતા જયારે કોલકતામાં પેટ્રોલ રૂ.૭૪.૫૦ અને ડીઝલ રૂ. ૬૫.૧૭ રહ્યા હતા. તો મુંબઈમાં એક લીટરે પેટ્રોલની કિંમત ૭૯.૬૩ રૂ. અને ડીઝલની રૂ. ૬૬.૫૪ થયા હતા. ચેન્નઈની વાત કરીએ તો એક લીટર પેટ્રોલની કિમંત ચેન્નઈમાં ૭૪.૪ રૂ. રહી હતી જયારે ડીઝલની કિમંત ૬૫.૮૭ રૂ. રહી હતી આ સામે રાજકોટમાં પેટ્રોલમાં ૨૫ પૈસાના વધારાની સાથે ૭૧.૩૯ કિંમત છે. જયારે ૨૩ પૈસાના વધારાની સાથે ડીઝલની કિંમત ૬૭.૩૯ રૂ. નોંધાઈ છે.