આંતરરાષ્ટ્રીય બજારમાં 2018 પછી ક્રૂડ ઓઈલના ભાવ 77.65 ડોલર પ્રતિ બેરલ સાથે સૌથી ઊંચી સપાટીએ!!
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા આજે દેશમાં એક લિટર પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 67 દિવસમાં પ્રથમ વખત ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 2018 પછીની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.
આ સાથે જ દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને 88.82 રૂપિયા થઇ ગયો છે.જ્યારે મુંબઇમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને 96.41 રૂપિયા થઇ ગયો છે તેમ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.
જો કે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં 101.19 રૂપિયા અને મુંબઇમાં 107.26 રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ), હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)એ પાંચ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી.આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને 77.50 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બર પછી આંતરરાષ્ટ્રૂીય બજારમાં ક્રૂડના ભાવમાં પાંચથી સાત ડોલરનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ત્રણથી વધારે ડોલરનો ઘટાડો થયો છે.
આ અગાઉ છેલ્લે પાંચ સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોથી મેથી 17 જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં 11.44 રૃપિયા અને ડીઝલના ભાવમાં 9.14 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો હતો.