છેલ્લા એક સપ્તાહમાં જ રૂપિયો ડોલરની સામે ૨.૨૫ રૂપિયા જેટલો મજબુત થયો છે
આ પૄથ્વી પર સનાતન કાંઇ નથી, આજે જે તમારૂં છે તે કાલે બીજાનું હશે..! ક્રુડતેલ તથા ડોલરની તેજીનાં વળતાં પાણી જોઇને ટ્રમ્પ સાહેબને ભાગવત ગીતાના આ વાક્યનો ર્અ સમજાઇ ગયો હશે.ગત નવમી ઓક્ટોબરે જ્યારે ડોલરનો ભાવ ૭૪.૩૪ રૂપિયા થયો ત્યારે અમેરિકાની સરકારનાં કોલર ટાઇટ હશે., પણ માત્ર દોઢ જ મહિનામાં તેમને પડતી દેખાઇ ગઇ છે. આવું જ ક્રુડતેલનું થયું છે.
આજ સમય ગાળામાં ક્રુડતેલ ૮૬ ડોલરની સપાટી દેખાડતું હતું. જે આજે ૬૦ ડોલરની નીચે ટ્રેડ થાય છે. આજ રીતે ડોલરનાં ભાવ ઘટીને ૭૦.૬૯ રૂપિયા થયા છે.દરરોજ ઘટતા આ ભાવ ભારત માટે નવા વર્ષી રોજ લાભ પાંચમ નો અહેસાસ કરાવે છે.આ બન્ને ફેક્ટર ભારતની ઇકોનોમી, જીડીપી તથા વિકાસ પર બહુ મોટી અસર કરતાં હોય છે. નવા વર્ષનાં પ્રારંભી રૂપિયાની મજબુતી સતત જોવા મળી છે.છેલ્લા એક સપ્તાહમાં જ રૂપિયો ડોલરની સામે ૨.૨૫ રૂપિયા જેટલો મજબુત થયો છે.
ઇન્ટર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં નિકાસકારોએ પણ મોટા પાયે ડોલર વેચ્યા હોવાના અહેવાલ છે.હવે જ્યારે ક્રુડતેલનાં ભાવમાં બેરલ દિઠ એક ડોલરનો વધારો થાય ત્યારે દેશની તિજોરી પર ૮૦૦ કરોડનો નવો બોજ આવતો હોય છે આજ રીતે જો રૂપિયો ડોલર સામે એક રૂપિયા જેટલો નબળો પડે તો પણ ૮૦૦ કરોડનો નવો બોજ આવતો હોય છે. આ ઉપરાંત બળતણ મોંધુ વાના કારણે વધતી મોંઘવારી ગણીએ તો ક્રુડતેલનાં ભાવમાં ૧ ડોલરનો વધારો ભારતનાં કુલ ઇમ્પોર્ટ બિલ પર ૬૧૬૦ કરોડ રૂપિયાનો વધારો કરે છે એવી તાજેતરનાં એક અહેવાલમાં ગણતરી મુકાઇ છે.
હાલમાં રૂપિયો છૈલ્લા ત્રણ મહિનાની સૌથી મજબુત સપાટીએ છે જ્યારે બ્રન્ટ ક્રુડતેલનાં ભાવ ૬૦ ડોલરની સપાટી તોડી ચુક્યા છે. છેલ્લા દોઢ મહિનામાં ક્રુડતેલનાં ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો યો છે. એક જ સપ્તાહમાં ૧૨ ટકાનો ઘટાડો સહન કરનારા ક્રુડતેલનાં રાજાઓ અર્થાત ઓપીઈસી દેશો હવે કદાચ ક્રુડતેલનાં ઉત્પાદન અને સપ્લાયમાં ઘટાડો કરે તેવી અટકળો શરૂ થઇ છે.
આગામી છઠ્ઠી ડિસેમ્બરે વિયેનામાં ઓપીઈસી દેશોના પ્રતિનીધીઓની બેઠક છે તેમાં કોઇ નક્કર નિર્ણય લેવાય તેવી સંભાવના છે. કારણકે વિતેલા સપ્તાહમાં જોવા મળેલા ગાંબડા છેલ્લા ત્રણ વર્ષમાં ક્રુડતેલના બજારે જોયેલું સૌથી ખરાબ સપ્તાહ છે.ક્રુડતેલનાં ભાવ સતત સાત સપ્તાહી ઘટી રહ્યા છે.
જેમ ક્રુડતેલની કિંમત ઘટે કે ડોલર સામે રુપિયો મજબુત થાય તેમ વ્યવસાયિક ખાધ તથા રાજકોષિય ખાધ ઘટતી હોય છે. જે દેશની ઇકોનોમી માટે ફાયદા રૂપ છે. રૂપિયાની મજબુતી આયાતકારો માટે લાભદાયક છે જ્યારે નિકાસકારોને ડિલીવરીના સમયે ડોલર સામે રુપિયા ઓછા મળતા હોવાથી નુકસાની સહન કરવી પડતી હોય છે.
જોકે ક્રુડતેલનાં ભાવમાં ઘટાડો થાય તો મધ્ય-પૂર્વનાં દેશોની નિકાસ તથા આવકમાં ઘટાડો તો હોય છે.જેના કારણે તેમના ભારત સાથેનાં વ્યવસાયમાં ઘટાડો થાય છે તેની આડકતરી અસર રૂપે ભારતીયોનાં રોજગારને વિપરીત અસર પડતી હોય છે.
સાલ ૨૦૧૭-૧૮ ની જ વાત કરીએ તો એપ્રિલ-૧૭ થી માર્ચ-૧૮ સુધીનાં ગાળામાં મર્ચન્ડાઇઝ સેક્ટરમાં ભારતે ૩૦૨.૮૪ અબજ ડોલરના માલની નિકાસ કરી છે જે અગાઉનાં વર્ષની સરખામણીએ ૯.૭૮ ટકા વધારે છે. જ્યારે સર્વિસ સેક્ટરમાં ૧૭૫.૩૧ અબજ ડોલરના નિકાસ વેપાર કર્યા છે જે અગાઉના વર્ષ કરતા ૧૭.૬૩ ટકા વધારે છે. આ બન્ને સેક્ટરની કુલ મળીને ૪૭૮.૧૫ ડોલરની નિકાસ થઇ છે. જ્યારે બન્ને સેક્ટરની કુલ મળીને આયાત ૫૬૫.૩૨ અબજ ડોલરે પહોંચી છે, મતલબ કે દેશની નિકાસ કરતા આયાત વધારે છે.આમ જો ડોલર મોંઘો થાય તો દેશની ઇકોનોમીને ફાયદા કરતા નુકસાન વધારે છે.
ક્રુડતેલમાંથી પેટ્રોલના ઉત્પાદનનું ગણિત જોઇએ તો એક બેરલ ક્રુડતેલમાં ૪૨ અમેરિકન ગેલન (એક ગેલન એટલે ૪.૫૫ લિટર) ક્રુડતેલ હોય છે મતલબ કે આશરે ૧૯૧ લિટર જેટલું ક્રુડતેલ થાય. તેમાંથી ૧૯ થી ૨૦ ટકા જેટલું પેટ્રોલ બનતું હોય છે આ ઉપરાંત અન્ય ઉપપેદાશો પણ બનાવવામાં આવે છે.
અંદાજિત ગણતરી એવું કહે છે કે ક્રુડતેલનુએક બેરલ જો ૬૦ ડોલરે વેચાય તો તેમાંથી રિફાયનરને લિટરે ૬૦ રૂપિયાથી નીચા ભાવનું પેટ્રોલ મળી શકે છે. પણ સરકાર કે ઓઇલ કંપનીઓ પેટ્રોલ એટલા નીચા ભાવે જનતાને ઓફર કરતા નથી કારણકે એટલા નીચા ભાવે વેચવાી તેના પર થતી ટેક્ષની સરકારી આવક ઘટી જાય છૈ. એનાથી વિપરિત માલિકો પોતાના નફાના ગાળાને વધુ મજબુત કરીને સરકાર પરનો બોન્ડનો લોડ ઘટાડવાનુ પસંદ કરે છે. જેથી ભવિષ્યમાં અચાનક કોઇ સમસ્યા થાય તો એ સમયે પેટ્રોલનાં ભાવને કાબુમાં રાખવાની રણનિતિ તૈયારકરાય છે.