‘ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યું’ રાજકોટ સિવિલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ નહીં
રાજકોટ સિવિલ બન્યું કોરોના મુકત પણ બેદરકારી અને બે જવાબદારી ફરી મુશ્કેલી સર્જી શકે
કોરોના મહામારીના કારણે સંકમીત થયેલા દર્દીઓ માટે બેડની અને ઓકસિજનની વ્યવસ્થા કરવી એ એક જટીલ સમસ્યા બની ગઇ હતી પરંતુ ‘ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યુ’ ની જેમ આજે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં કોરોનાના એક પણ દર્દી સારવાર હેઠળ ન હોવાથી રાજકોટ કોરોના મુકત બન્યું છે. પરંતુ બેદરકારી અને બેજવાબદારી ફરી મુશ્કેલી સર્જી શકે છે.
કોરોનાની ઘાતક બીજી લહેર શરુ થતાં હોસ્પિટલમાં બેડની અછતના કારણે એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઇ હતી. કલાકો સુધી દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ રહેવું પડયું હતું કેટલાક દર્દીઓ સારવારથી વંચિત રહ્યા.
કેટલાક દર્દીઓને કોરોના ભરખી જતા સગાસંબંધીઓના કરૂણ આક્રંદ સાથે હોસ્પિટલમાં દરરોજના માટે બિહામણા દ્રશ્યો જોવા મળતા હતા કુદરતના કહેર બાદ કુદરતી મહેર હોય તેમ આજે રાજકોટ કોરોના મુકત બનતા સૌ નિર્ભય બની ગયાછે. આ બેદરકારી આવનારા દિવસોમાં મુશ્કેલી સર્જી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
કોરોનામાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી પરંતુ ત્રીજી લહેરનો સામનો કરવા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજજ: ડો. આર.એસ. ત્રિવેદી
રાજકોટ સીવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટ ડો. આર.એસ. ત્રિવેદીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીનાં સમાચાર છે કે પીડીયુ સીવીલ હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રના હ્રદય સમાન છે જયાં એક પણ કોવીડ પોઝીટીવ દર્દી દાખલ નથી આવું જયારે પહેલી લહેર આવી અને તેના કેસમાં ઘટાડો થયો ત્યારે પણ આવું શકય થયું ન હતું ત્યારે પણ દર્દી દાખલ હતાં શુન્ય દર્દીની સંખ્યા ત્યારે પણ થઇ ન હતી પરંતુ આજે બીજી લહેરનો અંત થયો ત્યારે ખુશીથી જણાવ્યું છું કે હાલ એક પણ કોરોનાના દર્દી સારવાર હેઠળ સીવીલમાં નથી.
જયારે બીજી લહેર સમગ્ર દેશમાં આવી અને ત્યારે ગુજરાતની સ્થિતિ ગંભીર હતી અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ ધસારો રાજકોટ સીવીલમાં રહેતો હતો જેથી દાખલ થવા માટે દર્દીઓની લાઇન એમ્બ્યુલન્સની કતારો લાગી હતી અને કરુણ દ્રશ્યો ઉદભવયા હતા. સાત-આઠ કલાક લાઇનમાં ઉભા રહેવા બાદ દર્દી એડમીટ થતા હતા. પરંતુ હાલ એક પણ દર્દીની દાખલ નથી. એટલે કે શુન્ય સંખ્યા કોરોનાના દર્દીની થઇ છે સાથે ત્રીજી લહેરની એવી પ્રાર્થના કરી કે આવે નહી જો પણ કદાચ ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સીવીલ હોસ્પિટલ તૈયાર છે.
તૈયારીમાં ઓકિસજનના બેડમાં વધારો કરાયો છે. આઇસીયુ બેડમાં વધારો કરાયો છે. સાથે બાળકોના હોસ્પિટલની કેપેસીટી વધારીએ છીએ સાથે આઇસીયુ બેડ સીવીલ પાસે ર30 જેવા છે જેમાં રપ0 જેવા કરીએ છીએ સાથે સમરસ બેડમાં આઇસીયુ બેડ ન હતા તેમાં તે બેડની ઉપલબ્ધી કરવામાં આવી છે. સાથે કેન્સર હોસ્પિટલના રપ બેડને 60 કરવામાં આવ્યા છે. અને પીડીયુ હોસ્પિટલમાં રહેલ નોન ઓકિસજન બેડને ઓકિસજન બેડમાં ફેરવામાં આવ્યા છે. અને ઓકિસજન માટે પીએસએ પ્લાન આવ્યો છે જેનું નામ ઓકિસજન પાર્ક આપ્યું છે.
જેમાં રૂટીન જરુરીયાત ઓકિસજન સરળતાથી ઉપલબ્ધ થઇ રહેશે અને સ્ટોજમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને સમરસમાં ઓકિસજન સ્ટોરેજનો જથ્થો વધારો છે. લોકોને અને હું ‘અબતક’ ના માઘ્યમથી લોકોને અપીલ કરવા માગીશ કે ત્રીજી લહેર ન આવે તેવું વિચારી અને કોવિડના પ્રોટોકોલને અનુસરીએ અને માસ્ક સેનેટાઇઝર અને સોશીયલ ડીસ્ટનનો પાલન કરી એ અને વેકસીન જરુર મુકાવીએ અને સ્વચ્છ રહી અને તબીયતનું ઘ્યાન રાખીએ.
કોરોનાકાળમાં સાંભળેલી વેદના ફરી નથી જોવી: હેમાની વીરાશે (નર્સ)
સીવીલ હોસ્પિટલમાં કોવીડ વોર્ડમાં ફરજ પરના નર્સ હેમાની વિરાશે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલનાં દ્રશ્યો જોઈ આનંદ અનુભવાય છે. કે બીજી લહેરનો સમય હતો ત્યારે દાખલ થવા માટે કે એક પણ બેડ ખાલી ન હતા અને લોકોને પોતાના સગા સંબંધી દર્દીને દાખલ કરવા માટે સાત આઠ કલાક કતારોમાં ઉભુ રહેવું પડતુ હતુ પણ હાલ તે જગ્યાએ તેજ બેડ ખાલી થયા છે.
કોરોનાના પોઝીટીવ દર્દી એકપણ સીવીલ હોસ્પિટલમાં દાખલ નથી બીજી લહેરનાં સમયમાં અમારા સગા સંબંધીઓનો અમને ફોન આવતો અને દર્દીને દાખલ કરવા માટે ભલામણ આવતી ત્યારે અમે હૃદય પર પથ્થર મૂકી અમે ના પાડતા હતા કે તે સમય ગાળા એવો હતો કે અમે ખૂદ પણ લોકો માટ કશુ કરી ન શકતા હતા બીજી લહેંરનાં દ્રશ્યો એવા ભયાનક હતા કે તે હુ ભગવાનને પ્રાર્થના કરૂ છું કે તેવા ફરી ન આવે જેથી લોકો માસ્ક, સેનેટાઈઝર અને સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરે અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળે જેથી ત્રીજી લહેરઆવી ન શકે અને ફરી કરૂણ દ્રશ્યો ન સર્જાય તેવી લોકોને અપીલ કરૂ છું.
કુદરતના કહેર બાદ આજે કુદરતની મહેર છે : કલ્પેશ કુંડાલીયા (શહેરીજન)
શહેરીજન કલ્પેશ કુંડાલીયાએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આજે એક કુદરતની મહેરબાની કહી શકીએ કે બીજી લહેરમાં જે પરિસ્થિતિ જોઈ હતી કે ત્યારે લોકો લાચાર બન્યા હતા તેનાં સગા કે સંબંધીઓને કોરોના થયો હોય તો તેને દાખલ કરવા માટે હાલાકી ભોગવી પડતી હતી અને હોસ્પિટલમાં લાગેલી કતારોના દ્રશ્યો ભયાનક અને બિહામણા હતા પરંતુ આજે કુદરત મહેરબાન થયો છે ને બીજી લહેરનાં અંતે આવ્યો છે તો પબ્લીકે નિયમોનું પાલન કરવું જરૂરી છે. ને માસ્ક પહેરીએ અને આ દ્રશ્યોનો ફરી સામનો કરવો ન પડે તેવી તકેદારી સર્વ લોકો રાખે તેવી અપીલ કરૂ છું.
કોરોનાના કારણે સર્જાયેલી કરૂણતા કયારેય નહી ભુલાય: એ.ડી. જાડેજા (સિક્યુરિટી ઇન્ચાર્જ)
સીવીલ હોસ્પિટલનાં સીકયુરીટી ઈન્ચાર્જ એ.ડી. જાડેજાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, હુ અહી ત્રણ વર્ષથી ઈન્ચાર્જ તરીકે ફરજ પર છું મે બીજી લહેરમાં દ્રશ્યો સર્જાયા તેવા દ્રશ્યો મારા જીવનમાં મે કયારેય જોયા નથી કોવીડ બિલ્ડીંગનાં ગ્રાઉન્ડમાં પગ મૂકવાની જગ્યા નહતી દિવસ રાત દર્દીને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સની કતારો લાગેલી હતી એક સ્ટેચર માટે લોકોની પડાપડી થતી હતી પરંતુ તે કરૂણ દ્રશ્યોનો અંત આવ્યો છે.
હાલ કોરોનાના એક પણ દર્દી દાખલ નથી અને તે રાખવા જ લોકોને સમજવું જોઈએ કે આ દ્રશ્યો ફરી ન આવે તે માટે માસ્ક પહેરે અને પોતાની તબીયતની જાળવણી રાખે ને વેકસીન જરૂર મૂકાવે અને હોસ્પિટલમાં ફરી ન આવું પડે તેવી પ્રભુને પ્રાર્થના કરે.