પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું તારણ સીઆરપીએફના કાફલાની એક બસને સામાન્ય નુકસાન
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઈવે પાસે એક કારમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથીજ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ કાફલામાં સીઆરપીએફની ૬-૭ બસો હતી અને આશરે ૪૦ જવાનો હતા. હાલ આ કાફલો રવાના થઈ ચુક્યો છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસ પહેલા જ એલર્ટ આપ્યું હતું.
સીઆરપીએફના કાફલાની એક બસને સામાન્ય નુકસાન સીઆરપીએફનાાં સૂત્રોનાં કહ્યાં પ્રમાણે, પ્રાથમિક તપાસમાં મામલો કારમાં સિલિન્ડર બ્લાસ્ટનો લાગી રહ્યો હતો. જેનાથી કારનું ભરથુ થઈ ગયુ છે.
આ કારનો માલિક પણ ગાયબ છે. સીઆરપીએફનો કાફલો આ ગાડીથી ઘણો દુર હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દુર રહેલી સીઆરપીએફની એક બસને પણ સામાન્ય નુકસાન થયું છે. આ વિસ્ફોટમાં સીઆરપીએફના જવાન કે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કાર ડ્રાઈવર ગાયબ હોવાથી સુરક્ષા એજન્સીની શંકામાં વધારો
ઈછઙઋના જવાનોનો કાફલો જ્યારે અહીંથી પસાર થઈ રહ્યો હતો. જેવો જ સીઆરપીએફનો કાફલો નજીક આવ્યો તેવી જ આ કાર બસ સાથે અથડાઈ અને જોરદાર વિસ્ફોટ થયો હતો. જેનાથી કાફલાની એક બસને સામાન્ય નુકસાન થયું હતું. જેમા બસના કાચ તૂટ્યા હતા. જો કે આ વિસ્ફોટ સમયે કાર ડ્રાઈવર હાજર ન હતો. જેથી સુરક્ષા એજન્સીઓની શંકામાં વધારો થયો છે. અને ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે ,ગત ૧૪ ફેબ્રુઆરીનો રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ઘાતક હુમલો થયો હતો. જેમાં છઉડથી ભરેલી કાર સેનાના કાફલા સાથે અથડાઈ હતી. આ હુમલામાં ભારતીય સેનાના ૪૦ જવાનો શહીદ થયા હતા. હવે સવાલ એ ઉઠે છે કે પુલવામા આતંકી હુમલા બાદ પણ બનિહાલ ટનલ પાસે કેવી રીતે આ પ્રકારનો વિસ્ફોટ સર્જાયો? હાલ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે.