ફૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને આરબ રાષ્ટ્રો માટે સ્થાનિક લોકોને રાજકીય મેનેજમેન્ટમાં ભરતી કરવાની વધી રહેલી જ‚રીયાતને લીધે ભારત સહિત અન્ય દેશોના લોકોની છટણીથી દેશમાં આવતો પેટ્રો ડોલરનો પ્રવાહ ઘટયો છે
અખાતી દેશોમાંથી એન.આર.આઈ.ની થાપણો ઘટી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને આરબ રાષ્ટ્રો માટે સ્થાનિક લોકોને રાજકીય મેનેજમેન્ટમાં ભરતી કરવાની વધી રહેલી જરૂરિયાતને લીધે ભારત સહિત અન્ય દેશોના લોકોની છટણીથી દેશમાં આવતો પેટ્રો ડોલરનો પ્રવાહ ઘટ્યો છે. અખાતી દેશોથી આવતા ભારતીયોનાં નાણાં દેશના વિદેશી હૂંડિયામણનો મોટો સ્રોત છે. ઉલ્લેખનીય છે કે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને લીધે ભારતની રાજકોષીય ખાધમાં ઘટાડો નોંધાયો છે, પણ એનઆરઆઈની થાપણના પ્રવાહ પર તેની પ્રતિકૂળ અસર થઈ છે. રૂપિયાના મૂલ્યમાં ધીમી વૃદ્ધિને કારણે પણ વિદેશથી આવતો ભારતીયોનો નાણાપ્રવાહ ઘટ્યો છે. અગાઉ અન્ય ચલણો સામે રૂપિયાનું મૂલ્ય ઘટતું હતું ત્યારે તેમને તેનો લાભ મળતો હતો, જે છેલ્લા કેટલાક સમયથી બંધ થયો છે.આરબીઆઈના ડેટા પ્રમાણે સ્થાનિક બેન્કોના નોન-રેસિડન્ટ એક્સ્ટર્નલ રૂપી એકાઉન્ટ્સ માં રૂપિયામાં જમા થતી વિદેશી થાપણોના પ્રવાહમાં એપ્રિલથી જૂનના ગાળામાં ૨૫ ટકા ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષમાં રોજગારી માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા ઘટી છે. કેર રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવિસે જણાવ્યું હતું કે, ક્રૂડના નીચા ભાવ અને શારકામમાં ઘટાડાને કારણે ભારતીય ઉપમહાખંડમાંથી શ્રમિકોની માંગમાં ઘટાડો થયો છે. તેની પ્રતિકૂળ અસર ગછઈં થાપણો અને રેમિટેન્સ પર થઈ છે.ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલના દેશોમાં ગયેલા ભારતીય શ્રમિકોની સંખ્યા ૨૦૧૪ના ૭,૭૫,૮૪૫થી ઘટીને ૫,૦૭,૨૯૬ થઈ છે. તેમના અર્થતંત્રને ક્રૂડના ભાવમાં ઘટાડાથી અસર થઈ છે. બેન્કોના ટોચના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, અખાતી દેશોનું નાગરિકત્વ નહીં ધરાવતા શ્રમિકો વધારાનાં નાણાં ભારતીય બેન્કોની એનઆરઆઈ ડિપોઝિટ્સમાં જમા કરાવે છે.૨૦૧૭-૧૮ના પ્રથમ ક્વાર્ટરમાં વિદેશમાં કામ કરતા ભારતીયોએ ૧૧૩.૩ કરોડ ડોલર ભારત મોકલાવ્યા છે, જે અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૨૭ ટકા ઘટાડો દર્શાવે છે. જૂનના અંતે કુલ એનઆરઆઈ ડિપોઝિટ ૧૧૮ અબજ ડોલરથી સહેજ વધુ રહી છે. જેમાં NREથાપણોનો હિસ્સો ૭૨ ટકા છે અને તે ૮૪.૪૭ અબજ ડોલરના સ્તરે છે. એનઆરઆઈના નાણાપ્રવાહનો અન્ય મોટો સ્રોત ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ બેન્ક એકાઉન્ટ છે. અમેરિકા અને બ્રિટનમાં રહેતા ભારતીયો સામાન્ય રીતે સરપ્લસ નાણાં જમા કરવા FCNR-Bએકાઉન્ટનો ઉપયોગ કરે છે. સબનવિસના જણાવ્યા અનુસાર અમેરિકામાં રોજગારી પર નિયંત્રણને કારણે સેન્ટિમેન્ટ અને કમાણી પર અસર થઈ છે.સબનવિસે જણાવ્યું હતું કે, ભારત અને અન્ય અગ્રણી અર્થતંત્રો વચ્ચે વ્યાજદરનો તફાવત ઘટ્યો છે અને એનઆરઆઈ હવે વિદેશમાં ડોલર ડિપોઝિટમાં નાણાં જમા કરે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં બેન્કોના FCNR-Bએકાઉન્ટ્સમાંથી ૭.૯ કરોડ ડોલરની ચોખ્ખી જાવક નોંધાઈ છે. જોકે, FPIsઅને સંસ્થાકીય રોકાણમાં વૃદ્ધિને કારણે વિદેશી હૂંડિયામણની આવકનો ઘટાડો સરભર થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં FPIsઅને સંસ્થાકીય રોકાણનો આંકડો લગભગ ચાર ગણો વધીને ૨૦.૪૧૬ અબજ ડોલર થયો છે.